Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Thursday 5 December 2013

    દેહ અને આત્મા


    એક વખત કાવિઠા ગામની શાળાના કેટલાક વિદ્યાર્થીઓ શ્રીમદ્ રાજચંદ્રજી પાસે બોધ સાંભળવા આવ્યા હતા. શ્રીમદ્ રાજચંદ્રજીએ તેઓને પૂછ્યું, ”છોકરાઓ, એક પ્રશ્ન પૂછું તેનો જવાબ આપશો?”
    છોકરાએ કહ્યું, ”હા જી”
    શ્રીમદ્જી બોલ્યા, ”તમારા એક હાથમાં છાશનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય; અને તમને માર્ગે જતાં કોઇનો ધક્કો વાગે તો તે વખતે તમે કયા હાથના લોટાને જાળવશો?” ગિરધર નામના છોકરાએ જવાબ આપ્યો, ”ઘીનો લોટો સાચવીશું.” શ્રીમદ્જીએ પૂછ્યું, ”કેમ? ઘી અને છાશ તો એકમાંથી ઉત્પન્ન થાય છે ને?” છોકરો કહે, ”છાશ ઢળી જાય તો ઘણાયે  ફેરા કોઇ ભરી આપે; પણ ઘીનો લોટો કોઇ ભરી આપે નહીં.”
    આ વાતનો સાર સમજાવતા શ્રીમદ્ રાજચંદ્રજી બોલ્યા ”છાશના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે, એવી અવળી સમસ્યાવાળો આ જીવ છે.
    પણ જો આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે; અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે. કારણ કે દેહ તો એની મેળે જ મળવાનો છે. કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવા રૃપે દેહ તો મફતનો જ મળવાનો છે.”

    Wednesday 6 November 2013

    શિવાલયનું તત્વરહસ્ય

      
                           પ્રત્યેક શિવાલયમાં નંદી..કાચબો..ગણેશ..હનુમાન..જલધારા..નાગ..જેવા રહસ્યમય પ્રતીક જોવા મળે છે.દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન..વાહન..પ્રતિક..માં સુક્ષ્મ ભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે.શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે,તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે,એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્‍ટ્રિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને.. શરીરનું લક્ષ્યમ આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ..
    શિવનો અર્થ છેઃ કલ્યાણ..તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો..તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય.પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે.શરીર નંદીની જેમ આત્માભિમુખ બને..શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ..સ્થિર તથા દ્રઢ રહીએ..એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.
    નંદિ ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે.જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્મે શરીરનું એટલે કેઃમનનું માર્ગદર્શન કરે છે.અમારૂં મન કાચબા જેવું કવચધારી.. સુદ્રઢ બનવું જોઇએ.જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને.. કલ્યાણનું ચિન્તન કરે..આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે,એટલે કેઃ મનની ગતિ..વિચારોનો પ્રવાહ..ઇન્દ્રિયોનાં કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય- આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે.કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી, પરંતુ શિવ તરફ જ જાય છે.અમારૂં મન પણ દેહાભિમુખ નહી,પરંતુ આત્માભિમુખ બનેલું રહે..ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે..શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ..
    નંદી અને કાચબો બંન્ને જ્યારે શિવની તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બંન્નેમાં શિવરૂ૫ આત્માને પામવાની યોગ્યતા છે કે નહી..? તેની કસોટી કરવા માટે શિવ મંદિરમાં મુખ્ય દ્વારા ઉ૫ર બે દ્વારપાળ ઉભા છે.ગણેશ અને હનુમાન..ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શ જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કેઃકલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે.ગણેશનો આદર્શ છેઃબુધ્ધિ અને સમૃધ્ધિનો સદઉ૫યોગ કરવો..એ જ એમનો સિધ્ધાંત છે તેના માટેના આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતિકો દ્વારા બતાવવામાં આવ્યા છે.જેમકેઃ અંકુશ- સંયમ..આત્મ નિયંત્રણનું..કમળઃ-એ પવિત્રતા,નિર્લે૫તાનું..પુસ્તકઃ- એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા મોદક(લાડું) – એ મધુર સ્વભાવનું પ્રતિક છે.શિવ મૂષક જેવા તુચ્છને ૫ણ અ૫નાવે છે.આવા ગુણ આવવાથી જ આત્મદર્શન-શિવદર્શનની પાત્રતા પ્રમાણિત થાય છે.હનુમાનજીનો આદર્શ છેઃ વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ. બ્રહ્મચર્યમય જીવન જ તેમનો મૂળ સિધ્ધાંત છે અને આ કારણે જ હનુમાનજી હંમેશાં શ્રી રામજીના કાર્યોમાં સહયોગી રહ્યા છે..અર્જુનના રથ ઉપર વિરાજીત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવત્વ કે આત્મદર્શનની પ્રત્રતા પ્રાપ્તન થાય છે.ગણેશ હનુમાનજીની ૫રીક્ષામાં પાસ થયા ૫છી સાધકને શિવરૂ૫ આત્માની પ્રાપ્તિ થાય છે,પરંતુ આટલો મહાન વિજ્ય જેને પ્રાપ્તજ થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે કેઃ હું મોટો છું..શ્રેષ્ઠં છું. આવો અહંકાર ડગલેને ૫ગલે આત્મા-૫રમાત્માના મિલનમાં બાધક બની જાય છે..આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું ૫ગથિયું ઉંચુ રાખવામાં આવે છે અને પ્રવેશદ્વાર ૫ણ નાનું રાખવામાં આવે છે,એટલે પ્રવેશદ્વારને ૫સાર કરીને નિજ મંદિરમાંના ઉંચા સોપાન ૫ર ૫ગ મુકવાના સમયે તથા અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી ૫ડતી હોય છે.મસ્તક ૫ણ નમાવવું ૫ડે છે.સાધકનો અહંકારરૂપી અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર શિવત્વ(૫રમાત્મા)ના દર્શન થવા લાગે છે..તમામ મંગલમય લાગવા માંડે છે પછી થયેલ આત્મજ્ઞાનના જેવું ૫વિત્ર અને પ્રકાશમય બીજું શું હોઇ શકે..? શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્મી જગત બહાર જ છુટી જાય છે,ત્યાર પછી પોતાનામાં કારણ જગતની..આત્મ સ્વરૂ૫ની પ્રતિતિ થાય છે..તે અવર્ણનીય છે..શિવત્વભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે.
    શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર..વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત..મહાન..સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી..તપસ્વી..અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.ભસ્મ ચિત્તાભસ્મલે૫,આત્માનંદ-નિજાનંદની આનંદાનુભૂતિનું પ્રતિક છે.કાળો નાગ-કાલાતિત ચિર સમાધિભાવનું પ્રતિક છે.
    ત્રિદલ..બિલિપત્ર..ત્રણ નેત્ર..ત્રિપુંડ..ત્રિશૂલ..વગેરે સત્વગુણ,રજોગુણ અને તમોગુણ – આ ત્રણને સમ કરવાનો સંકેત આપે છે.ત્રિકાય..ત્રિલોક..ત્રિગુણથી ૫ર થવાનો નિર્દેશ કરે છે.આંતરિક ભાવાવેશોને શાંત કરવા માટે સાધક ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.આ સ્થાનમાં ત્રિકુટી..સહસ્ત્રચક્ર..સહસ્ત્રદળ કમળ.. અમૃતકુંભ..બ્રહ્મ કલશ..આજ્ઞા ચક્ર..શિવ પાર્વતી યોગ – જેવા વર્ણનો દ્વારા સિધ્ધ સામર્થ્યની પ્રાપ્તિતની ક્ષમતા હોવાની ચર્ચા યોગશાસ્ત્રોમાં કહેવામાં આવી છે.વિવેક બુધ્ધિરૂપી ત્રીજું નેત્ર ભવિષ્યર દર્શન..અતિન્દ્રિય શક્તિ તથા કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.શિવનું રૂદ્રરૂ૫ એ અંદરના આવેશો-આવેગો જ છે,તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે.ત્રિદેવ એટલે બ્રહ્મા-વિષ્ણું્-મહેશને ૫ણ આ તમામ ત્રિ૫રીણામ ત્રયીયુક્ત પ્રતિકોથી બતાવ્યા છેઃઅ-ઉ-મ આ ત્રણ અક્ષરોથી સમન્વિત એકાક્ષર ૐ માં ૫ણ આ ભાવ સમાયોજિત છે.
    વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ..શંખ.. ઘંટ..ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કેઃ આત્મસ્થ રહેવું..બ્રહ્મમાં રત રહેવું.. એ જ વિશ્વ સંદેશ તેમના નાના પ્રતિકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે.શિવ ૫ર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતિક છે..તે જ્ઞાન ગંગા છે.સ્વર્ગની ઋતુમ્ભરા પ્રજ્ઞા.. દિવ્ય બુધ્ધી..ગાયત્રી અથવા ત્રિકાળ સંન્ધ્યા.. જેની બ્રહ્મા-વિષ્ણુંવ-મહેશ ઉપાસના કરે છે.
    શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેમની છાયાની જેમ અવસ્થિત માતા પાર્વતિ એ આત્માની શક્તિ છે.આમાં સંકેત એ છે કેઃએવા કલ્યાણમય..શિવમય આત્માની આત્મશક્તિ ૫ણ છાયાની જેમ શિવનું અનુસરણ કરે છે.પ્રેરણા-સહયોગિની છે.
    શિવાલયની જલધારા ઉત્તર દિશા તરફ વહે છે.ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્યાનું પ્રતિક છે.શિવમય કલ્યાણકામી આત્માનો જ્ઞાનપ્રવાહ..ચિન્તન પ્રવાહ હંમેશાં ઉચ્ચ સ્થિર લક્ષ્ય્ની તરફ જ ગતિ કરે છે,તેનું લક્ષ્યક ધ્રુવની જેમ અવિચલ રહે છે.કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશામાંની દિવાલમાં ગંગાજીની પ્રતિમા જોવા મળે છે..તેને સ્વર્ગીય દિવ્ય બુધ્ધિ..ઋતુમ્ભરા પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવાં જોઇએ.જે બ્રહ્માંડમાંની અવિરત ચેતના છે.શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક ૫ર ૫ણ બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા..પ્રભુકૃપા અવિરત વરસતી રહે છે એવો વિશ્વાસ કરવો જોઇએ. આમ,શિવાલય સ્થિત આ પ્રતિકો..ચિન્હોના તત્વ રહસ્યનું ચિન્તન કરીને ભાવનાથી ઓતપ્રોત બનેલ વ્યક્તિને શિવમય બનાવી શકાય તો તેમાં અમારાં દર્શન પૂજન ઉપાસના..વગેરેની યથાર્થ સાર્થકતા છે.

    દુઃખનાં કારણો – મોરારિબાપુ

    માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી જ તેને દુઃખી કરે છે. જો તમે દિલ પથ્થર જેવું રાખશો તો બીજાની તમારા તરફ ફેંકેલી ચિનગારી તેને સળગાવી નહિ શકે અને તમે દુઃખી નહીં થાવ. પણ જો તમારું દિલ ઘાસથી ભરેલું હશે તો તમારા તરફ બીજાની ફેંકેલી ચિનગારી ભડકો જ કરશે તેમાં શંકા નથી. જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને કોઈ સુખી નથી કરી શકતો અને જેને દુઃખી નથી જ થવું તેને ઈશ્વર પણ દુઃખી નથી કરી શકતો.
    મારે ત્રણ વાત કહેવી છે.
    [1] આપણે સુખ સ્વરૂપ છીએ છતાંય દુઃખી થઈએ છીએ. એનું કારણ છે આપણી ઈર્ષ્યા અને દ્વેષ.
    [2] બીજું, લોભ પ્રકૃતિ. લોભને કારણે આપણા મનમાં આવતી લુચ્ચાઈ.
    [3] જેનો રોટલો ખાતા હોઈએ એને દગો દેવાની વૃત્તિ.
    આવું જીવો. પછી ભલેને દુનિયા તમને થ્રી ઈડિયટ કહે ! એની ચિંતા કરશો નહીં, અમુક દુઃખો આપણે જ ઉપજાવ્યા છે. પરમતત્વ પૂરેપૂરો આપણાં હૃદયમાં બિરાજમાન હોય છતાંય આપણે દુઃખી કેમ છીએ એ જેને સમજાય તેના હાથમાં સુખી થવાની કુંચી આવી જાય અને દુઃખી થવું મુશ્કેલ થઈ જાય. થોડી મૂઢતા ને અહંકાર મૂકીએ તો આપણાં જીવનમાં સુંદર રજવાડું પ્રગટે. ગમે તેવી પરિસ્થિતિને વિવેકથી સવળી કરવાના પ્રયત્નો કરો તો દુઃખી થવું અઘરું છે. જો કે સુખી થવાની સમજણ મેળવતા પહેલા દુઃખનાં કારણો સમજી લેવા પડશે. જીવ દુઃખી કેમ છે ? એ બહુ મોટો પ્રશ્ન છે. જીવતાં આવડે તો દુઃખી થવું અઘરું છે, સુખી થવું અઘરું નથી. સુખ તો આપણો સ્વભાવ છે. આનંદ આપણો સ્વભાવ છે પરંતુ આપણે દુઃખી થઈએ છીએ એનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

