Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Friday 26 September 2014

    વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા..

    Amba-Mataji copy

    વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
    વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
    દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1
    ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
    સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
    ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2
    આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
    જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
    ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3
    મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
    આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
    કોને કહું કઠિન યુગ તણો બળાપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4
    હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
    આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
    દોષો થકી દુષિતના કરી માફ પાપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.  5
    ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
    હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
    શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6
    રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
    આ જિંદગી થઇ મને અતિશે અકારી,
    દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7
    ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
    બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
    શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8
    પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
    ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
    જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9
    શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
    તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
    વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10
    શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
    રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
    સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11
    અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
    ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
    સંસારના સકળ રોગ સમૂળ કાપો,
    મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12

     
    બોલો અંબે માત કી જય .

    વિશ્વંભરી સ્તુતિ


    આરતી


    જય આદ્યા શક્તિ [આરતી]


    જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
    અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (૨) 
    પડવે પ્રકટ્યા મા, ૐ જયો જયો મા જગદંબે

    દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (૨)
    બ્રહ્મા ગણપતિ ગાવે (૨) 
    હર ગાયે હરમા, ૐ જયો જયો મા જગદંબે

    તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (૨)
    ત્રયા થકી તરવેણી (૨) 
    તું તરવેણી મા, ૐ જયો જયો મા જગદંબે

    ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (૨)
    ચાર ભુજા ચૌદિશા (૨)
    પ્રગટયાં દક્ષિણમાં, ૐ જયો જયો મા જગદંબે

    પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (૨)
    પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (૨) 
    પંચે તત્‍વોમાં, ૐ જયો જયો મા જગદંબે

    ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (૨)
    નર નારી ના રૂપે (૨)
    વ્‍યાપ્‍યાં સર્વેમા, ૐ જયો જયો મા જગદંબે

    સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (૨)
    ગૌ ગંગા ગાયત્રી (૨) 
    ગૌરી ગીતા મા, ૐ જયો જયો મા જગદંબે

    અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (૨)
    સુનીવર મુનીવર જનમ્‍યા (૨) 
    દેવ દૈત્‍યો મા, ૐ જયો જયો મા જગદંબે

    નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (૨)
    નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,કીધાં હર બ્રહ્મા, 
    ૐ જયો જયો મા જગદંબે
    દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (૨)
    રામે રામ રમાડયા, (૨) રાવણ રોળ્યો મા, ૐ જયો જયો મા જગદંબે

    એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (૨)
    કામદુર્ગા કાળીકા (૨) 
    શ્‍યામાને રામા, ૐ જયો જયો મા જગદંબે

    બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (૨)
    બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા, 
    ૐ જયો જયો મા જગદંબે

    તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (૨)
    બ્રહમા વિષ્‍ણુ સદાશિવ (૨) 
    ગુણતારા ગાતા ૐ જયો જયો મા જગદંબે

    ચૌદશે ચૌદ સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (૨)
    ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહ વાહિની માતા, 
    ૐ જયો જયો મા જગદંબે

    પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (૨)
    વસિષ્ઠ દેવે વખાણ્‍યાં મારકણ્ડ મુનિએ વખાણ્‍યાં, ગાઈ શુભ કવિતા, 
    ૐ જયો જયો મા જગદંબે

    સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (૨)
    સંવત સોળે પ્રગટ્યાં(૨) 
    રેવાને તીરે, માં ગંગાને તીરે, ૐ જયો જયો મા જગદંબે

    ત્રાંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
    સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (૨) 
    ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી,
    ૐ જયો જયો મા જગદંબે

    શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે મા જે ભાવે ગાશે
    ભણે શિવાનંદ સ્‍વામી (૨) સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે, 
    ૐ જયો જયો મા જગદંબે


    અંબે માત ની સ્તુતિ

       
                        
