Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Sunday 15 June 2014

    સત્ય આપો


    એકવાર એક સંત પાસે આવીને એક સાધકે કહ્યું,"મને થોડું સત્ય આપો."

    સંતે કહ્યું,"લેવું હોય તો પૂરેપૂરું સત્ય લે થોડું સત્ય તું જીરવી નહિ શકે."

    સંતે પેલા સાધકના માથા પર પાણી ભરેલા બે મોટા માટલા મુક્યા.સાધક થી વજન સહન ના થયું એટલે સંતે માટલા ઉતારી લીધા અને સાધકને નદી કિનારે લઇ ગયા અને એને પાણીમાં ડૂબકી મરાવીને પૂછ્યું,"પાણીનું વજન લાગે છે?"

    સાધકે કહ્યું,"ના".

    સંતે કહ્યું,"ત્યાં ને માટલા પાણી નો ભાર તારાથી સહન ન થયો અને અહીં એનાથી અનેકગણું વધારે પાણી હોવા છતાં તને ભાર ન લાગ્યો.

    હવે સમજાયું ને કે પૂર્ણ સત્ય નો સદી ભાર નથી હોતો.અધૂરા સત્ય નો જ બોજ હોય છે"

    સત્ય જીવન નું આ નોખું તારવ્યું,
    કૈક ખોયું તોય કઈ તો મેળવ્યું,
    જોયું!ચલણી નોટ ચુંથાઈ છતાં,
    એને એનું મુલ્ય કેવું જાળવ્યું !


    Ads by OnlineBrowserAdvertisingAd Options

    ઈશ્વર ને પ્રાપ્ત કેવી રીતે કરાય?


    રામ ક્રિષ્ણ પરમ હંશે એક દ્રષ્ટાંત આપ્યું છે.એક શિષ્યે એના ગુરુ ને પૂછ્યું,''ઈશ્વર ને પ્રાપ્ત કેવી રીતે કરાય?કેટલી આતુરતા જોઈએ?''

    ગુરુ એ કહ્યું,''એ શબ્દો થી વર્ણન થઇ શકે એમ નથી.. એ અનુભવ થી સમજાય..હું તમને ક્રિયાત્મક સમજાવીશ.''
    એક દિવસ ગુરુ શિષ્ય નદીમાં સ્નાન કરવા ગયા.શિષ્ય એ જેવી જળમાં ડૂબકી મારી એટલે ગુરુ એ તેનું મસ્તક જળમાં પકડી ને ઉપર થી દબાવ્યું.પાણી ની અંદર શ્વાસ ના લેવાવાથી શિષ્ય નો જીવ મૂંજાવા લાગ્યો. તે પાણી માં હાથ પગ પછાડી તરફડવા લાગ્યો.એ એકદમ વ્યાકુળ થઇ ઉઠ્યો.ત્યારે ગુરુ એ એને છોડ્યો.શિષ્ય બહાર આવ્યો એટલે એના પહેલા ગુરુએ એને પૂછ્યું,''કેમ પ્રાણવાયું વગર તારા પ્રાણ કેવા અકળાતા હતા?.''શિષ્યે કહ્યું પ્રાણ અકળાવાની વાત જવા દ્યો.મને લાગ્યું હમણા મારા પ્રાણ નીકળી જશે''.

    ગુરુએ કહ્યું ,''બસ ઈશ્વર ને મેળવવા માટે આવો જ તરફડાટ જોઈએ.
    પાંખો નહિ આવેલા બચ્ચા જેમ માં ને જોવા આતુર હોઈ.
    ભૂખે ટલવળતા નાના વાછરડાઓ જેમ ગાય ના સ્તનપાન માટે આતુર હોઈ.
    જેમ પરદેશ ગયેલા પતિ ને જોવા પત્ની વ્યાકુળ હોઈ.એવી આતુરતા જો આપણાં માં આવે તો ઈશ્વર આપણને દર્શન આપે..

    (ચતુશ્લોકી ભાગવત નો એક શ્લોક)
    Ads by OnlineBrowserAdvertisingAd Options

    Monday 2 June 2014

    દરેક માં-બાપ આ લેખ વાંચે એવી ભલામણ....


     બાળકને મારશો નહીં ....

    બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે.

    પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસના કામના બોજ અને ઉપરીની જોહુકમીથી ચિડાયેલો પિતા એમનું બધું જોર બાળક પર કાઢતા હોય છે. એમના જીવનનો તણાવ ખોટી રીતે વ્યક્ત કરવા માટે બાળક હથિયાર બની જાય છે. આને ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જ કહેવાય કે ? પોતાની હતાશા વ્યક્ત કરવા માટે લાચાર બાળકથી વધારે સારું હાથવગું બીજું કયું સાધન એમને મળે ? બાળકને શિસ્તના હેતુસર મારનાર માબાપ પણ કંઈ ઓછાં નથી, પણ એમણે સમજી લેવું જોઈએ કે આ ઉપાય બાળકને સન્માર્ગે વાળતો નથી. તેથી બાળકને મારતાં પહેલાં બે વાર વિચાર કરજો. બાળકને મારવાનું મન થાય ત્યારે શું કરશો ? આ રહી થોડી ઉપયોગી ચાવીઓ :

    [1] સ્વસ્થતા ગુમાવો નહીં :
    બાળકનું વર્તન જ્યારે તમને ખૂબ જ અકળાવે ત્યારે તમારો લાગણીઓ પરનો કાબૂ જાય એ સ્વાભાવિક છે. પણ યાદ રાખો કે બાળકોમાં તેમનાં માબાપની લાગણીઓ સાથે રમત રમવાની અકળ આદત હોય છે. માબાપ અકળાતાં હોય ત્યારે એમને મજા પડી જાય છે અને એ એમની વધારે પરીક્ષા કરે છે. આવી વખતે એ જગ્યા છોડીને આઘા ખસી જવામાં જ શાણપણ છે. આનાથી જાત પરનો સંયમ ગુમાવવાનો વખત આવશે નહીં.

    [2] દઢતા જાળવો,
    પણ વહાલના ભોગે નહીં : ઘણી વાર માબાપના સૂચન પ્રત્યે બાળક ધરાર આંખ આડા કાન કરે છે ત્યારે માબાપનો પિત્તો જાય એ સ્વાભાવિક છે. આવા વખતે હાથ ઊઠી જાય એ વિકલ્પ કામ કરતો નથી. એને બદલે સહેજ નમો, બાળકની નજીક જાઓ અને એને પ્રેમથી સ્પર્શીને તમારી આજ્ઞા મક્ક્મ શબ્દોમાં રજૂ કરો. તે વખતે તમારા અવાજમાં વહાલ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. આપણે ગુસ્સે થઈએ ત્યારે ઘણું કરીને બાળક પ્રત્યેનું આપણું વહાલ વીસરી જઈએ છીએ, પણ તે બરાબર નથી. પ્રેમ અને ગુસ્સો સાથે સંભવી શકે છે. વર્તનમાં ગુસ્સો નહીં પણ દઢતા આણવી જરૂરી છે.

    [3] બાળકને પસંદગી આપો :
    બાળક કંઈ અણગમતી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે એને મારીને રોકવાથી કામ સરશે નહીં. એના બદલે એને પસંદગી આપો. જેમ કે જમવા બેસતી વખતે એ રમત કર્યા કરતું હોય ત્યારે એને સ્પષ્ટ પૂછો કે : ‘તારે રમત રમવી છે કે પછી ખાઈ લેવું છે ?’ અથવા તમે એને ભણાવવા બેસાડો તે વખતે અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે ટી.વી. જોવાનું ચાલુ રાખે તો એને કહી શકાય, ‘તું અભ્યાસ કરવા ન માંગતો હોય તો હું અહીંથી જતો રહું અને મારું કામ કરું.’ પછી તમારા શબ્દોને ચોક્કસ અમલમાં મૂકો; બાળક રમત કરવાનું તમારું સૂચન અવગણવાનું ચાલુ રખે તો તમે એ જગ્યાએથી ખસી જાઓ અને બાળક અભ્યાસની તૈયારી બતાવે ત્યારે જ ત્યાં પરત આવો.

    [4] એને પરિણામનું ભાન કરાવો :
    રમત રમતાં એ પડોશીની બારીનો કાચ તોડી આવે તો એને મારવાથી એ સુધરશે નહીં. પછી ભવિષ્યમાં ફરીથી જ્યારે એ કંઈ ભૂલ કરી બેસશે ત્યારે તમારા મારથી બચવા માટે એ એની ભૂલ તમારાથી સંતાડશે અથવા તો જૂઠું બોલીને જાત બચાવવાનો પ્રયાસ કરશે. એને બદલે એને એના અવિચારી કાર્યથી પેદા થયેલા પરિણામનો ખ્યાલ આપો અને પોતાના કાર્યની જવાબદારીનો સ્વીકાર કરવાની ટેવ પાડો.