    [1] કાળ :
    ઘણીવાર કાળ આપણને દુઃખ આપે; જેમ કે શિયાળામાં બહુ ઠંડી પડે. માણસ કાળ પરિવર્તન કરી શકતો નથી. પણ જીવન પદ્ધતિમાં પરિવર્તન કરી શકે છે. બહુ ઠંડી પડે તો ધાબળો ઓઢો અને ગરમી હોય તો એનો ઉપાય કરાય. પણ સ્વભાવ માણસને દુઃખી કરે છે. આપણા દુઃખનું એક કારણ તો કાળ છે. ભગવાન કૃષ્ણે એને દુઃખાલય કહી દીધું. આ દુઃખનું આલય છે, આમાં તમે ગમે તેટલા ફાંફા મારો, દુઃખ જ રહેવાનું. કાળથી દુઃખ આવે, ધરતીકંપ થાય ને દુઃખ આવે, એમાં આપણે શું કરવાનું ? પંખાનું બટન ફેરવ્યું ને ધરતીકંપ થયો એવું થોડું છે ? કાળજનિત દુઃખ છે. અતિવૃષ્ટિ થઈ, કાળજનિત દુઃખ છે. અનાવૃષ્ટિ થઈ, કાળ દ્વારા કોઈ રોગ એક સાથે ફેલાઈ જાય, આખી દુનિયામાં દુકાળ પડે, એ બધું કાળ આધારિત છે. એમાં આપણું કંઈ ન ચાલે, તો આવા કાળ આધારિત દુઃખ માટે માણસે અફસોસ નહિ કરવો જોઈએ. હરિ ભજતાં ભજતાં એને સહીએ. એના માટે એમ કહીએ કે આમ કેમ ? એ ખોટી અજ્ઞાનતા છે.
    [2] કર્મ :
    બીજું દુઃખ કર્મ આધારે છે. આપણે જેવું કર્મ કરીએ એવું ફળ મળે. હવે કેટલાંક કર્મો એવાં છે કે આપણને યાદ હોય કે આ જન્મમાં આવાં કોઈ કર્મો કર્યાં નથી, છતાંયે દુઃખ મળે, તો એનો અર્થ એ છે કે જન્મજન્મનાં કર્મો પડ્યાં છે, એનું ફળ આવે છે, એમાંયે આપણું કંઈ ચાલે એમ નથી, કોઈ કર્મના ફળ હશે એ ભોગવીએ છીએ.
    [3] ગુણ :
    દુઃખનું ત્રીજું કારણ છે ગુણ – જે વસ્તુની બનાવટ જ ભેળસેળવાળી હોય, એ વસ્તુ સુખ આપી શકે નહિ. ‘बिधि प्रपंच गुन अवगुन साना’ (1-6/4) સાના એટલે માટીમાં જે પાણી ભળી જાય, પછી એના પિંડામાંથી માટલું બનાવો, જે ઘાટ ઘડવો હોય તે ઘડાય. જેમ માટી અને પાણી ભળી શકે, સાનાનો અર્થ થાય છે એકબીજામાં ઓતપ્રોત થઈ જવું. આ બ્રહ્માની સૃષ્ટિ જ ભેળસેળવાળી છે અને મૂળમાંથી જ જે ભેળસેળ હોય, એ આપણને સુખ શું આપી શકે ? ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણ ઉપર આધાર રાખે છે. પિત્તળના વાસણમાં છાશ રાખીએ તો તે કટાઈ જાય. આ મૂળ ધાતુ જન્ય ગુણ છે. ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણના લીધે ઉત્પન્ન થયેલ દુઃખ છે. સત, રજો અને તમો આ ત્રણ મૂળ ધાતુ ગુણ છે. સારા સગવડવાળા પલંગમાં ઊંઘ આવે એ તમોગુણ યોગ્ય છે, પણ કથા શ્રવણમાં ઊંઘ આવે તો તે તમોગુણ યોગ્ય નથી. રજોગુણ હોય તો જ આપણે પ્રવૃત્તિ કરીએ. કામના સમયે રજોગુણ યોગ્ય છે પણ ઊંઘવાના સમયે જો રજોગુણ આવે તો ઊંઘ ન આવે. આ દુઃખ છે. પૂજાપાઠ સમયે સતોગુણ ઉપયોગી પણ જો આ સમયે જો રજોગુણ કે તમોગુણ આવે તો તે યોગ્ય નથી. આમ રજો, તમો અને સતગુણ જો તેના યોગ્ય સ્થાને હોય તો તે યોગ્ય જ છે પરંતુ ભેળસેળ થાય એમાંથી દુઃખ જન્મે.
    [4] સ્વભાવ :
    દુઃખનું જે ચોથું કારણ છે, તે આપણા કાબૂની વસ્તુ છે. અને આપણે એમાં ફેરફાર કરી શકીએ. તુલસીદાસજી દુઃખનું ચોથું કારણ કહે છે સ્વભાવ. સ્વભાવ દ્વારા જે દુઃખ ઊભું થાય, એ આપણા હાથની વાત છે. એમાં આપણે ફેરફાર કરી શકીએ. ઘણાં માણસો એવા હોય છે કે દુઃખ હોય તોયે સ્વભાવને લીધે સુખ બનાવી દે. ઘણાં એવા હોય કે બધી રીતે સુખ હોય, પણ સ્વભાવને લીધે દુઃખ બનાવી દે. એને તમે શું કરો ? બધી રીતનું સુખ હોય, શાંતિ હોય, કોઈ રીતનું દુઃખ ન હોય તોયે બબડતાં હોય કે….મરી ગયાં… આમ થઈ ગયું… તેમ થઈ ગયું…. તો હવે આવા દુઃખનો જવાબદાર તો એ જ છે, બીજો કોઈ હોઈ શકે જ નહિ. સ્વભાવગત છે. આમાં કોઈ દેશ, ભાષા, સંપ્રદાય ન કારણ બની શકે, પણ સ્વભાવ દ્વારા દુઃખ ઉત્પન્ન થાય, એ આપણા કાબૂની વાત છે. ઘણાં માણસો દુઃખી હોઈ, એકલા હોય તો વાંધો નહિ. આપણી સાથે રહી આપણા પર ઢોળી નાંખે, દુઃખ વહેંચતો જાય. આ સ્વભાવનું કારણ છે.
    [5] પ્રભાવ :
    બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુઃખ જન્મે છે. બીજાના પ્રભાવનું આપણને દુઃખ હોય છે અને એમાંય સમક્ષેત્રમાં તો બહુ જ. એક ગાયક હોય ને, બીજો પણ ગાયક હોય. એમાં એક ગાયક કરતાં બીજા ગાયકનો પ્રભાવ શ્રોતાવર્ગ ઉપર વધારે થાય તો પેલાને દુઃખ થાય. બીજાનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં દુઃખ જન્માવે. આ માણસ આટલો પ્રભાવશાળી ? આ માણસ આટલો મહિમાવંત ? જ્યાં જાય ત્યાં એનો પ્રભાવ પડે. ગમે ત્યાં જાય એનો હોકો પડે એ આપણાંથી સહન નથી થતું. આ દુનિયા બહુ સમજુ છે. મેં જોયું છે ઘણી વખત દીકરાનો પ્રભાવ બાપાથી સહન નથી થતો કે મારો દીકરો આટલો મહાન થયો. એનો પોતાનો બાપ સહન નથી કરી શકતો. પતિનો પ્રભાવ પત્ની સહન ન કરી શકે કે પતિની જ વાહ વાહ થાય એ પત્નીથી સહન ન થાય. કોઈક ઘરમાં પત્નીનો એટલો બધો પ્રભાવ હોય તો પતિ સહન ન કરી શકે. બીજાનો પ્રભાવ જોઈને થતી જલન, દ્વેષ, ઈર્ષ્યા એ આપણા દુઃખનું કારણ હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આવું બને. ઘર, કુટુંબ, સમાજ, વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં વ્યક્તિ બીજાનો પ્રભાવ સહન કરી શકતો નથી. કોઈની સહેજ પ્રશંસા થાય કે ઈર્ષાથી સળગી ઊઠે. આમ, પ્રભાવ સહન ન થવો તે આપણાં દુઃખનું કારણ બને છે.
    [6] અભાવ :
    દુઃખનું અન્ય એક કારણ છે અભાવ. અમારી પાસે આ વસ્તુ નથી. કપડાં નથી, રોટી નથી, મકાન નથી, ઉત્સવ હોય ત્યારે અમે ફરી શકતાં નથી. અમે અમારા છોકરાંને બરાબર ભણાવી શકતાં નથી. કોઈ બીમાર પડે તો દવા, અમુક વસ્તુઓનો અભાવ એ દુઃખનું કારણ છે. એની પાસે છે એટલું અમારી પાસે હોત તો અમે આમ કરત, તેમ કરત. અભાવ, પણ મારી દષ્ટિએ બધા પ્રાથમિક સૂત્રો છે. બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે. અભાવ દુઃખ આપે. સમયનો અભાવ દુઃખ આપે, પૈસાનો અભાવ દુઃખ આપે, કોઈ પણ અભાવ દુઃખ આપે.
    [7] નિભાવ :
    નિભાવ પણ દુઃખનું એક કારણ છે. નિભાવ નથી થતો. અમે આટલી ભલાઈ કરીએ છીએ પણ અમારી ભલાઈની કોઈ અસર થતી નથી. સમયનો નિભાવ થતો નથી, સંબંધનો નિર્વાહ નથી થતો. અમે આટલો સંબંધ રાખ્યો પણ સામાવાળા બસ સંબંધને નિભાવતા જ નથી. આ નિભાવમાંથી દુઃખ જન્મે. નિભાવ નથી થતો. પતિ-પત્ની, ભાઈ-ભાઈ આ બધા વચ્ચે જેટલાં દ્વંદ્વો દેખાય છે તેનું કારણ છે નિભાવ. લોકો કહે ભાઈ અમારે ઘણું કરવું પણ સમય નથી મળતો, સમય નિભાવી શકતાં નથી, સંસ્કારોનો નિર્વાહ કરી શકતાં નથી.
    [8] કામના :
    ઈચ્છાઓનાં અનંતપણાથી દુઃખોનો જન્મ થાય છે. ઈચ્છા સદા સગર્ભા હોય છે. યોગીઓમાં પણ ઈચ્છા હોય છે, પણ તેનું સર્ગભાપણું દૂર કરી તેનો ગર્ભપાત કરાવી નાખે છે. ઈચ્છામુક્ત થઈ જાય છે. નિરપેક્ષ અને અનપેક્ષ થઈ જાય છે. બાકી ઈચ્છા તો દુઃખને જ જન્મ આપે છે. ખરેખર, જેટલી ઈચ્છા વધારે કરો, પછી રામ વનવાસ જઈને જ રહેશે. સુખ મેળવવાની ચાહના જ દુઃખ આપે છે. સુખ મેળવવા માટે જ દુઃખ પેદા થાય છે. સુખના પ્રયત્નો કરવા જતાં જ દુઃખ આવે છે. અતિત દુઃખ આપે છે, ભવિષ્ય ચિંતા ઉપજાવે છે જ્યારે વર્તમાન જ માણસને વ્યવહારુ બનાવે છે. એક સત્યને ભૂલવું નહીં કે સુખનો અતિરેક અંતે દુઃખમાં જ પરિણમે છે. દૂધપાકનો એક પ્યાલો પીએ તો સુખ મળે. બે-ત્રણ પીએ તો પણ સુખ મળે, પણ જો દસ-બાર પ્યાલા પીએ તો કદાચ બીમાર પણ પડી જઈએ. જીવનનું પણ આવું જ છે. સુખની અનંતકામનામાંથી દુઃખનો જન્મ થાય છે.
    [9] ભૂલ :
    ભૂલના કારણે દુઃખ આવે છે. ભૂલના કારણે જે દુઃખ આવે છે, તે ભૂલ મટવાથી સમાપ્ત થઈ જાય છે. તમે વ્યપારી છો. હિસાબમાં ભૂલ થાય છે, તો તમે દુઃખી થઈ જાવ છો. આ દુઃખનું નિવારણ ફિલ્મ, સંગીત કે કથા નથી. ત્યારે ટીવી ચાલુ હશે તો પણ સુખ નહીં મળે. પણ મુનિમજી આવીને ભૂલ બતાવશે કે સુધારી દેશે, તો તરત તમે સુખી થઈ જશો. કહેશો-ટીવી ઓન કરો. હિસાબ બરાબર થઈ ગયો. તમે સુખી થઈ ગયા. આપણા જીવનના મોટા ભાગનાં દુઃખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુઃખો ટકાઉ નથી. ભૂલ સુધરી. દુઃખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું ફળ સત્ય બોલો તો દુઃખ ગયું. દુઃખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુઃખ ગયું. આ પાકું સૂત્ર છે. આ બધાં સૂત્રો નિંભાડામાંથી નીકળેલ પાકી ઈંટો છે. તેનાથી તો પ્રસાદ (ભવન) બની શકે છે.
    [10] ભય :
    તમે જાણો છો કે આ કરવા જેવું નથી, છતાં તમો કરો છો તેથી તમને દુઃખ થાય છે. શું બધા નથી જાણતા કે ખરાબ નજર કરવી બરાબર નથી ? છતાં બધા કરે છે. સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુઃખ ઉત્પન્ન કરે છે. અધર્મ દ્વારા જે ધન ઉપાર્જન કરો છો તો ધન ભય જ આપશે. તમારી દષ્ટિમાં તે સુખ હોઈ શકે, પણ ભય તો કરશે જ. ટ્રેનમાં જે ટિકિટ જોવા આવે છે, તે જો કોઈ પાસેથી વધારાના કે ખોટા પૈસા લેશે તો તે ભયભીત રહેશે. પણ કુલીને કોઈ ભય નહીં હોય. પૈસા વધારે લેવાવાળો અધર્મ કરે છે, તો સૂક્ષ્મ ભય તેના પાછળ હોવાનો જ. ચેન નહીં મળે. અધર્મના આશ્રયથી કરેલ ભોગ બે વસ્તુ આપશે : રોગ અને અપયશ. અધર્મની છાયામાં ધર્મ પણ કરશો, તો તે પણ વિનાશ જ કરશે. અધર્મના આશ્રયથી આવેલ ધન તમે પુણ્યમાં લગાવશો, છતાં હિસાબ પૂરો નહીં થાય. તે આપણામાં જડતા, વિકાર, અનિત્યના વગેરે ગરબડો પણ ઊભી કરશે. આપણે દષ્ટા નથી. જે દ્રષ્ટા બને છે તેમનું દુઃખ સમાપ્ત થઈ જાય છે.

