Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Thursday 25 July 2013

    બાળપણ એક મધુર સ્મૃતી


    “યે દોલત ભી લેલો,
    યે શોહરત ભી લેલો,
    ભલે છીન લો મુજસે મેરી જવાની,
    મગર મુજકો લૌટા દો બચપન કા સાવન
    વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની”




    બાળપણ – એક એવી મીઠી મધુર યાજેજીવનના ગમે તેવા કપરા સમયમાં, તડકા છાયામાં, સુખ દુઃખમાં વ્યક્તિની સાથે રહે છે.વ્યક્તિ કઈ પણ ભૂલી શકે છે. બસ નથી ભૂલાતું તો આ નિર્દોષ, અને નિ:સ્વાર્થ બાળપણ.આ એક જ તો એ સમય છે જેનીસાથે જીવનની અમુલ્ય યાદો જોડાયેલી હોય છે અને એ કાયમી આપણી સાથે જ રહે છે.
    સ્વદેશમાં ભણીને વિદેશ ગયેલો છોકરો જ્યાં તે લાખો કમાતો હોય છતાં પોતાના ઘરની આસપાસ નાની નાની ગલીઓમાં રમેલી એ રમતો ક્યારેય ભૂલતો નથી. દીકરી વહાલનો દરિયો, જે પરણીને પોતાના પિયર થી હજારો માઈલ દુર ક્યાંક બેઠી હોય તો પણ એને ઘરનો એકે એક ખૂણો યાદ રહે છે. એ ક્યારેય ભૂલાતું નથી. સિત્તેર વર્ષના ડોશીમાં ને પણ એના બાળપણની એક નાની અમથી વાત યાદ આવી જાય તો પણ એના ચહેરા પર એક નિર્દોષ હાસ્ય રેલાય જતું હોય છે. છે કે નહિ? બાળપણ વસ્તુ જ એવી છે!!!
    મોટા ભાગે આપણે વાતની શરૂઆત કરતા કહેતા હોઈએ છીએ કે, “ હું જયારે નાનો હતો ને….” કે “નાની હતી ને….” એનો મતલબ એ કે વ્યક્તિ ગમે ત્યાં જાય, ગમે તે કરે, એનું બાળપણ એની ચામડી બનીને એની સાથે રહે છે. આપણા પપ્પા મમ્મી ને હજી એ યાદ હશે કે જયારે એ નાના હતા ત્યારે પાંચ પૈસા ની લાણી મળતી. એને એ પણ યાદ હશે કે એ સ્કુલમાં કેવા કલરની પાટી લઈને જાતા અને એમના શિક્ષક એમને દર શનિવારે કઈ પ્રવૃત્તિ કરાવતા. આજ વાત કદાચ તમે તમારા દાદા દાદી કે નાના નાની પૂછશો તો એમને પણ અક્ષરસ: યાદ હશે અને મને ને તમેન આજથી વર્ષો પછી કોક પૂછશે તો આપણને પણ યાદ જ હશે.  એવું તો શું છે આ બાળપણમાં? જવાબ દેવો સરળ નથી.
    વરસાદની ઋતુ આવે એટલે ઉનાળામાં ખાધેલા બરફના ગોલાની વધેલી સળીઓ માંથી માંડવો બનાવી એના પર મમ્મીને પૂછ્યા વગર લીધેલા પ્લાસ્ટિકના મોટા પાથરણા માંથી નાનો કટકો કાપી પાથરવામાં જે મજા હતી, એવી મજા હવે ક્યાં લેવા જાવી?
    દિવાળીની પહેલા ઘરમાં ચાલતી સફાઇઓમાં ક્યારેક ભૂલે-ચુકે બાળપણના જુના black and white  ફોટા જો હાથ માં આવી જાય તો બધા સફાઈકામમાં ઈન્ટરવલ પાડી એ ફોટા જોવા બેસી જાતા હોય છે, અને એ ફોટામાં જે નિર્દોષતા જોવા મળે, જે આનંદ થાય છે એ અમુલ્ય હોય છે. માણસના જીવનનો સૌથી મહત્વનો તબ્બકો જો કોઈ હોય તો એ બાળપણ જ છે. સંસારના બધા બંધનોથી અજાણ એટલે બાળપણ, નાત જાતના ભેદભાવો થી અજાણ એટલે બાળપણ, રાગ, દ્વેષ, કુળ, ઉચ્ નીચ, કાળા ગોરા, કામ, ક્રોધ, વાદ, અહંકાર વગેરે થી પણ અજાણ એટલે બાળપણ.
    ડ્રોઇંગબુકમાં મીણીયા કલર પુરવા, ચોપડીના પુઠ્ઠાપર બોલપેન માંથી રેલાય ગયેલી સાહી ના ડાઘા, દફતરના તૂટેલા નાકાંમાં સેડા વાળા રૂમાલની ગાંઠ, સવારે ઓઢી દિધેલા અને સાંજે તહેસ નહેસ થઇ ગયેલા વાળ, નોટમાં આડાઅવડા અક્ષરે લખેલો ગાયનો નિબંધ, અડધું પડધું ખાઈને ધીરે અવાજે પૂછાયેલો પ્રશ્ન “મમ્મી હવે રમવા જાવ????” આ બધું એટલે પણ બાળપણ, ટીચર જ સર્વસ્વ એવું દ્રઢ પણે માનવું અને બીજા કોઈનું કઈ ન માનવું એ બાળપણ, કેલેન્ડરના તારીખના પાના કોઈ ને પણ પૂછ્યા વગર ફાડીને એમાંથી હોળી બનાવી વરસાદના પાણીમાં ફેરવે એનું નામ બાળપણ. દરેક વસ્તુને પ્રશ્નાર્થની નજરે જોવે એ પણ બાળપણ અને સ્વાર્થ વગરનું આગ્રહ એટલે બાળપણ. નાફ્ફા વગર નો વેપાર અને ખોટ વગરનો ધંધો એટલે બાળપણ. કાર્ટુન ચેનલ, થાર્મોકોલ્નુંન ઘર, લાઇટ વાળી ગાડી, ગુડ્ડી ગુડ્ડાની શાદી એટલે પણ બાળપણ. “ચાલો હું ભણાવું બાકીના બધા ભણો” એ પણ બાળપણ, “ચાલો હું નોકરીએ જાવ ને તારે રસોઈ કરવાની હો….” હા એ પણ બાળપણ. નદી પર્વત, અંધારો પાડો, સ્ટેચ્યુ અને ગો એટલે બાળપણ, મમ્મી પપ્પાને તોતળા અવાજમાં ફરિયાદ એટલે પણ બાળપણ અને દાદી નાનીની જૂની સાડી માંથી કાપકૂપ કરી બનતી નવી નાની સાડી એટલે પણ બાળપણ. રવિવારની રાહ ને સોમવારે સ્કુલ જવાની ના એટલે બાળપણ, ક્રીમ વાળા બિસ્કીટ એટલે દુનિયાની સર્વશ્રેષ્ઠ વાનગી એવી માન્યતા એટલે પણ બાળપણ. ગારા વાળા પાણીમાં મોજ થી લેવાતા છબછબિયાં એટલે બાળપણ અને તડકામાં ભમરડાંની રમત એટલે પણ બાળપણ. દિવાળી કે ઇદના દિવસે સૌથી નાના બુટ મોજા કે મોજડી એટલે બાળપણ અને ઘરના કોઈક એક ખૂણે ઢગલાંબંધ પડેલા જુના-નવા, નાના-મોટા, રંગબેરંગી રમકડા એટલે પણ બાળપણ, ગાલના ગોટા પર સરકી પડતા બોર બોર જેવડા આંસુડા એટલે બાળપણ… મુઠ્ઠી ભરીને ખવાતી મુખવાસ એટલે બાળપણ અને આઈસ્ક્રીમ ખાઈ કપ સાચવી રાખવા એટલે પણ બાળપણ. ઘર-ઘર એટલે બાળપણ અને “હું માલા મમ્મીને કઈ દવ જો…….” એટલે પણ બાળપણ. તરબુચના બી ની રમત એટલે બાળપણ અને કપડા ધોવાનો ધોકો બને બેટ એટલે પણ બાળપણ. નાની નાની ચોટલીમાં ટચુકડાં બોરિયાની જોડી એટલે કે બાળપણ, મેળા માંથી ખરીદેલી લાલ કલરની બંદુક એટલે બાળપણ, જેના માટે થુંક એટલે ફેવિકોલ એ બાળપણ, કોઈપણ પ્રકારની કૃત્રિમતા વગરનું જીવન એટલે બાળપણ. પડોશીના ઘરના કાંચ તોડે ઈ બાળપણ, પ્લાસ્ટિકના જબલા માંથી પેરાશુટ બનાવે એ બાળપણ, રેતીના ઘર, પ્લાસ્ટીકના ચુલા, ગ્લુકોઝના બિસ્કીટની ચા અને મમરાના ભાત એટલે બાળપણ. વેશભૂષાના દિવસે કાજળ કે ચુનાથી બનાવેલી મૂછ એટલે પણ બાળપણ, સ્વાર્થની ગેરહાજરી અને નીર્દોસ્તાની પરાકાષ્ટા એટલે બાળપણ, પગાર વધારા કે લાભની આશા વગર કરાતું સોપ્યા વગરનું કામ એટલે બાળપણ. પ્રેમનો દરિયો ને વહાલની ગેલેક્સી એટલે બાળપણ. જેના માટે રાજા-રંક સમાન એ બાળપણ અને જેના માટે એના ઘરનું આંગણું જ આખું વિશ્વ એનું નામ બાળપણ…..
    એક વાર જઈ પાછુ ક્યારેય ન આવે તેવું છે આ બાળપણ…
    કદાચ હું લખતા લખતા થાકી જાવ અને તમે વાંચતા વાંચતા, છતાં જેનું વર્ણન પૂરું ન થાય એ બાળપણ….
    એક વાર આ બાળપણની નિર્દોષતા ચાલી જાય છે પછી પાછી ક્યારેય આવતી નથી. માણસ જીવન પર્યંત બાળક બની ને રહી શકતો નથી. આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે જો મને મારું બાળપણ પાછું મળી જાય તો કેટલુ સારું!!!! પણ અફસોસ યાદ સિવાય આપણી પાસે કઈ રેહતું નથી….જો માનવી જીવન ભર કદાચ એક બાળક બનીને રહી શકત તો કુછ ઓર બાત હોતી!!!!
    બધું ગુમાવી દેતા પણ બાળપણ પાછુ મળતું નથી અને એટલા માટે માણસ ઘણી વખત બાળપણને કૈઈક આવી રીતે યાદ કરે છે…..
    “યે દોલત ભી લેલો,
    યે શોહરત ભી લેલો,
    ભલે છીન લો મુજસે મેરી જવાની,
    મગર મુજકો લૌટા દો બચપન કા સાવન
    વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની”

    No comments:

    Post a Comment