                
    જય અંબે માત ભવાની!
    ત્રિપુરા દુર્ગા હે મા કાલી! અનંત નામ અનામી … જય અંબે
    પ્રેમ તમારો વરસાવી દો, વિનંતી મારી માની
    દર્શનનું દો દાન નયનને, કહું ખરાં તો દાની … જય અંબે
    બાલ તમારો પ્યાસી બેઠો, મિથ્યા બીજાં પાણી
    પ્રેમતણું પય પાઓ મુજને, અંતરની ગત જાણી … જય અંબે
    અક્ષય અમૃતનાં ઓ વાસી, બોલો અમૃતવાણી
    નશો ચડાવો પ્રેમ ભક્તિનો, પ્રેમ થકી લો તાણી … જય અંબે
    હૃદયમહીં ફકત તમે રાજો, ખેલો ઘટઘટ માંહી
    તમારા વિના બધું ભૂલાવો, ઢોળી કૃપાનું પાણી … જય અંબે
    પ્રેમે પ્રાર્થું કર બે જોડી, યાચું અન્ય ન કાંઈ
    તમે જુઓ મુજને ને તમને રહું સદાય નિહાળી … જય અંબે
    - શ્રી યોગેશ્વરજી

    હવન

    હવન નુ જેમ ધાર્મિક રિતે મહત્વ છે એમ જ વૈજ્ઞાનિક  રિતે પણ છે
    પૂજા પાઠ અને હવન દરમિયાન

    અગ્નિમાં હોમવામાં આવેલી 
    હવન સામગ્રીમાંથી થતો ધૂમાડો 
    વાતાવરણને શુધ્ધ કરે છે. 
    જેના કારણે બિમારી ફેલાવાની શક્યતા ઘટી જાય છે.
    રાષ્ટ્રીય વનસ્પતિ અનુસંધાન સંસ્થાના વરિષ્ઠ વિજ્ઞાની 
    ડૉ. ચંદ્રશેખર નૌટિયાલે જણાવ્યું કે
    લાકડાં અને ઔષધીય સામગ્રી, જડીબૂટ્ટીઓ, 
    જેને સામાન્ય ભાષામાં હવન સામગ્રી કહેવામાં આવે છે 
    તેને એક કરીને અગ્નિમાં હોમવાથી 
    વાતાવરણમાં શુધ્ધતા આવે છે. 
    હવનની અસર માણસો પર તો સકારાત્મક રહે જ છે 
    પણ સાથે ખેતીમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળે છે.
    Source :ગુજરાતી ટાઈમ્સ વર્તમાન પત્ર
    ॐ ॐ ॐ

    સોનલ ગરબો

    મા સોનલ ગરબો લઈ માડી વિનવુ આજ રે….
    સોળ સજે શણગાર માડી
    ગરબે ધુમવા આજ ..  પધારો મા
                     

           
            
                                 
                                                           હો મા …
     મા સોનલ ગરબો લઈ માડી વિનવુ આજ રે….
    હો આરાસુર થી માડી નવલી તે નોરતાએ
    રમવા પધારો મા
    ધુમવા પધારો મા
                                                                     
    ચોસઠ જોગણીઓના સંગે 
    ગરબે રમવા આજ  
    પધારો મા  


    સોનલ ગરબો લઈ માડી વિનવુ આજ રે….

    જય અંબે



    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે,
    અરજ કરી માને શીશ નમાવું, ધન્યભાગ મારું આજે છે…
     
    લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે,
    ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે…
     
    કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ મન પર છાયો છે,
    લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે…
     
    તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે,
    અરજ કરીને માને શીશ નમાવું, ધન્યભાગ મારું આજે છે…
     
    કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે,
    આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે…
     
    હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે,
    ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે…
     
    મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે,
    અરજ કરી માને શીશ નમાવું, ધન્યભાગ મારું આજે છે…
     
    મા નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે,
    વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે…
     
    ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે,
    જન્મોજનમનાં પાપ નિવારણ, એક પલકમાં કાપે છે…
     
    બહુચર-મા અંબે દયાળી, ભક્તન જે શિર ગાજે છે,
    મારી હકીકત કહી મમમાયા, તુમ બીન કોણ મિતાવે છે…
     
    બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રને કહીએ, તે તારા ગુણ ગાએ છે,
    સર્વ દેવના દેવ તમે છો, તેરા નામકું ધાએ છે…
     
    મહારાજ ગીર કહે સત્ય શબ્દ, એ અમર પદ પામે છે,
    અમીચંદ કહે છંદ બનાવી, તારે હાથ મારી લાજે છે…