    Sunday 27 October 2013

    દીપાવલી : પાંચ દિવસનું પર્વ

    આપણે ત્યાં શિવરાત્રિ, હોળી, મકરસંક્રાંતિ, જન્માષ્ટમી, રામનવમી એમ વિવિધ ઉત્સવ ઊજવાય છે, પરંતુ બધાં જ તહેવારોમાં સૌથી વધારે મહત્ત્વ દીપાવલીનું છે. દીપાવલીને પંચપર્વ પણ કહે છે, કારણ કે આ પર્વ ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ એમ પાંચ દિવસ સુધી સતત મનાવવામાં આવે છે. આપણાં બધાં જ પર્વોની જેમ દીપાવલી પણ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો સંદેશ આપે છે. આ પંચપર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પંચપર્વનું મહત્ત્વ તથા તેની સાથે જોડાયેલી કથાઓ વિશે જાણીએ
    દીપાવલી દીપોનો એટલે કે પ્રકાશનો તહેવાર છે. દીપાવલી એક એવું પર્વ છે જેને આપણે સૌથી મોટું પર્વ કહી શકીએ. દીપાવલી હિન્દુઓનું સૌથી મોટું પર્વ છે. દીપાવલી વાસ્તવમાં એક દિવસનું નહીં, પરંતુ પાંચ દિવસનું પર્વ છે. આસો સુદ તેરસ એટલે કે ધનતેરસથી લઈને કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજ સુધી દીપાવલી મનાવવામાં આવે છે. દીપાવલીમાં દીપ પ્રગટાવવાનું તથા લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ દરમિયાન લોકો ઘરની સાફ-સફાઈ કરે છે, ઘરના આંગણાને રંગોળીઓથી સજાવે છે, દરવાજે આસોપાલવનાં તોરણો બાંધે છે, નવાં કપડાં પહેરે છે, મીઠાઈ ખાય છે અને ફટાકડા ફોડીને આનંદ કરે છે. આમ, દીપાવલી હર્ષોલ્લાસ અને આનંદનું સૌથી લાંબું પર્વ છે.
    ધનતેરસ
    પંચપર્વ દીપાવલીની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજી, ધન્વંતરી અને યમરાજનું પૂજન કરવામાં આવે છે. લક્ષ્મીજી ધનનાં દેવી છે. તેઓ સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં હતાં અને ભગવાન વિષ્ણુને વર્યા હતાં. ધનતેરસના દિવસે ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ મેળવવા માટે રાત્રે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન સાથે ગરીબ ખેડૂતની કથા જોડાયેલી છે. લક્ષ્મીજીએ કહ્યું છે કે ધનતેરસના દિવસે મારું પૂજન કરવાથી હું તે ઘરમાં વાસ કરીશ. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવાની પણ પરંપરા છે. એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે ધનતેરસે કોઈ નવી વસ્તુ ખરીદવામાં આવે તો તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ જ દિવસે ધનના દેવતા કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.
    લક્ષ્મીજીની જેમ દેવતાઓના વૈદ્ય ધન્વંતરી પણ સમુદ્રમંથન દરમિયાન હાથમાં અમૃતકળશ લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતી મનાવવામાં આવે છે. તેઓ હાથમાં વાસણ (કળશ) લઈને પ્રગટ થયા હોવાથી ધનતેરસના દિવસે નવાં વાસણ ખરીદવાની પરંપરા છે. વૈદ્ય, હકીમ અને બ્રાહ્મણો સહિત અનેક લોકો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પૂજન કરે છે, કારણ કે સારા સ્વાસ્થ્ય વગર ધન શું કામનું?
    ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજના પૂજનનું પણ વિધાન છે. તેની પાછળ અનેક રસપ્રદ કથાઓ જોડાયેલી છે. આ પૂજા દિવસે નહીં, પરંતુ રાત્રે કરવામાં આવે છે. આ દિવસે યમરાજના નિમિત્ત દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. તેના માટે દક્ષિણ દિશામાં દીવો કરવામાં આવે છે જેને જમદીવો કહે છે. એવું કહેવાય છે કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું.
    કાળીચૌદશ
    દીપાવલીના એક દિવસ પહેલાં કાળીચૌદશ હોય છે. જેને રૂપ ચૌદશ કે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળીચૌદશને નાની દિવાળી પણ કહે છે. આ દિવસે ચારે બાજુ દીવાઓ પ્રગટાવવામાં આવે છે. માતાજીનાં બે રૂપ છે. તેમાંથી એક છે, સૌમ્ય અને બીજું છે રૌદ્ર. કાળીચૌદશના દિવસે મહાકાળીના રૌદ્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ જ દિવસે હનુમાન પૂજાનું પણ વિધાન છે. આ દિવસ તાંત્રિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.
    આપણા અન્ય તહેવારોની માફક કાળીચૌદશ પણ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તેથી આ ચૌદશ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. નરકાસુરના વધ બાદ તેણે બંધક બનાવેલી સોળ હજાર એક સો કન્યાઓને મુક્ત કરાવી હતી. નરકાસુરના અત્યાચારમાંથી મુક્તિ મળતાં સૌ નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. શ્રીકૃષ્ણના શરીરમાંથી નરકાસુરના લોહીની દુર્ગંધ આવતી હતી. તેને દૂર કરવા માટે તેમને સુગંધિત તેલથી માલિશ કરી સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારથી કાળીચૌદશના દિવસે શરીર પર તેલથી માલિશ કરીને સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ.
    રૂપ ચતુર્દશી નામ પાછળ પણ એક કથા સંકળાયેલી છે. તે અનુસાર હિરણ્યગર્ભ નામના પ્રદેશમાં એક યોગીએ ભગવાનને પામવા માટે સમાધિ ધારણ કરી. આ દરમિયાન તેમના શરીરમાં કીડા પડી ગયા અને તેમનો દેખાવ કદરૂપો બની ગયો. નારદજીએ યોગીનું આ રૂપ જોઈને તેને ફરીથી સ્વરૂપવાન બનવા માટે આસો વદ ચૌદશનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત કરવાથી તે યોગી સ્વરૂપવાન બની ગયો. ત્યારથી કાળીચૌદશ રૂપચૌદશ તરીકે ઓળખાવા લાગી. સ્વરૂપવાન બનવાની કામના સાથે સ્ત્રીઓ આ દિવસે શૃંગાર કરે છે. કાળીચૌદશના દિવસે પણ અકાળ મૃત્યુ રોકવા અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે યમરાજનું પૂજન કરવામાં આવે છે.
    દીપાવલી
    દીપાવલીને દિવાળી પણ કહે છે. દીપાવલી શબ્દ દીપ તથા આવલીની સંધિથી બનેલો છે. દીપ એટલે દીવો અને આવલી એટલે પંક્તિ. આમ, દીપાવલીનો અર્થ છે દીવાઓની પંક્તિ. તેથી જ દીપાવલીને દીપોત્સવ પણ કહે છે. ભારતમાં મનાવવામાં આવતા તહેવારોમાં દીપાવલીનું મહત્ત્વ વિશેષ છે. તેને દીપોત્સવ પણ કહે છે. તે સંદેશ આપે છે કે 'તમસો મા જ્યોતિર્ગમય' એટલે કે અંધારામાંથી પ્રકાશ તરફ જાઓ. આ જ ઉપનિષદોની આજ્ઞા છે. જેને દરેક ધર્મના લોકો માને છે. દીપાવલીની ઉજવણી પાછળ સૌથી મોટી માન્યતા એ છે કે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. પોતાના પ્રિય રાજા રામના આગમનથી અયોધ્યાવાસીઓ ઉલ્લાસમાં આવી ગયા અને શ્રીરામના સ્વાગત માટે નગરમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા. આસો વદ અમાસની અંધારી રાત્રિ દીવાઓના પ્રકાશમાં ઝગમગી ઊઠી ત્યારથી દિવાળી ઊજવવાની શરૂઆત થઈ.
    દીપાવલી વર્ષ (વિક્રમ સંવત)નો છેલ્લો દિવસ છે. વેપારીઓ પોતાની દુકાન કે કાર્યસ્થળની સાફ-સફાઈ કરીને શારદા (ચોપડા) પૂજન તથા લક્ષ્મીપૂજન કરે છે અને આવનારું વર્ષ સુખ-સમૃદ્ધિથી સભર રહે તેવી કામના કરે છે. દિવાળીના દિવસે લોકો ગણેશ, સરસ્વતી અને લક્ષ્મીજીનું પૂજન કરે છે અને ઘરને દીવાઓથી ઝગમગાટ કરી દે છે. નવાં કપડાં પહેરે છે, ઘરના આંગણામાં રંગોળી બનાવે છે તથા આતશબાજી કરે છે. આમ, ધૂમધામપૂર્વક દિવાળીની ઉજવણી થાય છે. મહાવીર સ્વામી દિવાળીના દિવસે જ નિર્વાણ પામ્યા હતા.ળનૂતન વર્ષ
    દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ ઊજવવામાં આવે છે. આ દિવસથી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. નૂતન વર્ષની નવ પ્રભાતે સૂર્યનો પ્રકાશ દરેક મનમાં નવી આશાઓનો ઉજાસ પાથરે છે. નવું વર્ષ નવી આશાઓ અને નવા વિચારો લઈને આવે છે. આ દિવસે લોકો ગયા વર્ષનાં મનદુઃખ, વેરભાવ, કડવાશ, ખારાશ એમ તમામ અવગુણોને ત્યજીને સૌને સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન કે હેપ્પી ન્યૂ યર કહીને નવા વર્ષની શુભકામનાઓ આપે છે.
    નૂતન વર્ષના પ્રથમ દિવસે બધાં જ લોકો પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે છે. જ્યારે વડીલો તેમને બક્ષીસ આપે છે. આ દિવસે બધાં જ લોકો નવાં કપડાં પહેરે છે. આંગણાને સુંદર રંગોળીથી સજાવે છે. દરવાજે આસોપાલવનાં તોરણ સજાવે છે. લોકો સંબંધીઓ અને પડોશીઓના ઘરે જાય છે. મહેમાનોને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે.
    નૂતન વર્ષનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગોવર્ધન પૂજા થાય છે. ગાયના છાણથી ગિરિરાજ ગોવર્ધનનાથનું સ્વરૂપ બનાવવામાં આવે છે. આ ગોવર્ધનનાથની પરિક્રમા અને પૂજન કરવામાં આવે છે. નૂતન વર્ષે દરેક મંદિરોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે.
    ભાઈબીજ
    કારતક સુદ બીજનો દિવસ ભાઈબીજ કે યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ દિવસ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહને વ્યક્ત કરે છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે ભોજન કરવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ પરંપરા પાછળ એક ધાર્મિક કથા સંકળાયેલી છે. યમુનાજી વારંવાર પોતાના ભાઈ યમરાજને મળવા જાય, પરંતુ તેઓ જ્યારે ભાઈના ઘર પાસેથી પસાર થતાં ત્યારે તેમની નજર યમપુરી પર પડતી. યમપુરીમાંથી આવતા જીવોના ચિત્કારો અને પીડાત્મક આર્તનાદ સાંભળીને યમુનાજીનું કોમળ હૃદય દ્રવી ઊઠતું. યમુનાજીને પોતાના ભાઈ યમરાજ ખૂબ જ વહાલા હતા, તેથી તેમને પોતાને ત્યાં ભોજન કરવાનું વારંવાર આમંત્રણ આપે, પરંતુ યમરાજ કામમગ્ન હોઈ જઈ શકતા નહીં. એક દિવસ અશ્રુભીની આંખે કારતક સુદ બીજના દિવસે જમવા પધારવા માટે યમુનાજીએ યમરાજને વિનંતી કરી. બહેનની આંખમાં આંસુ જોઈને યમરાજે જમવા પધારવાનું આમંત્રણ આપ્યું. યમરાજ પોતાની બહેનને ત્યાં પોતાનું વચન પૂરું કરવા પરિવાર સહિત પધાર્યા. ભોજન કર્યા પછી યમરાજે યમુનાજીને વસ્ત્રાલંકારો આપ્યાં અને હજુ પણ કંઈ માગવું હોય તો માગવા જણાવ્યું. ત્યારે યમુનાજીએ માગ્યું કે, "આપ કૃપા કરીને યમપુરીમાં પીડાઈ રહેલાં જીવોને મુક્ત કરો."
    યમરાજે કહ્યું, "બહેન, મારું કાર્ય જીવોને તેમનાં કર્મ પ્રમાણે દંડ આપવાનું છે, પરંતુ તેં મારી પાસે વચન માગ્યું છે, તેથી હું તને વચન આપું છું કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના જળમાં સ્નાન કરી તારા જળરૂપી અમૃતનું પાન કરશે તથા જે ભાઈ બહેનના ઘેર જઈને ભોજન કરી ભેટ આપશે તેને કદીયે યમ કે યમપુરીનો ભય નહીં રહે."

    કેટલીક લાચારી માણસે શીખી લીધેલી હોય છે!