    [5] બાળકને વિચારવાનો સમય આપો :
    બાળક જ્યારે માબાપ સાથે નક્કી થયેલા કોઈ મુદ્દામાંથી ધરાર ફરી જાય ત્યારે એને મારવાની વૃત્તિ થઈ આવે એ સ્વાભાવિક છે, પણ વ્યર્થ છે. એને બદલે એને એનું વર્તન સુધારવાની તક આપો. એને એ માટે પૂરતો સમય આપો. અપેક્ષિત વર્તન કરીને એ તમારો વિશ્વાસ પુન: જીતી લે માટે એને સ્પષ્ટ ચેતવણી સાથે થોડો સમય આપો.

    [6] ઘર્ષણ ટાળો :
    બાળક સાથે કંઈ વિવાદાસ્પદ બને ત્યારે એની સાથે વ્યર્થ દલીલમાં ઊતરવાને બદલે એ પરિસ્થિતિથી તત્કાળ દૂર થઈ જાઓ, બીજા રૂમમાં જતા રહો અથવા અન્ય કામમાં લાગી જાઓ. પછી જ્યારે પરિસ્થિતિ ઠેકાણે પડે ત્યારે બાળક સાથેની વાતચીત આગળ વધારો. પરસ્પર જીદમાં એ વખતે એ મુદ્દાને વળગી રહેવા જઈએ તો નાહક આપણે આપણો ગુસ્સો ગુમાવીને બાળકને મારી પાડીએ એવું બને. એને બદલે એને શાંતિ અને મક્કમતાથી કહો : ‘હું બાજુની રૂમમાં મારું કામ કરું છું; તું જ્યારે શાંતિથી વાત કરવા તૈયાર થાય ત્યારે મને કહેજે.’

    [7] બાળક પાસેથી શું અપેક્ષિત છે એની એને અગાઉથી સ્પષ્ટ જાણ કરો :
    બાળક પાસેથી શું ઈચ્છીએ છીએ એની જો એને સ્પષ્ટતા જ ન હોય તો એ મૂંઝાઈ જાય અને આપણને અકળામણમાં મૂકે એવું વર્તન કરી બેસે એવું બને. એ એના મિત્રોની સંગત માણી રહ્યું હોય ત્યારે એકાએક જ આપણે એને ‘તાત્કાલિક ઘેર પાછો આવી જા નહીં તો હું તને જોઈ લઈશ.’ એવો હુકમ કરી દઈએ તે બરાબર નથી. એને બદલે એ જ્યારે એના દોસ્તને ત્યાં જવા નીકળે ત્યારે જ સ્પષ્ટ જણાવીએ કે સાંજે છ વાગ્તા પહેલાં પાછો આવી જજે. તો એ આપણી આજ્ઞાને આયોજનપૂર્વક અનુસરી શકે અને બિનજરૂરી ઘર્ષણમાંથી આપણે ઊગરી જઈએ.

    [8] તમારા જૂના દિવસોને યાદ કરો :
    તમારા બાળપણમાં તમને તમારા માબાપનો માર પડતો એ તમને ગમતું ? માર ખાતી વખતે તમારા મનમાં શી લાગણી ઊઠતી ? તમારા સ્વમાન અને આત્મગૌરવ પર ઘા થતો એ તમને પસંદ હતો ? તમને પસંદગી આપવામાં આવે તો તમે તમારા બાળપણમાં તમારા માબાપનો પ્રેમ પસંદ કર્યો હોત કે માર ? આજે તમને તમારી ભૂલ બદલ કોઈ મારે એ ગમે ખરું ? તમે આજે કદી કોઈ ભૂલ કરતા જ નથી ? તમારી ભૂલનો અહેસાસ તમને કોઈ અપમાનિત કરીને કે બધાંની વચ્ચે મારીને કરાવે એ તમને ગમે ખરું ? બાળકને મારીને તમે તમારા નાનપણમાં ખાધેલા મારનો બદલો લો છો કે પછી તમારા માબાપ પાસેથી મળેલા આ ખોટા શિક્ષણનો તદ્દન લાચારીથી કે અવશપણે અમલ કરી રહ્યા છો ? આ સઘળા પ્રશ્નોના ઉત્તર તમને તમારું આજનું વર્તન ઘડવામાં ચોક્કસપણે ઉપયોગી થશે.

