Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Tuesday 29 August 2017

    ગણપતિ બાપા મોરયા’ શબ્દમાં છૂપાયું છે એક રહસ્ય, જાણી લો તમે પણ

    દેશભરમાં અત્યારે ગણેશોત્સવની ધૂમ છે. ગણેશ ચતુર્થીના દિવસે ભકતો પોત-પોતાના ઘરોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે અને ભક્તિમાં તરબોળ રહે છે. મોટા-મોટા પૂજા પંડાલોમાં ગણપતિનો જયજયકાર સંભળાય છે. અત્યારે તો એક જ અવાજ ‘ગણપતિ બાપા મોરિયા’ પરંતુ શું તમે જાણો છે કે ગણપતિ બાપા મોરિયા કેમ બોલાય છે.
    ગણપતિના જયકારની વાર્તા મહારાષ્ટ્રના ચિંચવાડ ગામ સાથે જોડાયેલ છે. આ ગામમાં એક સંતનો જન્મ થયો હતો જેનું નામ મોરયા ગોસાવી હતું. માનવામાં આવે છે કે ભગવાન ગણેશના આશીર્વાદ બાદ જ મોરયાનો જન્મ થયો હતો. તેઓ જન્મથી જ ભગવાન ગણેશજીની ભક્તિમાં લીન રહેવા લાગ્યા હતા.
    જ્યારે ગણ ગણેશ ચતુર્થી આવતી હતી ત્યારે મોરયા ગોસાવી ચિંચવાડથી કેટલાંય કિલોમીટર ચાલીને મયુરેશ્વર મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવા જતા હતા. આ સિલસિલો 117 વર્ષ સુધી ચાલ્યો. મોટી ઉંમરના લીધે તેમણે મયુરેશ્વર મંદીર સુધી જવામાં ઘણી તકલીફ પડવા લાગી હતી. ત્યારે એક દિવસ ગણપતિ તેમના સપનામાં આવ્યા.
    મોરયાના સપનામાં ભગવાન ગણેશ જી એ તેમને કહ્યું કે એક મૂર્તિ નદીમાં મળશે. ત્યારબાદ જેવું તેમને સપનોમાં જોયું હતું તેવું જ નદીમાં સ્નાન કર્યા બાદ તેમને ગણેશની મૂર્તિ મળી હતી. લોકોને જ્યારે આ ઘટનાની માહિતી મળી તો લોકો ચિંચવાડ ગામમાં મોરયા ગોસાવીના દર્શન માટે આવવા લાગ્યા.
    ત્યારબાદથી આ સંતના ભક્ત પગે લાગીને તેમણે મોરયા કહેવા લાગ્યા અને સંત મોરયા ભકતોમાં મંગલમૂર્તિના નામથી બોલાવા લાગ્યા. આમ ગણેશોત્સવ દરમ્યાન ગણપતિ બાપા મોરયાનો જયકાર લગાવાની પરંપરા શરૂ થઇ ગઇ.

    No comments:

    Post a Comment