    શીખી લીધેલી લાચારીમાં વ્યક્તિએ ભૂતકાળના નકારાત્મક અનુભવો પરથી લાચારી શીખી લીધી હોય અને તે પણ એ હદ સુધી કે જીવનમાં આગળ વધવાની તક મળે તો તેઓ તેનો પણ અસ્વીકાર કરી દે છે
    પ્રિયાંશ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. ગણિત વિષય એ એની સમજ બહારનો હોય, એવું એનું માનવું છે. ગણિતના વિષયનો વર્ગમાં પિરિયડ આવે અને તેના જાણે મોતિયા મરી જાય! ગણિતના નિયમો, સિદ્ધાંતો તેની સમજમાં જ ન આવે. આથી, સ્વાભાવિક રીતે જ ગણિતના વિષયનું પરિણામ ખૂબ ઓછું આવ્યું! તેનાં મમ્મી-પપ્પા તો આકુળ-વ્યાકુળ થઈ ગયાં અને તેનું ગણિતનું ટયુશન શરૂ કરાવડાવી દીધું. તેમ છતાં, પ્રિયાંશને હજુ બરાબર ગતાગમ નહોતી પડતી. ત્યારબાદ ફરી ગણિતનું એ જ પરિણામ અને પ્રિયાંશની હાલત જેમની તેમ! તેમાં કંઈ જ સુધારો ન હતો. આમ થવાથી પ્રિયાંશના આત્મવિશ્વાસ ઉપર ઊંડી અને વિપરીત અસર થઈ. તેના આત્મવિશ્વાસની કમી માત્ર ગણિતના વિષય પૂરતી સીમિત ન રહેતાં બીજા વિષયો ઉપર પણ પડવા માંડી. ભણવામાં તેનો રસ ઊડી ગયો અને તેનું પરિણામ વધારે ને વધારે નબળું થતું ગયું. તે હવે ભણવા જ નહોતો માગતો, ચોપડીઓ ખોલવાની તો વાત જ દૂર રહી, જાણે કે તેણે મનથી પોતાની લાચારી સ્વીકારી લીધી હતી.
    તન્વીની વાત આનાથી કંઈક અલગ હતી. તેણીએ એમબીએ સુધી અભ્યાસ કર્યો હતો અને તેનાં લગ્ન વિશેની ચિંતા તેનાં માતા-પિતાને સતાવતી હતી. તન્વી આ વિષય પર વાત કરવા પણ તૈયાર નહોતી થતી. તેણીએ લગ્ન કરવા માટે ના પાડી દીધી. તેનાં મમ્મી-પપ્પા ચિંતાતુર થઈ ગયાં અને તેમણે એક વાર તન્વીને પાસે બેસાડી પ્રેમથી આ માટેનું કારણ પૂછયું તો તે રડી પડી. વાત એમ હતી કે કોલેજના અભ્યાસ દરમિયાન તન્વી એક છોકરાના પ્રેમમાં હતી. લગભગ છ-આઠ મહિનાના પ્રેમસંબંધ બાદ તે સંબંધ તૂટી ગયો. ત્યારબાદ તેના એક સહકર્મચારી સાથે તેણીને પ્રેમસંબંધ થયો. તે પણ ત્રણેક મહિનાના ટૂંકા સમયમાં જ તૂટી ગયો. આથી, હવે જાણે કે તેણીએ મનથી સ્વીકારી લીધું કે તે લગ્નસંબંધને યોગ્ય નથી. આ મામલામાં-જીવનમાં તેણીએ પોતાની લાચારી સ્વીકારી લીધી હતી અને હવે તે કોઈ પણ સંબંધમાં જોડાવા તૈયાર નહોતી.
    આ બંને કિસ્સામાં જણાય છે કે બે-ત્રણ વખતની નિષ્ફળતાને કારણે વ્યક્તિ પછીથી પોતાની જાતને પણ નિષ્ફળ માનવા લાગે છે અને તે પોતાની લાચારી સ્વીકારી લે છે, જેને 'શીખી લીધેલી લાચારી' (Learned Helplessness) કહેવાય છે. આ એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિ કે પ્રાણીએ લાચારી શીખી લીધી હોય. પોતાના ભૂતકાળના નકારાત્મક અનુભવો પરથી અને તે પણ એ હદ સુધી કે જીવનમાં આગળ વધવાની તક મળે તો તેઓ તેનો પણ અસ્વીકાર કરી દે છે અને અણગમતા થઈ પડેલા સંજોગો, પરિસ્થિતિ, ઘટનાની અવગણના કરવા માંડે છે. આ વિશેની આકસ્મિક શોધ માર્ટિન સેલિગ્મેન અને સ્ટીવન એફ. મેયર નામના બે સાયકોલોજિસ્ટે, પેન્સિલવિનિયાની યુનિ.માં ૧૯૬૭ દરમિયાન કરી હતી.
    તેઓ પાવલોના કન્ડિશનિંગના પ્રયોગો ઉપર વધુ રિસર્ચ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે નોંધ્યું કે, કૂતરાને વારંવાર એક જ જગ્યા પર હળવા કરંટના ઝટકા આપવામાં આવે કે જેમાંથી તે કંઈ પણ કરે તોપણ બચી ન શકે. ત્યારબાદ આ જ કૂતરાને તેઓ બીજા એક રૂમમાં લઈ જતાં અને ત્યાં એવી વ્યવસ્થા હતી કે તે જો નાની એવી દીવાલ કૂદી જાય તો તે આ હળવા કરંટથી બચી શકે, પરંતુ તેના પહેલાંના અનુભવના આધારે તેણે શીખી લીધું હતું કે તે કંઈ પણ કરે તોપણ આ કરંટથી બચી શકે એમ નથી, આથી તે તેની સામે રહેલી તકને પણ બેધ્યાન કરી દે છે અને કૂદતો નથી. તે ત્યાં ને ત્યાં જ ઊભો રહીને કરંટ ખાયા કરે છે. આ વર્તનને તેમણે 'શીખી લીધેલી લાચારી -Learned Helplessness' તરીકે ઓળખાવી હતી. ત્યારબાદ આ પ્રયોગ વારંવાર અલગ-અલગ જગ્યાઓ પર, અલગ-અલગ લોકો પર કરવામાં આવ્યો, જેમાં પણ આ પ્રકારનાં પરિણામો જ મળ્યાં.
    શું આ શીખી લીધેલી લાચારીને આપણી રોજબરોજની જિંદગી સાથે કંઈક સંબંધ છે? ઉપરના જ બે કિસ્સાઓ વિશે વિચારો! સતત મળતી નિષ્ફળતા, નોકરીમાં, અભ્યાસમાં, લગ્ન કે પ્રેમસંબંધોમાં, પોતાના વેપારમાં વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને પોતાનો આ દરેક ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી એમ ધીમે ધીમે માનવા લાગે છે. નવો વેપાર, નવો સંબંધ કે નવા અભ્યાસ માટે તક મળતી હોય તોપણ તેને અવગણે છે અને તે કરતા પહેલાં જ પોતાની હાર સ્વીકારી લે છે.
    વ્યક્તિ પોતાના પરથી આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. તેને પોતાના દરેક પ્રયત્નો વ્યર્થ લાગે છે અને પોતાની જાતને નિષ્ફળતા સામે ઘૂંટણિયે પાડી દે છે. આ 'શીખી લીધેલી લાચારીને' ઉદાસી રોગ સાથે સીધો સંબંધ હોવાનું અનેક સર્વેક્ષણોમાં જાણવામાં આવેલ છે અને ચિંતા-સ્ટ્રેસ સાથે પણ! એવું સાબિત થયેલ છે કે લાંબા ગાળાનો સ્ટ્રેસ-ચિંતા છેવટે આ પ્રકારની લાચારીમાં પરિણમે છે અને આ લાચારી ઘણી બધી ગંભીર માનસિક તથા શારીરિક બીમારીને નોતરી શકે છે.
    આવી જ લાચારી ધૂમ્રપાન કરતા કે રોજેરોજ દારૂ પીતા કે નશીલી દવાનું સેવન કરતાંને પણ થતી હશે! ઘણી કોશિશો કરવા છતાં તેઓ ઘણી વાર તેમાંથી છુટકારો નથી મેળવી શકતા. આથી જો કોઈક વાર તેમને એમ થાય કે આ દવા કરવાથી છૂટી જશે પરંતુ તેમની શીખી લીધેલી લાચારી તેમને આ માટેની મદદ લેતાં અટકાવે છે અને પરિણામે તે તેનો વધુ ને વધુ બંધાણી થતો જાય છે.
    શું આમ થતું અટકાવવાનો કોઈ રસ્તો ખરો! વ્યક્તિ આમાંથી બહાર આવી શકે ખરી! પોતાની શીખી લીધેલી લાચારીને ભૂલીને - overcome કરીને આગળ વધી શકે ખરી! તો તેનો જવાબ છે હા! આવા સમયે તમારા મિત્રો, સગાં-સંબંધીઓ, હિતેચ્છુઓની સલાહ લો. તમારા જીવનની હકારાત્મક બાબતો, હકારાત્મક અનુભવો, ખુશી-આનંદની પળોનો વિચાર કરો. મેડિટેશન-યોગ તમને લાભદાયી થઈ શકે છે. વિચારો કે ભલે હમણાં આ લાચારીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ તેમાંથી બહાર નીકળવાની કોશિશો બંધ ન કરો. દરેક પળે નવી તકો જિંદગીમાં આવતી જ હોય છે, આથી આ પરિસ્થિતિનો સ્વીકાર કરી, તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નોમાં લાગી જાઓ. નાસીપાસ થયા વગર સતત પ્રયત્નો કરતા જ રહો. એટલે જ કહેવાયું છેને, 'કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી!'
    સતત પરિશ્રમ કરતા રહો. ત્યારબાદ પણ જો ન બહાર આવી શકો તો મનોચિકિત્સક પાસે જતાં પણ અચકાશો નહીં! આ માટેની દવાઓ ઉપરાંત CBT - સાઇકોથેરાપીની મદદથી પણ તમે આ શીખી લીધેલી લાચારીને ભૂલીને આગળ વધી શકો છો!
    અને હા, છેલ્લી વાત, સતત સફળતા પામતા લોકો 'શીખી લીધેલા વિશ્વાસ'ને આધારે જ આગળ વધતા હોય છે. માણસ ઇચ્છે તો 'કેળવેલી લાચારી'માંથી 'કેળવેલા વિશ્વાસ' તરફ અચૂક જઈ શકે છે.

    Tuesday 27 August 2013

    દુ:ખ નું કારણ



    એક જોકરે લોકોને એક જોક્સ કીધો,લોકો ખૂબ હસ્યા...

    ફરીથી જોકરે એ જ જોક્સ પાછો કીધો,ત્યારે થોડા ઓછા લોકો હસ્યા...

    વળી પાછો એ જ જોક્સ કીધો ત્યારે કોઇ પણ ના હસ્યુ...

    ત્યારે એ જોકરે ખૂબ સરસ વાત કીધી કે

    "જો તમે એક ખૂશીને લીધે વારંવાર હસી સકતાં નથી,તો પછી

    તમે એક જ દુઃખને લઇને વારંવાર કેમદુઃખ થાવ છો???

    આપણે બધા ખાસ છીએ – આ વાત ક્યારેય ન ભૂલતા.

    એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’
    ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે.

    જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમા…ં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ પણ આ નોટ કોને જોઈએ છે?’ ફરી હાથ ઉપર થવા લાગ્યા.

    ‘ભલે’ કહી એણે એ સો રૂપિયાની નોટ જમીન પર ફેંકી પોતાના બૂટ નીચે કચડી. ફરી ઊંચકી અને ડૂચો વળેલી, પગ નીચે ચગદાયેલી એ નોટ ઊંચી કરી પૂછ્યું, ‘હજુય આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?’ છતાં ય બધાના હાથ ઉપર થયા.

    ‘મારા પ્રિય મિત્રો. ખૂબ મહત્વની વાત આજે આપણે શીખ્યા છીએ. આ નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમને જોઈએ છે, કારણ કે તમને ખબર છે કે એનાથી એની કીંમત ઘટશે નહીં.

    અત્યારે પણ એ સો રૂપિયાની નોટ જ છે. આવી જ રીતે ઘણીવાર જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણય કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઈ સંકોચાઈ જઈએ છીએ. આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામા થઈ ગયા છીએ પણ એવું નથી. કંઈ પણ થાય છતાં આપણી કીંમત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ – આ વાત ક્યારેય ન ભૂલતા.’

    શીખવાડજે પ્રભુ



    સફળતા નહિ આપે તો ચાલશે,
    નિષ્ફળતાને ધીરજથી હેન્ડલ કરતા શીખવાડજે પ્રભુ

    ધન દોલત નહિ આપે તો ચાલશે,
    કોઈ ગરીબને પ્રેમથી ગળે મળતા શીખવાડજે પ્રભુ

    બહુ પ્રસિદ્ધિ નહિ આપે તો ચાલશે,
    કોઈ અજાણ્યાને પોતાનો ગણતા શીખવાડજે પ્રભુ

    વધારે આયુષ્ય નહી આપે તો ચાલશે,
    સુંદર રીતે જીવી, સુંદર રીતે મરતા શીખવાડજે પ્રભુ

    સારી વાક્છટા નહિ આપે તો ચાલશે,
    કઈ ખરાબ બોલતા પહેલા ડરતા શીખવાડજે પ્રભુ

    સારું શરીર શૌષ્ઠવ નહિ આપે તો ચાલશે,
    ભારોભાર અન્યાય સામે લડતા શીખાવાડજે પ્રભુ

    બહુ બુદ્ધિ નહિ આપે તો ચાલશે,
    જેટલી છે એ સારી રીતે વાપરતા શીખવાડજે પ્રભુ

    ઉડવા માટે પાંખો નહિ આપે તો ચાલશે,
    કોઈના દિલમા ખૂબ ઊંડા ઉતરતા શીખવાડજે પ્રભુ...

