Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Friday 28 February 2014

    પડકારોને અવરોધો નહીં, અવરોધોને પડકારો!


    આજથી મનોમન
    આ વાત નક્કી કરી લો
    ......... એટલા મક્કમ બનજો કે
    કોઇ પણ ઘટના તમારી માનસિક
    શાંતિ હણી ના શકે
    .......જેને-જેને મળો એ બધા સાથે
    વાતોનો વિષય સુખ,સ્વાસ્થ્ય અને
    સમૃદ્ધિ હોય
    ...... તમારા મિત્રોને એવી
    અનુભૂતિ કરાવો કે એમની અંદર
    કૈંક છે.
    ............ .દરેક બાબતની સારી
    બાજુ નિહાળજો અને
    તમારા આશાવાદને સાચો પાડવા
    કોશિશ કરજો
    ..... ફક્ત શ્રેષ્ઠ બાબતો જ વિશે
    વિચારજો,
    ફક્ત શ્રેષ્ઠ બાબતો પર જ કામ
    કરજો,
    અને ફક્ત શ્રેષ્ઠની જ અપેક્ષા
    રાખજો.
    ...........બીજાની સફળતા માટે
    એટલા જ ઉત્સાહી રહેજો
    જેટલા તમે તમારી સફળતા માટે હો.
    ભુતકાળની ભૂલો ભુલી જઇને
    ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે
    કામે લાગી લજો.
    ......તમારા સ્વ-વિકાસમાં એટલા
    રચ્યા-પચ્યા રહો કે
    બીજાની કુથલી કરવા માટે તમારી
    પાસે સમય જ ના હોય
    .........ચિંતા હણી ના શકે એટલા
    વિશાળ બની જજો,
    ક્રોધ સવાર ના થઇ શકે એટલા
    ઉમદા બની જજો
    ભય સતાવી ના શકે એટલા
    શક્તિશાળી બની જજો
    અને
    વિપદાઓ નજીક ફરકી ના શકે
    એટલા પ્રસન્ન રહેજો!

    પડકારોને અવરોધો નહીં,
    અવરોધોને પડકારો!



    ઈશ્વરનો સાથ...

    એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું. સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની..

    થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં. અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ. વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ ક દુ:ખી હતો ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્રત્યે નારાજ થઈ ગયો. તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવું કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’

    ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’

    ‘તો પછી…..’

    ‘સાંભળ તો ખરો. તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.

    Tuesday 25 February 2014

    ભગવાનનો નિવાસ શ્રદ્ધાના મંદિરમાં છે

     આપણે મંદિરમાં દર્શન કરવા જઇએ છીએ. તો સૌથી પહેલાં પગે ક્યાં લાગીએ? ભગવાનને તો પછી પગે લાગવાનું આવે પરંતુ મંદિરમાં જાઓ એટલે પહેલાં શું કરો? જોડા ઉતારો, બુટ-ચંપલ ઉતારો. પહેલું કામ બુટ ઉતારવાનું એટલે ત્યાગ કરવાનું. બુટ ઉતાર્યા કે ચંપલ ઉતાર્યા ત્યાંથી ત્યાગની શરૂઆત થઇ.

    ત્યાગ કર્યા વિના મંદિરમાં પ્રવેશ ન મળે. ત્યાગથી શાંતિ મળે પણ આપણે તો ત્યાગ કર્યા પછી જે મમતા હોય તેને ન છોડીએ. ત્યાગ ક્યારે કહેવાય? વસ્તુ ઉપર રહેલું આપણું મમત્વ છૂટે એ ત્યાગ પણ મમત્વ જતું નથી. મારા ચંપલ છે, મારા બુટ છે. એવું મારાપણું રહે છે. આ મમત્વ રહે છે તેને પરિણામે મંદિરમાં જઇએ તો પણ આપણે ભગવાનની સાથે એકરૂપ નથી થઇ શકતા. અડધી સ્તુતિ ભગવાનની થાય અને અડધી બુટની થાય.

