Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Thursday 31 July 2014

    માણસનો અહમ‌ તેનો વિનાશ સર્જે છે.

    ક શિલ્પી હતો. તે પથ્થરમાંથી બેનમુન મુર્તિઓ કંડારતો. તે એટલી સુંદર મુર્તિઓ કંડારતો કે જોનારને એમ લાગે કે આ હમણા જ બોલી ઊઠશે.
    એક વખત એક પ્રખર જયોતિષી શિલ્પીને મળવા આવ્યો. તેણે શિલ્પીને કહ્યુ કે “પંદર દિવસ પછી તારું મૃત્યુ થવાનું છે.”
    શિલ્પી મોતથી બચવાનો ઊપાય વિચારવા લાગ્યો. તે મનમાં બોલ્યો, “હું મારી કલાનો ઊપયોગ કરીને યમદુતોને છેતરીશ.”
    શિલ્પીએ રાત – દિવસ મહેનત કરીને પોતાના જેવા જ છ પૂતળા કંડાર્યા. પૂતળા એવા આબેહુબ બન્યા કે કોઇ જાણી ન શકે કે આમાં શિલ્પી કોણ હશે ?
    પંદર દિવસ પુરા થયા શિલ્પીનો મૃત્યુદિન આવી પહાચ્યો. શિલ્પી એક ઓરડામાં છ પૂતળા સુવડાવી દિધા તે પોતે પણ પૂતળાની વચ્ચે સૂઇ ગયો. યમદૂતો શિલ્પીને લેવા આવ્યા. તેમણે ઓરડામાં સાત શિલ્પી જોયા. તેઓ મુંજવણમાં મુકાઇ ગયા. હવે શું કરવું ? એક યમદૂત ચાલક હતો તેણે કહ્યું શિલ્પી હોશીયાર છે તેણે એક જ ભૂલ કરી છે. શિલ્પી ઊભો થઇ બોલ્યો, મારા હાથે ભૂલ ન થાય ભૂલ બતાવો યમદૂત કહે આજ ભૂલ કે, તું ઊભો થઇ ગયો.
    યમદૂતો શિલ્પીને લઇને ચાલતા થયા.
    માણસનો અહમ‌ તેનો વિનાશ સર્જે છે.

    મોહ અને માયા નું બંધન

        દુન્યવી ક્ષણભંગુર અને ક્ષુલ્લક ગણાતી ચીજવસ્તુઓ સાધન-સગવડોસંપત્તિસ્વજનો એમ બધાની માયા ત્યાગીને વિરાગી બની જાય તે મહાત્મા ગણાય. જે એકવાર છોડયું તેનો પછી ફરી મોહ ના જાગે તે મહાત્મા. 

        મિત્રો,તમે નાનપણમાં ઘણી વખત મદારીને વાંદરા ને નચાવતાં જોયો હશે.પહેલા જમાનામાં મદારી આ વાંદરાઓને પકડવાં માટે એક છટકું ગોઠવતાં હતાં તેમાં એક લોટા જેવા પાત્ર માં તે વાંદરાનો ખોરાક મુંકતા હતાં,અને જંગલમાં તેને મોટા વડ જેવાં ઝાડનાં મુંળીયાંની સાથે મજબુત બાંધી દેતા હતાં. વાંદરો જ્યારે આ લોટા જેવા પાત્રમાં ખોરાક ખાવા માટે જ્યારે હાથ નાખતો ત્યારે તે તેમાં મુઠ્ઠી વાળી દેતો હતો. પછી મદારી જ્યારે વાંદરાની નજીક આવીને વાંદરાને પકડી લે છતાંય તે વાંદરો મુંઠ્ઠીમાં રાખેલ ખોરાક છોડતો નહોતો.

         આમ જો આપણે જો જીવનરુપી લોટાપાત્રમાં મોહમાયા ને જ્યાંસુધી પકડી રાખીશું તો જમ(મુસીબતો) આપણને ઘેરીજ લેવાના છે.માટે જીવનમાં સંતોષ જેવું કોઇજ સુખ નથી....................................

                                  દિનેશ ગોસ્વામી.................... 

                                  ઓમ નમો નારાયણાય.................