    આજનાં જમાની વાસ્તવિકતાં



    દરેક ખુશી છે અહિ લોકો પાસે
    પણ હસવા માટે સમય નથી...
    દિવસ-રાત દોડતી દુનિયા મા
    જિંદગી માટે પણ સમય નથી...

    મા ના હાલરડાં નો અહેસાસ છે
    પણ મા ની મમતા માટે સમય નથી...
    બધા સંબંધો તો મરી ગયા જાણે
    પણ તેમને દફનાવવાનો સમય નથી...

    બધા નામ મોબાઈલ મા છે પણ
    મિત્રતા માટે સમય નથી...
    પારકા ઓ ની શું વાત કરવી
    પોતાના માટે પણ સમય નથી...

    આંખો મા છે ઊંઘ ઘણીયે
    પણ સુવા મટે સમય નથી...
    દિલ છે ગમો થી ભરેલું
    પણ રોવા માટે સમય નથી...

    પૈસા ની દોડ મા એવા દોડ્યા
    કે થાકવા નો પણ સમય નથી...
    પારકા અહેસાનો ની શુ કદર કરીએ
    જ્યાં પોતાના સપના ની જ કદર નથી...

    તુ જ કહે મને એ
    શુ થશે આ જિંદગી નુ...
    દરેક પળે મરવા વાળા ને
    જિવવા માટે પણ સમય નથી..!!

    માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે

    એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી.

    તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અધ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું !

    બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટેટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધાના બટેટા બેગમાં સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું.

    વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે.

    નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.

    ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે. બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે.

    ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે. લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે.

    માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે…

    Saturday 27 July 2013

    અકબર બીરબલ વાર્તા (ઈશ્વરના રૂપ)

     બાદશાહે એક વખત બીરબલને સવાલ કર્યો કે જો ઈશ્વર એક જ છે, તેના સિવાય કોઈ બીજાનું અસ્તિત્વ નથી તો પછી આટલા બધા દેવી-દેવતાઓનો શું અર્થ છે?

    બીરબલે દિવાને ખાસના પહેરા પર ઉભેલ એક સંતરીને બોલાવીને તેની પાઘડી તરફ ઈશારો કરતાં બાદશાહને પુછ્યું કે તે શું છે? અકબરે હસતાં જવાબ આપ્યો, પાઘડી!

    બીરબલે સંતરીને પાઘડી ખોલવા માટે કહ્યું... તેણે અચકાતા પોતાની પાઘડી ખોલી દિધી. બીરબલે તેણે કમરમાં બાંધવા માટે કહ્યું, સંતરીએ એવું કર્યું. પછી બીરબલે ફરીથી બાદશાહને પુછ્યું કે તે શું છે? અકબરે કહ્યું, કમરબંધ!પછી બીરબલે પોતાની પાઘડીને પોતાના ખભા પર મુકવા કહ્યું અને અકબરને પુછ્યું કે આ શું છે? અકબરે કહ્યું, ખેસ.બીરબલે તે વસ્ત્રને પોતાના હાથમાં લઈને પુછ્યું- પણ હકીકતમાં આ છે શું? અકબરે પણ પુછ્યું- શું છે? બીરબલે કહ્યું, કપડુ.
    ત્યારે બીરબલે કહ્યું- આ રીતે ભગવાન પણ એક જ છે, પરંતુ પોતાના ભક્તોને પોતાની ભાવનાને અનુસાર અલગ અલગ રૂપે દેખાઈ દે છે.
    આ ઉદાહરણને લીધે અકબરની નજરમાં બીરબલનું માન વધારે વધી ગયું.

    જીવનમાં ગુરૂનું મહત્વ


    શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
    મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

    ધર્મ એટલે શું ?


    ઉત્તમ ધર્મના દસ અંગ છે-

    1. ક્ષમા :
    સહનશીલતા. ક્રોધને ઉત્પન્ન ન થવા દેશો. ક્રોધ ઉત્પન્ન થાય તો પોતાના વિવેકથી, નમ્રતાથી તેને વિફળ કરી દો. પોતાની અંદર ક્રોધનું કારણ શોધવું, ક્રોધથી થનાર અનર્થોનો વિચારવા, બીજાઓની બેસમજી પર ધ્યાન ન આપવું. ક્ષમાના ગુણોનું ચિંતન કરવું.

    2. માર્દવ :
    ચિત્તમાં મૃદુતા અને વ્યવહારમાં નમ્રતા હોવી.

    3. આર્દવ :
    ભાવની શુદ્ધતા. જે વિચારો તે કહો. જે કહો તે કરો.

    4. શૌચ:
    મનમાં કોઈ પણ પ્રકારનો લોભ ન કરવો. આસક્તિ ન રાખવી. શરીરની પણ નહિ.

    5. સત્ય :
    યથાર્થ બોલવું. હિતકારી બોલવું. થોડુ બોલવું.

    6. સંયમ :
    મન, વચન અને શરીરને કાબુમાં રાખવું.

    7. તપ :
    મલીન વૃત્તિઓને દૂર કરવા માટે જે બળ જોઈએ તેને માટે તપસ્યા કરો.

    8. ત્યાગ:
    પાત્રને જ્ઞાન, અભય, આહાર, ઔષધિ વગેરે સદવસ્તુઓ આપવી.

    9. અકિંચનતા :
    કોઈ પણ વસ્તુમાં મમતા ન રાખવી. અપરિગ્રહ સ્વીકાર કરવો.

    10. બ્રહ્મચર્ય :
    સદગુણોનો અભ્યાસ કરવો અને પોતાને પવિત્ર રાખવા.

    ઓછુ બોલો પરંતુ યોગ્ય બોલો

    પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી. આમ પણ વધારે ખાવુ અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે.

    સમજી વિચારીને ન બોલનાર અને વધારે પડતો બકવાસ કરનાર, યોગ્ય વિચાર કર્યા વિના બોલનાર, જે વિષયનું જ્ઞાન ન હોય તે વિષય પ્રત્યે પણ બોલનાર, ખોટુ બોલનાર ખાસ કરીને લજ્જાને પાત્ર હોય છે. એટલા માટે મનુષ્યને સમજી વિચારીને બોલવું જોઈએ અને જેટલી આવશ્યકતા હોય તેટલુ જ બોલવું જોઈએ.

    જેવી રીતે કે કોયલ અને કાગડો બંને દેખાવે તો એક જ હોય છે પરંતુ જ્યાર સુધી બોલે નહિ ત્યાર સુધી કંઈ ખબર નથી પડતી કે કોયલ છે કે કાગડો. એટલે કે જ્યાર સુધી કોઈ વાતચીત ન કરે બોલે નહિ ત્યાર સુધી તે વ્યક્તિમાં સારા ગુણ છે કે ખરાબ તેની કંઈ સમજ પડતી નથી. ક્યાંય ક્યાંય એવા માણસો પણ હોય છે કે જે ક્યારેય બોલતા નથી અને બોલે પણ છે તો સમજી વિચારીને. આવા સ્વભાવવાળા માણસોને લજ્જીત નથી થવું પડતું અને પછતાવું પણ નથી પડતું. એટલા માટે ઓછુ અને સારૂ બોલવું જ યોગ્ય છે. તેને માટે એક સત્ય એક લઘુવાર્તાના રૂપે નીચે આપેલ છે.

    એક ઉચ્ચ શિક્ષિત પરિવારનો યુવક ખુબ જ ઓછુ બોલતો હતો અને સવારે પણ ચુપ જ રહેતો હતો. કોઈએ તેને પુછ્યું કે તુ ચુપ કેમ રહે છે તો તેણે જવાબ આપ્યો કે ખોટુ અને ખરાબ બોલવા કરતાં ન બોલવુ સારૂ. આપણે જે કઈ બોલીએ છીએ તે હંમેશ માટે વ્યોમમાં અંકિત થઈ જાય છે. કાગડાની જેમ કા કા કરતાં તો ચુપ રહેવું સારૂ.

    નીતિમાં પણ કહ્યું છે કે- મૂર્ખનું બળ ચુપ રહેવામાં જ છે. અને બુદ્ધિમાન માટે આ શ્રેષ્ઠ અને આવશ્યક ગુણ છે. ગાંધીજીએ સાચુ જ કહ્યું છે કે ન ખરાબ સાંભળો, ન ખરાબ બોલો અને ન ખરાબ જુઓ. મૌન રહેવુ તે મૂર્ખનું બળ તો છે જ પણ સાથે સાથે વિદ્વાનનું આભુષણ પણ છે.

    Thursday 25 July 2013

    બાળપણ એક મધુર સ્મૃતી


    “યે દોલત ભી લેલો,
    યે શોહરત ભી લેલો,
    ભલે છીન લો મુજસે મેરી જવાની,
    મગર મુજકો લૌટા દો બચપન કા સાવન
    વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની”




