Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Saturday 5 December 2015

    શિવજી પાસે ક્યાંથી આવ્યા નાગ, ડમરુ, ત્રિશૂળ, ત્રિપુંડ અને નંદી જાણો છો

    ભગવાન શિવનું નામ લેતા જ એક છબિ માનસપટ પર ઉભરી આવે છે. એક વૈરાગી પુરુષ કે જેના હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ડમરું, ગળામાં સર્પ માળા, કપાળે ત્રિપુંડ, અને પાસે નંદી. સાથે જ માથામાંથી ગંગધારા વહેતી હોય અને અર્ધચંદ્ર શોભાયમાન હોય. શિવ સાથે આ 7 વસ્તુઓ આદિકાળથી જોડાયેલી છે.

    ભારતમાં જ માત્ર નહિં, દુનિયાભરમાં શિવજીની જે છબી છે તે આ પ્રમાણે છે. તેમની સાથે 7 ચીજો જરૂર જોવા મળે છે. ચાલો જાણી લઈએ શિવજી સાથે આ 7 વસ્તુઓ કેવી રીતે ધરાવે છે સંબંધ. શુંતે શિવ સાથે જ પ્રગટ થઈ છે કે પછી તેમની સાથે જોડાતી ગઈ...

    ભગવાન શિવ તમામ પ્રકારના શસ્ત્ર-અસ્તના જ્ઞાતા છે પણ પૌરાણિક કથાઓ અનુસાર ધનુષ્ય અને ખાસ કરીને ત્રિશૂળ તેમના મુખ્ય શસ્ત્ર છે. ત્રિપુરાસુરના વધમાં તેમજ અર્જુનના માનભંગમાં તેમણે પોતાની ધનુર્વિદ્યાનું પ્રદર્શન કર્યું હતું તો તેમણે અનેકોવાર પોતાના ત્રિશૂળનો ઉપયોગ કર્યો છે.

    શંખચૂરના વધ માટે શિવજીએ ત્રિશૂળનો ઉપયોગ કર્યો હતો. તેમણે ગણેશજીનું માથુ પણ ત્રિશૂળથી ઉડાવી દીધું હતું. વરાહ અવતારમાં મોહની જાળમાં ફસાયેલા વિષ્ણુનો મોહભંગ કરીને વૈકુંઠમાં જવા માટે વિવશ કરવા પણ શિવજીએ ત્રિશૂળનો ઉપયોગ કર્યો હતો.

    ભગવાન શિવજી પાસે રહેલા ધનુષ્ય વિશે કથા છે કે તેની શોધ સ્વયં શિવજીએ કરી હતી. પરંતુ ત્રિશૂળ તેમની પાસે ક્યાંથી આવ્યું તે વિશે કોઈ કથા નથી. ત્રિશૂળ એ શક્તિનું પ્રતિક ગણાય છે. કોઈ માને છે તેમની ઉત્પતિ સાથે જ ત્રિશૂળ તેમની પાસે આવ્યું તો કોઈ કહે છે કે તેમણે શાક્ત્ય ઉપાસના કરીને મેળવ્યું. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિની ઉત્પતિ માટે બ્રહ્મનાદ થયો ત્યારે શિવ પ્રગટ થયા તેમની સાથે જ સત, રજ અને તમ ગુણો ઉત્પન્ન થયા. આ ત્રણ ગુણોનું પ્રતિક છે ત્રિશૂળ. તે તેમની ઉત્પતિ સાથે જ અસ્તિત્વ ધરાવે છે.

    ભગવાન શિવ ઔલોકિક છે. ભલે તેમને સૃષ્ટિના સંહારક માનવામાં આવતા હોય પણ સૃષ્ટિમાં જીવન રસો ભરનારા પણ તે જ છે. શિવનું નટરાજ રૂપ, તેમનું વાદ્યયંત્ર ડમરું એ સંગીત અને નૃત્યકળાના જનક છે. શિવનું એક સ્વરૂપ પરમ વૈરાગી છે તો બીજુ સ્વરૂપ ભોગીનું છે. તે જીવન રસોનો પ્રણેતા છે તે ડમરું દર્શાવે છે.

    ભગવાન શિવ પાસે ડમરું ક્યાંથી આવ્યું તેની કથા ઘણીજ રોચક છે. સૃષ્ટિના આરંભમાં જ્યારે સરસ્વતિ દેવી ઉત્પન્ન થયા ત્યારે તેમણે વીણાના સ્વરોથી સૃષ્ટિમાં ધ્વનિને જન્મ આપ્યો. પણ તે ધ્વનિ સૂર અને સંગીતથી વિહીન હતી. તે સમયે ભગવાન શિવે આંતરમગ્ન થઈને ડમરુ વગાડતા વગાડતા 14 સૂરો રેલાવ્યા તેમાંથી સાત સૂરોના આરોહ અવરોહ બન્યા તેમજ ધન્દ, તાલનો જન્મ થયો. કહેવાય છે કે ડમરું એ બ્રહ્મ સ્વરૂપ છે. તેમણે તે સંગીત સાથે નૃત્ય કરતા કરતા પ્રકૃતિને સમતોલ કરવા શિવ ડમરું સાથે પ્રગટ થયા હતા.

    શિવજીના ગળામાં હમેંશા નાગરાજ વાસુકી વિંટળાયેલો હોય છે.  વાસુકીનો નાગલોક પર કબ્જો છે આધિપત્ય છે. દેવ-દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યુ ત્યારે રસ્સી તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.

    કહેવાય છે કે વાસુકી શિવજીનો પરમ ભક્ત છે. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને નાગલોકનો રાજા બનાવ્યો છે. તેમજ પોતના આભુષણ તરીકે પણ હમેંશા લપટાયેલો રાખે છે.