    [9] પોતાની જાત માટે થોડો સમય કાઢો :
    જે માબાપ જીવનમાં રઘવાયાં થયાં હોય, શાંતિનો અભાવ અનુભવતા હોય, હતાશામાં જીવતાં હોય, જીવનશક્તિનો અભાવ અનુભવતા હોય એ એમના બાળક સાથેના વર્તનમાં પોતાનો કાબૂ ગુમાવી બેસે એવો પૂરેપૂરો સંભવ છે. પોતાની હતાશા બાળક પર કઢાય નહીં. પોતાના મનોરંજનનો ખ્યાલ રાખો. નિયમિત કસરત કરો. ઈતર વાંચન કરો. પોતાના શોખની કે રુચિની પ્રવૃત્તિ માટે નિયમિત થોડો સમય કાઢો. કામમાંથી રજા પાડો. હળવાશનો સમય કાઢો. પોતાના દિલનો ઊભરો કોઈની આગળ વ્યક્ત કરી કાઢો. મન જો હળવું હશે તો પોતાના વર્તન પરનો કાબૂ અકબંધ રહેશે એ નક્કી છે.

    માળા માં ૧૦૮ મણકા કેમ રખાય છે ?

     સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો. આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયા...ર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે. બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું 100ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100ગણું ફળ મળે. તે ગણતરીએ (108 x 100 = 10800) માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.
    108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.

    કર્મ એટલે શું?

     એક ખુબ જ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા જીવે છે... પ્રામાણિક્તા,દીર્ઘસંતોષ,ગમે તેવી હાલતમાં પણ ભગવાનઉપરની શ્રધ્ધા...એની આ વાત છે.
    થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટેફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો.થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓમળી રહે...
    ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇનેતેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...અરે..ઓ..શેઠ"બુમો પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જથ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે."
    મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે, "જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધુંહોત, તો તને સાંજે ખાવા કામ લાગેત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?"...તેણેહાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનુંકામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડનીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારાનસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)  
    જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હુંઅત્યારે ગાડીવાળાના ઘરમાં હોત.....!!!" કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,
    અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે?૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...

    ૨૫,૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીને આજે ભીડ ભોગવીને ય કાલ માટેબચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!!  

    જે છોડે તે સુખી...– એક સરસ લેખ જરૂર વાંચજો...!!

    JUST LEAVE IT
    એક સંત પુરુષ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજરે એક દ્રશ્ય પડ્યું અને થંભી ગયા. એક કૂતરું મોંમાં હાડકું લઈ ઝડપથી દોડી રહ્યું હતું અને પાછળ છ-સાત કૂતરાંઓ તેનો પીછો કરતા હતા. એના જ ભાઈઓ. થોડે જ દૂર બધાંય કૂતરાએ પેલા કૂતરાને ઘેરી લીધું. કોઇએ બચકું ભર્યું, કોઇએ પગ પકડ્યો, કોઇએ એને ધૂળ ચાટતું કર્યું. તે રીતે થોડી વારમાં કૂતરાના હાલ બેહાલ કરી મૂક્યા. અંતે તે કૂતરું થાક્યું. પોતાનો જીવ બચાવવા તેણે એ હાડકાને પડતું મૂક્યું. તે જ સમયે બધાં કૂતરાઓએ એને છોડી દીધું. હવે બીજા કોઇ કૂતરાએ હાડકું ઊંચકી લીધું.સંતપુરુષ આશ્ચર્ય નજરે આ દ્રશ્ય જોઈ જ રહ્યા. હવે બાકીનાં બધાં કૂતરાં એમના જ સાથી પર ત્રાટકી પડ્યાં અને પહેલા કૂતરાની જેમ એના પણ હાલ-બેહાલ કરી નાખ્યા. આ બીજા કૂતરાએ પણ પહેલાની જેમ પોતાનો જીવ બચાવવા હાડકું છોડી દીધું. હાડકું ત્રીજા કૂતરાએ પકડ્યું અને ત્રીજાની પણ એ જ દશા થઈ. પહેલા બે કૂતરા એક ખૂણામાં ઊભા ઊભા ભસી રહ્યા હતા. હવે એમને ભય ન હતો. કારણ કે લડાયક કૂતરાઓની નજર હાડકા ઉપર જ હતી અને જેની પાસે તે હાડકું હોય તેના પર જ હુમલા કરતા અને તેમને હાલ-બેહાલ કરી મૂકતા.
    સંતપુરુષ મનમાં વિચારે છે કે : જે પકડે છે તે દુ:ખી થાય છે, જે છોડે છે તે સુખી થાય છે. આ રસહીન અને શુષ્ક હાડકું પકડનારને પણ આટલું લોહી આપવુ પડે છે તો રસભર વસ્તુઓમાં આસક્ત રહેનારને કેટલું લોહી આપવું પડે.. ? કેટલા માર-દુ:ખ સહન કરવાં પડે.. જેણે છોડ્યું તેને કોઇ છેડતું નથી. જે પકડે છે તેની પાછળ સૌ પડે છે માટે જ રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ સમજવો જરૂરી છે.....!!