    બાળપણ – એક એવી મીઠી મધુર યાજેજીવનના ગમે તેવા કપરા સમયમાં, તડકા છાયામાં, સુખ દુઃખમાં વ્યક્તિની સાથે રહે છે.વ્યક્તિ કઈ પણ ભૂલી શકે છે. બસ નથી ભૂલાતું તો આ નિર્દોષ, અને નિ:સ્વાર્થ બાળપણ.આ એક જ તો એ સમય છે જેનીસાથે જીવનની અમુલ્ય યાદો જોડાયેલી હોય છે અને એ કાયમી આપણી સાથે જ રહે છે.
    સ્વદેશમાં ભણીને વિદેશ ગયેલો છોકરો જ્યાં તે લાખો કમાતો હોય છતાં પોતાના ઘરની આસપાસ નાની નાની ગલીઓમાં રમેલી એ રમતો ક્યારેય ભૂલતો નથી. દીકરી વહાલનો દરિયો, જે પરણીને પોતાના પિયર થી હજારો માઈલ દુર ક્યાંક બેઠી હોય તો પણ એને ઘરનો એકે એક ખૂણો યાદ રહે છે. એ ક્યારેય ભૂલાતું નથી. સિત્તેર વર્ષના ડોશીમાં ને પણ એના બાળપણની એક નાની અમથી વાત યાદ આવી જાય તો પણ એના ચહેરા પર એક નિર્દોષ હાસ્ય રેલાય જતું હોય છે. છે કે નહિ? બાળપણ વસ્તુ જ એવી છે!!!
    મોટા ભાગે આપણે વાતની શરૂઆત કરતા કહેતા હોઈએ છીએ કે, “ હું જયારે નાનો હતો ને….” કે “નાની હતી ને….” એનો મતલબ એ કે વ્યક્તિ ગમે ત્યાં જાય, ગમે તે કરે, એનું બાળપણ એની ચામડી બનીને એની સાથે રહે છે. આપણા પપ્પા મમ્મી ને હજી એ યાદ હશે કે જયારે એ નાના હતા ત્યારે પાંચ પૈસા ની લાણી મળતી. એને એ પણ યાદ હશે કે એ સ્કુલમાં કેવા કલરની પાટી લઈને જાતા અને એમના શિક્ષક એમને દર શનિવારે કઈ પ્રવૃત્તિ કરાવતા. આજ વાત કદાચ તમે તમારા દાદા દાદી કે નાના નાની પૂછશો તો એમને પણ અક્ષરસ: યાદ હશે અને મને ને તમેન આજથી વર્ષો પછી કોક પૂછશે તો આપણને પણ યાદ જ હશે.  એવું તો શું છે આ બાળપણમાં? જવાબ દેવો સરળ નથી.
    વરસાદની ઋતુ આવે એટલે ઉનાળામાં ખાધેલા બરફના ગોલાની વધેલી સળીઓ માંથી માંડવો બનાવી એના પર મમ્મીને પૂછ્યા વગર લીધેલા પ્લાસ્ટિકના મોટા પાથરણા માંથી નાનો કટકો કાપી પાથરવામાં જે મજા હતી, એવી મજા હવે ક્યાં લેવા જાવી?
    દિવાળીની પહેલા ઘરમાં ચાલતી સફાઇઓમાં ક્યારેક ભૂલે-ચુકે બાળપણના જુના black and white  ફોટા જો હાથ માં આવી જાય તો બધા સફાઈકામમાં ઈન્ટરવલ પાડી એ ફોટા જોવા બેસી જાતા હોય છે, અને એ ફોટામાં જે નિર્દોષતા જોવા મળે, જે આનંદ થાય છે એ અમુલ્ય હોય છે. માણસના જીવનનો સૌથી મહત્વનો તબ્બકો જો કોઈ હોય તો એ બાળપણ જ છે. સંસારના બધા બંધનોથી અજાણ એટલે બાળપણ, નાત જાતના ભેદભાવો થી અજાણ એટલે બાળપણ, રાગ, દ્વેષ, કુળ, ઉચ્ નીચ, કાળા ગોરા, કામ, ક્રોધ, વાદ, અહંકાર વગેરે થી પણ અજાણ એટલે બાળપણ.
    ડ્રોઇંગબુકમાં મીણીયા કલર પુરવા, ચોપડીના પુઠ્ઠાપર બોલપેન માંથી રેલાય ગયેલી સાહી ના ડાઘા, દફતરના તૂટેલા નાકાંમાં સેડા વાળા રૂમાલની ગાંઠ, સવારે ઓઢી દિધેલા અને સાંજે તહેસ નહેસ થઇ ગયેલા વાળ, નોટમાં આડાઅવડા અક્ષરે લખેલો ગાયનો નિબંધ, અડધું પડધું ખાઈને ધીરે અવાજે પૂછાયેલો પ્રશ્ન “મમ્મી હવે રમવા જાવ????” આ બધું એટલે પણ બાળપણ, ટીચર જ સર્વસ્વ એવું દ્રઢ પણે માનવું અને બીજા કોઈનું કઈ ન માનવું એ બાળપણ, કેલેન્ડરના તારીખના પાના કોઈ ને પણ પૂછ્યા વગર ફાડીને એમાંથી હોળી બનાવી વરસાદના પાણીમાં ફેરવે એનું નામ બાળપણ. દરેક વસ્તુને પ્રશ્નાર્થની નજરે જોવે એ પણ બાળપણ અને સ્વાર્થ વગરનું આગ્રહ એટલે બાળપણ. નાફ્ફા વગર નો વેપાર અને ખોટ વગરનો ધંધો એટલે બાળપણ. કાર્ટુન ચેનલ, થાર્મોકોલ્નુંન ઘર, લાઇટ વાળી ગાડી, ગુડ્ડી ગુડ્ડાની શાદી એટલે પણ બાળપણ. “ચાલો હું ભણાવું બાકીના બધા ભણો” એ પણ બાળપણ, “ચાલો હું નોકરીએ જાવ ને તારે રસોઈ કરવાની હો….” હા એ પણ બાળપણ. નદી પર્વત, અંધારો પાડો, સ્ટેચ્યુ અને ગો એટલે બાળપણ, મમ્મી પપ્પાને તોતળા અવાજમાં ફરિયાદ એટલે પણ બાળપણ અને દાદી નાનીની જૂની સાડી માંથી કાપકૂપ કરી બનતી નવી નાની સાડી એટલે પણ બાળપણ. રવિવારની રાહ ને સોમવારે સ્કુલ જવાની ના એટલે બાળપણ, ક્રીમ વાળા બિસ્કીટ એટલે દુનિયાની સર્વશ્રેષ્ઠ વાનગી એવી માન્યતા એટલે પણ બાળપણ. ગારા વાળા પાણીમાં મોજ થી લેવાતા છબછબિયાં એટલે બાળપણ અને તડકામાં ભમરડાંની રમત એટલે પણ બાળપણ. દિવાળી કે ઇદના દિવસે સૌથી નાના બુટ મોજા કે મોજડી એટલે બાળપણ અને ઘરના કોઈક એક ખૂણે ઢગલાંબંધ પડેલા જુના-નવા, નાના-મોટા, રંગબેરંગી રમકડા એટલે પણ બાળપણ, ગાલના ગોટા પર સરકી પડતા બોર બોર જેવડા આંસુડા એટલે બાળપણ… મુઠ્ઠી ભરીને ખવાતી મુખવાસ એટલે બાળપણ અને આઈસ્ક્રીમ ખાઈ કપ સાચવી રાખવા એટલે પણ બાળપણ. ઘર-ઘર એટલે બાળપણ અને “હું માલા મમ્મીને કઈ દવ જો…….” એટલે પણ બાળપણ. તરબુચના બી ની રમત એટલે બાળપણ અને કપડા ધોવાનો ધોકો બને બેટ એટલે પણ બાળપણ. નાની નાની ચોટલીમાં ટચુકડાં બોરિયાની જોડી એટલે કે બાળપણ, મેળા માંથી ખરીદેલી લાલ કલરની બંદુક એટલે બાળપણ, જેના માટે થુંક એટલે ફેવિકોલ એ બાળપણ, કોઈપણ પ્રકારની કૃત્રિમતા વગરનું જીવન એટલે બાળપણ. પડોશીના ઘરના કાંચ તોડે ઈ બાળપણ, પ્લાસ્ટિકના જબલા માંથી પેરાશુટ બનાવે એ બાળપણ, રેતીના ઘર, પ્લાસ્ટીકના ચુલા, ગ્લુકોઝના બિસ્કીટની ચા અને મમરાના ભાત એટલે બાળપણ. વેશભૂષાના દિવસે કાજળ કે ચુનાથી બનાવેલી મૂછ એટલે પણ બાળપણ, સ્વાર્થની ગેરહાજરી અને નીર્દોસ્તાની પરાકાષ્ટા એટલે બાળપણ, પગાર વધારા કે લાભની આશા વગર કરાતું સોપ્યા વગરનું કામ એટલે બાળપણ. પ્રેમનો દરિયો ને વહાલની ગેલેક્સી એટલે બાળપણ. જેના માટે રાજા-રંક સમાન એ બાળપણ અને જેના માટે એના ઘરનું આંગણું જ આખું વિશ્વ એનું નામ બાળપણ…..
    એક વાર જઈ પાછુ ક્યારેય ન આવે તેવું છે આ બાળપણ…
    કદાચ હું લખતા લખતા થાકી જાવ અને તમે વાંચતા વાંચતા, છતાં જેનું વર્ણન પૂરું ન થાય એ બાળપણ….
    એક વાર આ બાળપણની નિર્દોષતા ચાલી જાય છે પછી પાછી ક્યારેય આવતી નથી. માણસ જીવન પર્યંત બાળક બની ને રહી શકતો નથી. આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે જો મને મારું બાળપણ પાછું મળી જાય તો કેટલુ સારું!!!! પણ અફસોસ યાદ સિવાય આપણી પાસે કઈ રેહતું નથી….જો માનવી જીવન ભર કદાચ એક બાળક બનીને રહી શકત તો કુછ ઓર બાત હોતી!!!!
    બધું ગુમાવી દેતા પણ બાળપણ પાછુ મળતું નથી અને એટલા માટે માણસ ઘણી વખત બાળપણને કૈઈક આવી રીતે યાદ કરે છે…..
    “યે દોલત ભી લેલો,
    યે શોહરત ભી લેલો,
    ભલે છીન લો મુજસે મેરી જવાની,
    મગર મુજકો લૌટા દો બચપન કા સાવન
    વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની”

    બાળપણ વિષે

    આજના બાળકોનુ બાળપણ જોઈને દુ:ખ થાય છે. આપણુ બાળપણ યાદ કરીએ તો શુ મસ્તી હતી. મદારીનો ખેલ, બુઢ્ઢિના બાલ, બરફનો ગોળો, સિતોડિયાની રમત, ચચૂકાની બાજી આજે પણ યાદ કરીએ તો એક અનોખો રોમાંચ જાગી જાય છે. શુ આપણા બાળકો પાસે છે આવુ બાળપણ ?

    આજે તો મોટાભાગના પતિ-પત્ની બંને કમાતા હોવાથી બાળકો ચાર દિવાલોમાં કેદ થઈ ગયા છે. મદારી વિશે તો તેમને માત્ર પુસ્તકમાં જ વાચ્યુ છે. રમતોમાં વીડિયોગેમ અને ટીવી સિવાય તેમની પાસે કશુ જ નથી. આઉટડોર ગેમ્સ રમતા બાળકો આજે ઘણા ઓછા જોવા મળે છે. બાળકોનુ બાળપણ પાછુ લાવવા માટે તમારે જ પ્રયત્નો કરવા પડશે.

    તેમને પ્રાણીસંગ્રહાલયથી લઈને પાર્કમાં ફરવા લઈ જવાનુ શરૂ કરી દો. રમવાથી રોકશો નહી. આસપાસના નાના કામોમાં તેમની મદદ લો. તેમને વૃક્ષ અને છોડનુ મહત્વ સમજાવો. તેમને ગાર્ડનિંગ કરતા શીખવાડો. પછી જુઓ કેવા હસતા ખીલતા ફૂલોની જેમ તેમના ચહેરા ખીલી ઉઠશે.
    ,
    સમજવા જેવી ૧૨ વાતો :

    [1] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

    [2] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

    [3] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

    [4] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

    [5] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

    [6] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

    [7] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

    [9] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !

    [10] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !

    [11] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.

    [12] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !
    આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-

    જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;
    અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે…!!!

    જીવન શું છે…?
    સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!

    જયારે દીવાલો માં તિરાડો પડે છે,
    ત્યારે દીવાલો પડી જાય છે;
    જયારે સંબંધો માં તિરાડે પડે છે,
    ત્યારે દીવાલો બની જાય છે.…!!!

    નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે
    “યાદ રાખતા શીખો”.
    અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે
    “ભૂલતા શીખો…”

    જીવનભરની વધુ પડતી કમાણીની આ જ છે
    યાત્રા,
    ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં ડાયેટ
    ખાખરા…!!!

    સ્ત્રી અને પુરુષ………

    મીત્રો, તમે જો આ લેખ સાથે સહમત હોવ તો જરુર લાઇક કરજો..........................................................

    વાચકોને જણાવવાનુ કે આ લેખ વાંચીને એમ ધારણા ન બાંધવી કે આ લેખ સ્ત્રીઓની લાગણી દુભવવાનો છે, આ લેખ ફક્ત પુરુષ ની લાગણી ને વાચા આપવાનો છે.

    અત્યાર સુધી આપણે સ્ત્રી દ્વારા થતા માર્કેટીંગ વિશે સાંભ્ળ્યુ છે પણ સ્ત્રી ઓના માર્કેટીંગ વિશે ? જ્યારે પણ બે જાતીઓ ની વાત આવે છે ત્યારે હમેશા સ્ત્રી ઓને સારી ચીતરવામા આવે છે અને પુરુષોને ખરાબ, હમેશા સ્ત્રીઓનો બચાવ કરવામા આવે છે એ જાણ્યા વગર કે ખરેખર ગુનેગાર કોણ છે. હમેશા એવુ જ જતાવવા મા આવે છે કે આજ ની સ્ત્રી સારી જ છે અને પુરુષો ખરાબ, દર વખતે પુરુષો જ સ્ત્રી ઓનો લાભ લે છે, જાણે ક્યારેય સ્ત્રી ઓ પુરુષો નો લાભ જ નથી લેતી.

    આ સત્ય નથી આ વાત બન્ને ને બરાબર લાગુ પડે છે જેટલી પુરુષોને ઍટલી જ સ્ત્રીઓને

    જાહેર વ્યવસ્થા ઓની વાત આવે ત્યારે સ્ત્રીઓને પડતી અગવડ્તા ની જ વાતો થતી હોય છે જેમ કે બસ મા કે ટ્રેન મા જ્યારે પણ અગવડતા ની વાત આવે ત્યારે પણ એજ જાહેરાત થતી હોય છે કે બધી અગવડતા સ્ત્રીઓને જ પડે છે પુરુષોને કોઇ અગવડ નથી પડતી નથી. જાહેર મા જો પુરુષ થી સ્ત્રી ને ધક્કો લાગી જાય તો પુરુષ નુ intention ખરાબ અને સ્ત્રી થી પુરુષ ને ધક્કો લાગી જાય તો સ્ત્રી ણિ મજબુરી.

    જ્યારે પણ પુરુષ અને સ્ત્રીઓની સમાનતાની વાત આવે છે ત્યારે હમેશા અવુ જતાવવા મા આવે છે કે હમેશા સ્ત્રીઓને અન્યાય કરવા મા આવે છે પુરુષોને ક્યારેય નહી. જ્યારે પણ કોઇ ગુના મા પુરુષ અને સ્ત્રી સાથે સંડોવાય છે ત્યારે ફક્ત પુરુષ ને જ ગુનેગાર ઠેરવવા મા આવે છે. અને ઘણી વખત સજા પણ એને જ કરવામા આવે છે ભલે ને તેમા સ્ત્રી અને પુરુષ અને સ્ત્રી સરખી ભાગીદાર હોય.

    હમેશા એમ જ જાહેરાત થતી હોય છે કે પુરુષો દ્વારા જ સ્ત્રીઓ પર અત્દ્વાયાચાર થાય છે , સ્ત્રી ઓ દ્વારા કયારેય પુરુષ પર અત્યાચાર નથી થતા. હા શારિરીક અત્યાચાર ની વાત થાય ત્યારે કદાચ આ વાત સાચી હોઈ શકે પણ માનસિક અત્યાચાર ની વાત આવે ત્યારે આ વાત હમેશા સાચી નથી હોતી.

    કહે છે કે જ્યારે ઘર અને પરિવાર ની વાત આવે છે ત્યારે ફક્ત સ્ત્રી ઓજ ઘર અને પરિવાર માટે ભોગ આપે છે, પુરુષો કોઇ ભોગ જ નથી આપતા. સ્ત્રી જ સંપુર્ણ ભોગ આપે છે પતિ ને સંભાળવા, છોકરા ઓ ને સંભાળવા, પરિવાર ને સંભાળવા વગેરે (અને આ વાત સાચી પણ છે),આ માટે જ સ્ત્રીઓને પરિવાર મા જે સ્થાન મળે છે તે પુરુષ ને નથી મળતુ. સ્ત્રી (મા) ને ભગવાન નો દરજ્જો આપવામા આવ્યો છે. સ્ત્રી ને ઘર નિ રાણી કહેવાય છે.

    પરંતુ સામે છેડે એ પણ સત્ય છે કે એ જ પરિવાર ને સંભાળવા માટે પરિવાર ની આર્થીક જરુરીયાત માટે પુરુષો એ પણ ઘણો ભોગ આપવો પડે છે અને આપે છે જેમ કે આખો દિવસ ઘર ની બહાર રહેવુ, ખાવા પિવા ના ઠેકાણા નહી, ઘરે પરત ફરવાનો નિયત સમય નહી, પરિવાર સાથે સમય ન ગાળી શકે.ને તેની માટે જ્યારે પિતા ને ફક્ત બાળક ના નામ પાછળ પોતાનુ નામ લગાડવાનો હક.