    મનમાં બુટની ચિંતા હોય. કોઇ ઉપાડી ન જાય એની ચિંતા ભગવાનનાં દર્શન કરતા હોઇ ત્યારે સાથે-સાથે ચાલે. ભગવાનની સામે જોઇને આપણે બોલીએ, 'ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ' ત્યાં જ બુટ યાદ આવે. કોઇ લઇ ગયું હશે તો ? અને મંદિરની બહાર પાછળ ફરીને બોલીએ 'ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ' વળી પાછા ભગવાન તરફ નજર ફેરવીએ. ત્યાં ચંપલ યાદ આવે. 'ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ' વળી જોડાં યાદ આવે. 'ત્વમેવ સર્વં મમ દેવ દેવ' હે દેવના દેવ! ત્વમેવ સર્વં મમ દેવ દેવ.

    ત્યાગનો અર્થ એ છે કે વસ્તુ કે વ્યક્તિ ઉપરનું આપણું જે મમત્વ છે એને છોડવું. નમસ્કારમાં આ ભાવ છે. ન મમ એમાંથી છેલ્લો 'મ' ગયો એટલે નમ: એવો અર્થ થાય. ન મૈં રહું, ન મેરા રહે. તેથી મંદિરમાં જતાં પહેલાં જોડાં કાઢીએ. હવે પગમાં જોડા હોય એ સહેલાઇથી કાઢી શકાય પણ બુદ્ધિમાં પણ બે જોડા હોય છે. બુદ્ધિબહેન બે સેન્ડલ પહેરે. એ બે ચંપલ પહેરી મંદિરે દર્શન કરવા જાય. એનાં જે બે સેન્ડલ છે, તેમાંથી એકનું નામ અભિમાન અને બીજાનું નામ તર્ક છે.

    આ અભિમાન અને તર્કરૂપી બે ચંપલ બુદ્ધિ પાસે છે. પદનું અભિમાન, પ્રતિષ્ઠાનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન. બીજું તર્ક. તર્ક પાછો કુતર્ક થઇ જાય. આમ બને ત્યારે માણસ મંદિરમાં જાય કે ન જાય. કંઇ ફર્ક પડતો નથી. હકીકતમાં માણસ શ્રદ્ધાવાન થઇ મંદિરમાં પ્રવેશ કરે તો એને ભગવદ્ દર્શન થાય. નહીંતર ખાલી મૂર્તિને જોઇ ચાલ્યો આવે. દ્વારકાનાથનાં દર્શન મીરાંએ પણ કર્યાં હતાં, પણ મીરાં દ્વારકાનાથમાં એકરૂપ થઇ સમાઇ ગઇ. આપણે ટિકિટભાડા ખર્ચીને જઇએ પણ શ્રદ્ધા વગરના જઇએ. તેથી મૂર્તિને જોઇને આવતા રહીએ.

    કોઇ બીમાર પડે ત્યારે તેની ખબર કાઢવા લોકો જાય ત્યારે એમ કહેવાય 'એને જોવા ગયા હતા, ખબર કાઢવા ગયા હતા. અમારા સંબંધી હોસ્પિટલમાં છે, એને જોવા ગયા હતા એમ લોકો કહે 'બસ, એમ જ આપણે મંદિરમાં જઇ ભગવાનને જોઇ આવીએ. એની ખબર કાઢવા જઇએ કે માંદા છે કે સાજા છે. હમણાં તાવ આવ્યો હતો, હવે કેમ છે? આવી રીતે મંદિરમાં તે કંઇ જવાતું હશે?'

    જોવાની, દર્શન કરવાની. જ્યારે શ્રદ્ધા લઇને જઇએ ત્યારે આપણને પ્રતીતિ થાય કે ભગવાન ભાવનાના મંદિરમાં રહે છે. ભગવાનનો નિવાસ શ્રદ્ધાના મંદિરમાં છે. તેથી પગનાં જોડા તો કાઢવાનાં પણ સાથે મંદિરમાં જતી વખતે બુદ્ધિનાં ચંપલ પણ ઉતારવાનાં પણ હજી મંદિરમાં પ્રવેશ થયો નથી. સૌ પહેલાં ભક્ત પહેલી સીડી આવે તો ત્યાં સીડી-પગથિયાંને પ્રણામ કરે તેનો અર્થ એટલો કે ઇશ્વર સુધી પહોંચાડનાર જે પગથિયું છે, જે સીડી છે તેને પગે લાગો. ભગવાન સુધી પહોંચાડનાર જે પગથિયું છે, જે સીડી એટલે જ આપણા સંતો, સદગુરુ જ પ્રભુ સુધી પહોંચાડે છે.