    નંદી વિશે પુરાણોમાં કહેવાયું છે કે નંદી એ વાસ્તવમાં શિવ જ છે. શિવનો પ્રથમ અવતાર છે નંદી. આ વિશે એક કથા છે. શિલાદ નામના ઋષિ મોહમાયાથી મુક્ત થઈને તપસ્યામાં લીન થઈ ગયા હતા. તેમના પૂર્વજો તેમજ પિતૃઓને ચિંતા થઈ કે શિલાદનો વંશ સમાપ્ત થઈ જશે. પિતૃઓની સલાહને અનુસરીને શિલાદે શિવજીની તપસ્યા કરીને એક અમર પુત્ર પ્રાપ્ત કરવાનું વરદાન મેળવ્યું તે પછી પાછળથી નંદી તરીકે ઓળખાયો. તે શિવનો અંશ હોવાથી હમેંશા શિવજીની સાથે રહેવા ઈચ્છતો હતો. તેણે શિવજીની તપસ્યા કરી. શિવના ગણમાં મોખરાનું સ્થાન મેળવી તેમના વાહન બનવાનું સૌભાગ્ય મેળવ્યું. શિવ એજ નંદી અને નંદી એજ શિવ છે. તેનું પ્રમાણ રુદ્રીમાં મળે છે. અષ્ટાધ્યાયી રુદ્રીમાં શિવજીની જે મુખ્ય પૂજા છે તે પુરુષ સુક્ત છે. તેમાં આ નંદીને વર્ણવાયેલો છે. નંદીને વૃષભ તરીકે પણ ઓળખવામાં આવે છે.

    શિવજીએ ચંદ્રમાં ધારણ કર્યો તે વિશેની કથા પણ ઘણીજ રોચક છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે ચંદ્રમાએ દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ ( સતીની બહેનો )સાથે લગ્ન કર્યા હતા. આમછતાં ચંદ્રમાં રોહિણીને વિશેષ પ્રેમ કરતા હતા. તેની ફરિયાદ જ્યારે કન્યાઓએ તેમના પિતા દક્ષને કરી ત્યારે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપી દીધો. આ શ્રાપથી ચંદ્રમાંનું શરીર ગળવા લાગ્યું. તેણે શિવજીની ઉપાસના કરી પ્રાણ બચાવવા વિનંતી કરી. ત્યારે શિવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને જીવતદાન આપ્યું સાથોસાથ પોતાના મસ્તિષ્કની શોભા બનાવી. જ્યાં ચંદ્રમાએ શિવજી તપસ્યા કરી હતી તે સ્થાન આજે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ તરીકે વિખ્યાત છે.

    ભગવાન શિવજીના માથા પર ભભૂતિ( રાખ)થી બનેલી ત્રણ રેખાઓ છે. એવું માનવામાં આવે છે કે આ રેખાઓ એ ત્રણ લોકનું પ્રતિક છે. શિવજીના કપાળે આ ભભૂત રેખાઓ ક્યાંથી આવી તે વિશે એક કથા છે.

    દક્ષ પ્રજાપતિએ યોજેલા યજ્ઞકુંડમાં જ્યારે સતીએ આત્મદાહ કર્યો ત્યારે શિવજી અતિ ઉગ્રરૂપમાં આવી ગયા. તેમણે સતીનું શરીર ખભા પર ઉંચકી લીધું અને ત્રિલોકમાં ઘુમવા લાગ્યા. ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર વડે તે મૃતશરીરના 51 ટૂકડા કરી નાંખ્યા. સતીને શોધતા ભગવાન શિવે યજ્ઞકુંડની ભભૂતિ જેમાં સતી બળી મર્યા હતા તેને કપાળે લગાવી. આમ ત્રિપુંડની રચના થઈ. તે સતીની યાદ તેમના મન હૃદયમાં હમેંશ માટે છે તે દર્શાવવા તેમણે ત્રિપુંડને કપાળએ સ્થાન આપ્યું.

    જ્યારે ગંગા વિશે કહેવાય છે કે ઘણી જ મનમોજી હતી. તે સ્વર્ગમાં વહેતી હતી. જ્યારે એક દિવસ દુર્વાસા ઋષિ તેમાં સ્નાન કરવા ગયા ત્યારે તેમના વસ્ત્રો ઉડી ગયા. તેથી ગંગા હસી પડી. ક્રોધી દુર્વાસાએ ગંગાને શ્રાપ આપી દીધો કે તું પૃથ્વી પર જશે અને પાપીઓ તારામાં પોતાના પાપ ધોશે.

    દરમિયાન ભગીરથ રાજાના 100 પૂર્વજો મૃત્યું પામ્યા હતા. તેઓએ તેમના પૂનઃજીવન માટે તપસ્યા કરી. ત્યારે જાણવા મળ્યું કે જો ગંગાનું પૃથ્વી પર અવતરણ થાય તો તેના પાણીનો છંટકાવ મત શરીરો પર કરવામાં આવે તો તે પુનઃજીવિત થાય. ભગીરથ રાજાએ તપ કર્યું અને પ્રચંડ ગંગાને પૃથ્વી પર અવતરણ સમયે ઝીલી લેવા શિવજીને મનાવી લીધા. ગંગા શિવજીની પાસે રહેવા ઈચ્છતિ હોવાથી તેણે અતિ પ્રચંડરૂપ ધારણ કરી લીધું હતું. પણ આખરે શિવજીએ તેને પોતાની જટામાં સમાવી લઈ પછી સહસ્ત્રધારાઓના રૂપમાં પૃથ્વી પર વહાવી. આમ ગંગા શિવજીની જટામાં સામેલ થઈ.

    No comments:

    Post a Comment