    Domestic Violence ની વાત આવે ત્યારે પણ વાંક હમેશા પુરુષો નો જ કાઢવા મા આવે છે. જાણે કે સ્ત્રી ઓ નો ક્યાઅરેય વાંક જ ન હોય. પણ ત્યારે એ યાદ અપાવવુ જરુરી રહેશે કે Domestic Violence મા મોટામા મોટુ કોઇ ગુનેગાર હોય તો એ સ્ત્રી જ હોય છે સાસુ ના સ્વરુપ મા. In fact અહિયા જો કોઈ નો મરો થતો હોય તો એ પુરુષ નો છે જો મા ની સાઇડ લેશે તો કહેશે કે માવડીયો છે ( પુરુષ શા માટે મા નો પક્ષ ન લે જેણે એન જન્મ આપ્યો છે એનુ પાલન પોષણ કર્યુ છે) અને વહુ નો પક્ષ લેશે તો કહેશે કે દિકરો વહુ ઘેલો થઈ ગયો છે ( જેની સાથે એણે સમગ્ર જીવન વિતાવવાનુ છે જે એની અર્ધાંગીની છે. અહિયા બન્ને તરફ આક્ષેપ કરનાર સ્ત્રી જ છે. તમે કયારેય સાંભળ્યુ છે કે સસરા અને જમાઇ ની લડાઇ મા વહુ નો મરો થયો હોય.

    Office ની વાત આવે ત્યારે પણ પુરુષો પર સ્ત્રી ઓના શોષ્ણ આક્ષેપ થતો હોય છે, પરંતુ ક્યારેય કોઈ એ એમ નથી વિચાર્યુ કે આનાથી ઉલ્ટુ પણ થતુ હશે પુરુષો ને ખોટા ભ્રમ મા રાખી ને સ્ત્રી ઓ પોતાના કામ કઢાવી લેતી હોય છે.

    આજ ની સ્ત્રી ને મન આ બધુ ગૌણ છે કારણ કે આજે દરેક વાત ને પૈસા ના માપદંડ થી માપવા મા આવે છે. થોડા સમય પહેલા છાપા મા એક લેખ વાંચ્યો હતો અને તેમા સ્ત્રી સવાર થી માંડી ને સાંજ સુધી મા રાત સુધી મા જેટલા કામ કરે છે તે માટે તેને ઍટલુ મહેનતાણુ મળવુ જોઈયે અને આમા દરેક કામ ની યાદી હતી yes A to Z. પરંતુ એ જ લેખ મા એ ન્હોતુ જણાવવા મા આવ્યુ કે આખા દિવસ મા પુરુષ જે કામ કરે છે અને જે આવક રળે છે તે પરિવાર પાછળ ખર્ચે છે અને તેને મળે છે શુ ? થોડાક પૈસા પોતાની મેળે ખર્ચવાનો હક બિજુ કઈ……..

    સ્ત્રી અને પુરુષ બન્ને પરિવાર ના આધાર સ્તંભ છે અને ભારતીય પરંપરા પ્રમાણે બન્ને ને તેમની શારીરીક અને માનસીક તાકત પ્રમાણે કાર્ય આપવા મા આવ્યા છે અને ખટરાગ ત્યારે શરુ થાય છે જ્યારે એક વ્યક્તિ બીજાના કર્ય ક્ષેત્ર મા દખલ કરવાનુ શરુ કરે છે.

    પરંતુ આ સમગ્ર સમસ્યા નુ મુળ છે મુડીવાદ જ્યા દરેક ચિજ ને પૈસા થી જ માપવા મા આવે છે ……..પરંતુ એ વિશે ફરિ ક્યારેક વાત.........

    લગ્ન સમારંભ – ગુજરાતી ઓ ના અને અન્ય જ્ઞાતી ના………………

             થોડા સમય પહેલા એક મિત્ર ની લગ્ન ની કંકોત્રી મળી એમા લખ્યુ હતુ આપ શ્રી , હુ તો સમજી ગયો કે આમંત્રણ મને એકલાને છે અને મને અજુગતુ પણ ન લાગ્યુ કારણ કે આપણા ગુજરાતી ઓ મા આ બાબત સમાન્ય છે. પરંતુ અમારા ફ્રેન્ડ સર્કલ મા ઘણા ફ્રેન્ડ્સ છે જે ગુજરાતી નથી તેમને આ બાબત જરા અજુગતી લાગી. ત્યારે મે એમને સમજાવ્યુ કે ખરી બાબત એમ છે કે હોસ્ટ ( યજમાન ) વધારે ને વધારે કુટુંબ ને આમંત્રીત કરી શકે માટે આ વ્યવસ્થા છે. અને તેઓ સમજી પણ ગયા.

    પરંતુ એમને અને મને પણ આઘાત ત્યારે લાગ્યો કે અમે જ્યારે જમણ્વાર મા જે ભપકો જોયો અને જે પ્રમાણે જમણવાર હતો તેના પર થી અમ્દાજ આવતો હતો કે એક વ્યકતી નિ ડીશ પાછળ ઓછા મા ઓછો ખરચ ૭૦૦ થી ૮૦૦ રુપીયા નો હશે. ત્યારે મને મારા મિત્રો કહેઅવા લગ્યા કે યાર તુમ તો ક્યા બોલ રહે થે કી ખરચ બચાને કે લિયે એક જન કો ઈન્વાઈટ કિયા જાતા હે પર યહા તો એક ડિશ પર ૭૦૦ સે ૮૦૦ કા ખરચા હે ઔર જિસ હિસાબ સે ડેકોરશન કિયા હે ઉસ હિસાબ સે તો બહોત ખર્ચા હુઆ રહેગા ?

    અને મને પણ વાત સાચી લાગી કે જ્યારે આટલો ખરચ કર્યો છે તો તેઓ સહ કુટંબ પણ આમત્રીત કરી શક્યા હોત અને જે ખરચ ડીશ ના અને ભપકા પાછળ કર્યો હતો તેની જગ્યા એ સાદુ જમણવાર રાખી ને બધાને આમંત્રિત કરી શકાય.

    જે વસ્તુ મે મારી અન્ય જ્ઞાતી ના મિત્રો મા જોઈ છે અને આ ફક્ત એક જ અન્ય જ્ઞાતી ની વાત નથી એ ભલે ને મહારાસ્ટ્રીયન હોય , મદ્રાસી હોય , કેથલીક હોય કે મુસ્લીમ હોય ( મારા મિત્ર વર્તુળ મા દરેક જણ છે અને દરેક ના પ્રસંગે મને સહ્કુટુંબ આમંત્રણ મળ્યુ છે અને દરેક મિત્રો એ પ્રસંગ ને તેમની કેપેસીટી અનુસાર સાચ્વ્યો પણ છે.

    તો શુ મિત્રો આપણે એટલુ ન કરી શકી એ કે જમણ્વાર નો ખોટૉ ભપકો દુર કરી ને કુટુંબ ની દરેક વ્યક્તિ તેમ સામેલ થઈ શકે તે માટે દરેક ને આમંત્રીત કરીએ ?

    જીવન ની મોહ માયા

            એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.’ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.’

    મુલ્લા કંઈ બોલવાને બદલે એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા. એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’

    મુલ્લા, ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો. તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

    આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે. આવું શા માટે?

    એટલે હવે પછી જ્યારે મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

    આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે. એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી… મારી પાસે આ નથી… મારી પાસે તે નથી…’ એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

    જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો તેના પરથી બે મહત્વની બાબત સાબિત થાય છે- (૧) તમે ગરીબ નથી. કોન્ગ્રેટ્સ. (૨) તમે શાંતિથી બેસીને વાંચી શકો છો મતલબ કે તમે અત્યંત માંદા નથી.

    ઔર જીને કો ક્યા ચાહિયે? જેના વિના એક મિનિટ પણ ન જીવી શકાય એવો ઓક્સિજન હવામાં હાજર છે. જેના વિના ટકી ન શકાય એવો ખોરાક પેદા કરવા માટે જરૂરી એવું ચોમાસું આ વર્ષે બહુ સારું રહ્યું. આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો. તો પછી છોડો ફરિયાદો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે જીવન મસ્ત છે. એન્જોય.

    મન જીત્યું, તેણે જગત જીત્યું

    આમ તો માણસ માત્ર મુઠી જેવડું પેટ ભરવાની વેઠમાં જ જીવનભર ઝઝૂમતો રહે છે. પણ સારી રીતે જીવવા માટે રોટી ઉપરાંત કપડાં, મકાન, ધન, ધંધો પણ એટલાં જ જરૂરી છે. આગળ વિચારીએ તો તંદુરસ્ત શરીર (નિરોગીપણું) આર્થિક સદ્ધરતા અને સારાં સ્વજનો પણ એટલાં જ અનિવાર્ય છે.

    કદાચ આમાંથી અમુક આપણી સાથે ના પણ હોય તો તે મેળવાનો સતત અજંપો આપણને દોડતો રાખે છે. મનની શાંતિ- સમતુલા ખોરવાઈ જાય તે હદે આપણે તેની પાછળ દોડીએ છીએ પણ આ બધું ઐશ્વર્ય હોવા છતાં મોટા ભાગના લોકો અશાંત જણાય છે તો એનો અર્થ એ થયો કે સાચું સુખ અને શાંતિ વસ્તુઓ થકી નથી મળી શક્તાં. લોકો શાંતિની ખોજમાં હિમાલય સુધી દોડી જાય છે પણ જે પોતાના જ હાથમાં છે તેવા મન-હૃદયમાં પહોંચવાનું સરનામું ભૂલી જાય છે. જો મન અને હૈયે શાંતિ સંતોષ ના હોય તો બીજે ક્યાંય તે શોધવું વ્યર્થ છે. અને બધું હોય પણ મન બેચેન હોય તો એ દરેકનું મૂલ્ય ઘટી જાય છે.

    માનવ સ્વભાવનું એક વિચિત્ર પાસું એ પણ છે કે તે તેના જીવનમાં જે કાંઈ અવળું, નાગમતું બને કે દોષનો ટોપલો જે તે સંજોગ કે વ્યક્તિ પર ઢોળી દે છે. પણ બની શકે કે જીવનમાં આવતા દુઃખો થકી અશાંતિનું કારણ પોતે જ હોય. આપણે એ સમજવા મથીએ કે કઈ બાબતોને અનુસરવાથી મનની ખોવાયેલી શાંતિ પાછી મેળવી શકીએ કે પછી વધુ ખોવાતી અટકાવી શકીએ.

    આપણી સતત ચિંતા કરવાની ટેવ પણ મનની શાંતિ ડહોળી નાખે છે. નાવડી પાણીમાં જાય તો વાંધો નથી આવતો પણ પાણી જો નાવડીમાં જાય તો સમસ્યા ઊભી થાય છે. એમ નાનામોટા કારણોસર ચિંતા થવી સ્વાભાવિક છે પણ જગત આખાની ચિંતાનો ચબુતરો માથે લઈને ફરીએ તો સહેવાનું આપણે જ આવે.

    સતત ચિંતા કરવાનું વલણ શક્તિઓને નબળી પાડી દે છે. મન પર આપણી ને લોકોની ચિંતાના જાળાં બાઝેલાં હોય તો આગળનું સાફ જોઈ શકાતું નથી. સાચો નિર્ણય લઈ શકાતો નથી. જે થતું રહે છે તે નસીબ- કર્મ અને સંજોગોને અનુલક્ષીને થવાનું જ છે પછી ચિંતાની ચિતા પર શા માટે ચઢતા રહેવાનું ! બીજું સ્ટેપ કહે છે કે અપેક્ષાઓ મનદુઃખ ઊભું કરનાર મહત્ત્વનું પરિબળ છે. આથી અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ વિચારીને લિમિટ સમજીને જ રાખવી. આ બેઉ ક્યારેય સંપૂર્ણ રીતે પૂરી થાય તેવું બનતું નથી. કેમ કે આ બેઉમાં આપણે ક્યારેય હદ સ્વીકારતાં નથી. વળી આ બેઉની સાથોસાથ લોભ, મોહ અને આર્થિક ગણતરીઓ પણ આપોઆપ આવવા લાગે છે અને તે ના સંતોષાય તો એમાંથી મનદુઃખ અને સંતાપ ઊભા થાય છે. એ મનની શાંતિ હણી લઈને ડિપ્રેશન સુધી લઈ જઈ શકે છે. એટલે અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ એટલી જ રાખવી જેટલી આપણી ક્ષમતા હોય ને પૂરી થવાની હોય તેવી આશા હોય.

    આનાથી બચવા ત્રીજું સ્ટેપ છે તો છોડવાની કળા શીખવાનું. વસ્તુઓનો અને સંબંધોનો બિનજરૂરી મોહ છોડવાનો છે. અહીં કશુંય કાયમી નથી હોતું. ક્યારે શેનો વિયોગ થશે તે નક્કી નથી હોતું. મોહ અને આસક્તિ અંતે પીડાદાયક નીવડે છે. છીનવાઈ જવાનો ડર સતત અજંપો આપે છે.

    આ સાથે જરૂરતો ઘટાડવાની છે. જેથી સંગ્રહવૃત્તિ જન્મે જ નહીં. આપણા શાસ્ત્રોમાં ત્યાગનો મહિમા મોટો ગણાવાયો છે. થોડું મન મોટું રાખી વિશાળ દિલ રાખી જતું કરવાની ભાવના હશે તો છોડવાની વૃત્તિ વધુ બળવત્તર બનશે. લીધા કરતાં દીધાનો આનંદ ઓર જ હોય છે.

    ઈર્ષા, હરીફાઈ, અહં વગેરે પણ મનની શાંતિ હણી લેતાં શક્તિશાળી ત્રાસવાદીઓ સમાન છે. સ્પર્ધાના આ યુગમાં સ્વાભાવિક પણ બીજાઓ કરતાં આગળ નીકળી જવાનું અને જરા હટકે સાબિત થવાનું વલણ વધુ જોવાય છે. કંઈક એવું કરી બતાવીએ જેથી અન્યો કરતાં ચડિયાતા સાબિત થવાય, એવી એક માનસિક્તા સૌને હોય છે. અને એમાંથી જ મનદુઃખો, ઝઘડા, મતભેદ વગેરે સર્જાય છે. ઘર, પરિવાર કે નોકરી- ધંધામાં સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાતાં તે સંબંધો પણ બગાડે છે. સાથે મનનો ઉચાટ વધારી દે છે. તમે જેવા છો, જે કાંઈ ખૂબી ખામીઓ છે તેનો સ્વીકાર કરીને ચાલો છો તો સ્પર્ધા- ઈર્ષાનું તત્વ આપોઆપ નીકળી જાય છે. મન જીતાય તો ઘણું બધું જીતાઈ જતું હોય છે.

    ભૂલી જાવ અને માફ કરી દો, એ સૂત્ર મનની શાંતિનો સચોટ ઉપાય ગણાય છે. આનાથી ભુતકાળમાં બનેલી કડવી, દુઃખદ ઘટનાઓનો ભાર ખંખેરવાની તક મળે છે. માફી આપી દેવાથી હૈયાનો ભાર ઉતારવાનો મોકો મળે છે. બીજાને સજા આપવાની સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ નુકસાન પોતાનું જ થતું હોય છે. અને અમુક કડવી વાસ્તવિક્તાઓને સ્વીકારી વર્તમાનમાં જીવવાનો પ્રયાસ મન હળવું રાખે છે.

    આપમેળે બનતી કે જાણ્યે અજાણ્યે થતી અમુક ઘટનાઓને આપણે ટાળી નથી શક્તા અને હૃદયના કોઈક ખૂણે છુપાયેલી વેદના- પીડાઓ આંસુરૂપે વહેવા તત્પર બને છે. એટલે જે કાંઈ બને છે એમાં સારું હોય કે નરસું પણ ઈશ્વરનો કોઈક તો સંકેત કે કુદરતનું પ્રયોજન હશે જ એવું સ્વીકારીને ચાલવાથી વેદના વધુ વસમી નથી બનતી. મન અને હૈયાને આવા બધા જ ભારથી મુક્ત કરતાં શીખવાનું છે. તો જ જીવનમાં બનતી નાની મોટી સુખદ ઘટનાઓ, ખુશીઓને મન ભરીને માણી શકીશું. ઓશો- રજનીશજી કહે છે તેમ દુઃખ સંતાપ ભુલવો અને આનંદનું સર્જન કરવું એ એક કળા છે.

    મોટા ભાગના લોકો આવી પડેલા સંજોગોને મારી મચેડીને પોતાને અનુકૂળ બનાવવામાં મચી પડે છે. અને સંપર્કમાં આવતાં સંબંધોને પણ સહજતાથી સ્વીકારી લેવાના બદલે તેમનો સ્વભાવ પોતાને અનુકૂળ કરવાની મથામણો કરે છે. દરેકમાં એવું કંઈક તો હોય છે જ જે કદી બદલાતું નથી. તો આ હકીકતનો સ્વીકાર કેમ ના કરી લેવો. આપણે આપણો સ્વભાવ કે વર્તન કોઈની મરજી પ્રમાણે બદલવા તૈયાર નથી જ હોતાને ! તો બીજા આપણા માટે બદલાઈ જાય તેવી અપેક્ષા નિરાશા જ આપશે. જે છે તેને સહજભાવે વિશાળ હૃદયે સ્વીકારીને ચાલવું.

    બને તો અથડામણો ટાળવી. કોઈની સાથે ઘર્ષણમાં ઉતરવું અને વાદ-વિવાદથી દૂર જ રહેવું. આ ત્રણેય મનની શાંતિના દુશ્મનો છે. ક્યારે ક્યાંથી વાર કરશે તે કહી ના શકાય. ઘણા લોકો અડવા- કડવા અને જડ સ્વભાવના હોય છે. પરપીડનવૃત્તિ અને તોછડાઈ તેમના સ્વભાવમાં હોય છે. તેઓ જે કાંઈ કરે છે કે બોલે છે તેમાં તેઓ સહજપણે મક્કમ હોય છે. એટલે એવા વ્યક્તિ જોડે નાહકના વાદ-વિવાદમાં પડવું એટલે દીવાલે માથું ભટકાડવું. તેમની માન્યતા તમે બદલી શકવાના તો નથી જ અને તમારી દલીલથી તેમને કશો ફરક પણ પડવાનો નથી પણ એમાં તમે હર્ટ જરૂર થશો. આવા લોકોથી દૂર રહેવું.

    ઉધાર લેવું કે દેવું નહીં. આ અંતે લાભના બદલે ખોટનો સોદો સાબિત થાય છે. આપેલા વાયદા પ્રમાણે પરત વાળી ના શકાય તો સંબંધ બગડે ને મનમાં મંઝવણો ઊભી થાય. કહેવાય નહીં ને રહેવાય પણ નહીં. ચાદર જેટલાં જ પગ લંબાવવાની ટેવ આ વધારાની સમસ્યાથી દૂર રાખશે !

    ઘણા લોકોને પારકી પંચાત ટીકાત્મક વલણ અને નિંદારસથી આનંદ આવતો હોય છે. ફલાણાએ આવું કર્યું કે ના કર્યું વગેરે સારું છે કે વખોડવા લાયક તે આપણે નક્કી કરનારા કોણ ! આપણી ટીકા કે નિંદા જે તે વ્યક્તિનો ઈગો તોડે, તેને હર્ટ કરશે તો તેને ગુસ્સો આવશે. પરિણામે કાં તો તે તમારું અપમાન કરશે અથવા તમારા જ નબળા પાસાનો જાહેરમાં ધજાગરો કરવા મથશે. અર્થાત્ તમારી નિંદા કરશે.

    કોઈને જે કરવું હોય તે તેમનું જીવન છે અને તેમની મરજી છે. આપણને એનાથી કોઈ નુકસાન ના થતું હોય તો શા માટે તેમના વર્તનને વખોડવાનું ! આપણે ત્યાં કહેનારા કહે છે કે મગજ પર બરફ મૂકી દો. દિમાગ ઠુંડુ રાખો. કોઈ પણ વિચલિતકરી દેતી સ્થિતિમાં પણ મન પરનો કાબુ ના ગુમાવો, વગેરે તે યોગ્ય જ છે. સ્થિતિ સમજ્યા વગર ગુસ્સો કરીએ અસંયમ દાખવીએ તેનાથી બનતી વાત તૂટી જાય છે. કોઈ પણ વસ્તુ કરતાં મનની શાંતિને વધુ મહત્ત્વ આપવું.

    મનોચિકિત્સકો અને યોગગુરુઓ એક મહત્ત્વના પાસા પર ભાર મૂકતા હોય છે કે મન અશાંત રહેતું હોય તો પહેલાં જીવનમાં અને મન- સ્વભાવમાંથી નેગેટિવિટીને દૂર કરો. પોઝિટીવ થિંકર બનો. જે નથી જ થવાનું કે મળવાનું તેના વ્યર્થ વલખાં મૂકી દો અને જે તમારા માટે જ સર્જાયેલું છે તેનો લાભ અને આનંદ ઉઠાવતાં શીખો.

    શરૂમાં કહ્યું તેમ શાંતિની શોધમાં બહુ લાંબો પથ નથી કાપવાનો. પણ જે ભીતર બેઠું છે તે મનના જ દ્વાર ખખડાવવાના છે. જીવન છે તો સુખ-દુઃખ તો ચાલ્યાં કરે તેવી સમતા કેળવવાથી આવતી વિપત્તિઓ થકવી નહીં નાખે. કોઈને સુધારતાં પહેલાં જાતને જ સુધારવાની જરૂર હોય છે.

    જિંદગી અનિશ્ચિતતાઓનો એવો દરિયો છે કે ક્યારે, કોણ શું કરશે ને ક્યા સંજોગો ક્યાં લાવી મૂકશે તે કહી શકાતું નથી. એટલે ક્યારેક કોઈ સમસ્યાનો ઉકેલ બાહ્ય જગતમાં ના જડે ત્યારે ભીતરના જગતમાં પ્રવેશ કરવો પડે છે, જે કાંઈ અશાંતિ, દુઃખ, પ્રશ્નોની પીડા તમે ભોગવો છો તેના મૂળ સુધી જવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો પડે છે અને આ બહારની કોઈ વ્યક્તિની મદદથી પાર નહીં પડે. પણ આત્મમંથન અને સ્વચિંતન કરી પીડાનું, મનની અશાંતિનું કેન્દ્રબિંદુ શોધી તેનો ઈલાજ કરવાનો રહે છે. આ માટે જરૂર પડે તો શાંતિ શિબિર, ધ્યાન- પ્રાણાયામ વગેરેનો આધાર ભલે લેવાય પણ મુખ્ય હેતુ કોઈ પણ ભોગે શાંતિની સાધના કરવાનો હોવો ઘટે.

    સાચો ભક્ત

    એકવાર નારદજી ને અભિમાન આવી ગયું કે હું ભગવાન વિષ્ણુની નિરંતર સાધના (ભક્તિ) કરું છું. તેથી મારા થી વિશેષ આ જગતમાં ભગવાન વિષ્ણું નો કોઇ ભક્ત નથી. પરંતુ નારદજી ભગવાન વિષ્ણું ના મુખેથી પોતાના પરમ ભક્ત હોવા વિષેના વખાણ સાંભળવા માંગતા હતા. તેથી તેઓ ભગવાન નારાયણ પાસે જઇને તેમને કહ્યું કે હે પ્રભુ આ દુનીયામાં આપનો સૌથી વિશેષ ભક્ત કોણ છે ? વિષ્ણુ ભગવાન પણ નારદજી નું અભિમાન ઉતારવા માંગતા હતાં. તેમણે નારદજીને કહ્યુ હે નારદ, હું તમને આ પ્રશ્નનો ઉત્તર આપું પરંતુ એ પહેલા તમારે મારું એક કાર્ય પુર્ણ કરવુ પડશે. તેમણે નારદજીને કહ્યુ કે આ એક પાણીથી ભરેલુ પાત્ર છે. તમારે આ પાત્રની હાથમાં રાખીને જગતની પરીક્રમાં કરવી પડશે. પરંતુ આ પાત્રમાં થી એક પણ ટીંપુ પાણી નીચે ના પડે તેનું ધ્યાન રાખવું.

    ભગવાન વિષ્ણુની આજ્ઞા લઇને નારદજી પાણી ભરેલા પાત્ર સાથે જગતની પરીક્રમાં કરી પાછા આવ્યા, ભગવાને નારદજીને કહ્યું કે શું થયું નારદજી ? કરી આવ્યા પ્રદક્ષીણા ? નારદજીએ ઉત્સાહ માં કહ્યું કે પ્રભું આપના કહેવા પ્રમાણે મે એકપણ પાણીનું ટીંપુ ઢોળ્યા વિના પ્રુથ્વીની પ્રદક્ષીણા કરી છે. હવેતો કહો કે આ જગતમાં આપનો પરમ ભક્ત કોણ છે ? ભગવાને નારદજીને કહ્યું કે નારદજી તમે જ્યારે પ્રુથ્વીની પ્રદક્ષીણા કરતા હતા તે વખતે તમે મારું સ્મરણ કેટલી વખત કર્યુ હતું ? નારદજીએ કહ્યું કે એકપણ વખત નહી પ્રભુ હું તો મારું ધ્યાન આ વાડકા ઉપર રાખીને પ્રદક્ષીણા કરતો હતો જેથી એકપણ ટીંપુ ઢોળાય નહી. ભગવાને કહ્યું કે તમે વાડકા ઉપર ધ્યાન હોવાને લીધે મારુ સ્મરણ કરવાનું ભુલી ગયા જ્યારે આ જગતમાં એવા કેટલાય મનુષ્યો છે કે તેઓ સંસારની આ મુશ્કેલીમાં પણ મારુ સ્મરણ કરવાનું ભુલતા નથી. તેથી તેઓ મારા પરમ ભક્ત છે. આ સાંભળી ને નારદજીનું અભીમાન ઉતરી ગયું અને તેમણે ભગવાન નારાયણની માફી માંગી ને પ્રભુના આશીર્વાદ લીધા.

    આમા જે સાચો ભક્ત ગમે તેવી મુશ્કેલીઓમાં પણ પ્રભુમાંથી શ્રધ્ધા અને હીંમત ગુમાવતો નથી.

    સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખકો,
    દોંદિલ લાલ વિરાજે સુત  ગૌરીહર  કો
    હાથલીયે ગુડલડ્ડુ સાંઇ સુરવરકો
    મહિમા કહી ના જાય લાગત હું પદકો
    જય જયજી ગણરાજ વિદ્યાસુખદાતા
    ધન્ય તુમ્હારો દર્શન મેરા મનગમતાં.
    અષ્ટસિદ્ધિ દાસી સંકટકો વૈરી
    વિધ્નવિનાશન મંગલ સૂરત અધિકારી
    કોટી સૂરજ પ્રકાશે ઐસી છબી તેરી
    ગંડસ્થલ મદ મસ્તક ઝૂલે શશીબહારી
    ભાવભક્તિ સે કોઇ શરણાગત આવે
    સંતતી સંપત્તિ સબહી ભરપૂર પાવૈ
    એસે તુમ મહારાજ મોકો અતિ ભાવે
    ગોસાવીનંદન નિશદિન ગુણ ગાવૈ.