Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Thursday 5 October 2017

    કરવા ચૌથની વ્રત કથા માટે જુઓ આ વીડિયો

    કરવા ચોથ એક નારી પર્વ છે. આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીયો તેમજ તે જ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે. આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. શિવ-કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે. આ વ્રતમાં વ્રત કથા સાંભળવાનું વિધાન છે. તમે કોઈ પણ કથાને સાંભળશો કે વાંચશો તો ફળ તો તમને એક જેવું જ મળશે.
    વ્રત કથા 

    કરવા ચૌથની વ્રત કથા માટે જુઓ આ વીડિયો 

    શરદ પૂનમનું પૌરાણિક મહત્વ

    પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. 

    આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે. 


    પ્રાચીનકાળહી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. તેનું મહત્વ અને ઉલ્લાસના રીત-ભાતના સંબંધે જ્યોતિષાચાર્ય પ્રેમનારાયણ શાસ્ત્રીના મુજબશાસ્ત્રોમાં વર્ણિત છે. 

    એ બતાવે છે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે, જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે. 

    એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે. 

    શરદ પૂનમને કોજાગરી લોક્ખી(દેવી લક્ષ્મી)ને પૂજા કરવામાં આવે છ. પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે. પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ, ધૂપ, દુર્વા, કમળનું ફૂલ, હતંકી, ધનસંપત્તિ, આરી(નાનૂ સૂંપડુ)અનાજ, સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે. 

    આપ કદાચ જાણતા હશો કે જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે. 16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઈટ કહેવામાં આવે છે.

    દશેરા પર શું કામ લોકો ખાય છે અને ખવડાવે છે ફાફડા-જલેબી? નહીં જાણતા હો આ કારણ

    છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતના મહાનગરોમાં દશેરાને દિવસે સવારે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે પરંતુ આ પરંપરા શા માટે અને ક્યારથી શરૂ થઈ એ કદાચ ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને શાશ્કુલી કે જેને આજે આપણે જલેબી કહીએ છીએ, તે ખૂબ ભાવતી હતી. એમના પરમભક્ત હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાનગી વધુ ભાવતી હતી. આથી જ આજે પણ હનુમાનજીને બુંદીના લાડુનો પ્રસાદ ચડાવવામાં આવે છે.
    ભગવાન શ્રીરામે દશેરાને દિવસે રાવણનો વધ કર્યો એની ખુશીમાં નગરજનોએ શાશ્કુલી (જલેબી) ખાઈને ખુશાલી મનાવી હતી. સૈકાઓ બાદ ગુજરાતના મહાનગરના લોકોએ દશેરાને દિવસે જલેબી ખાવાની પરંપરા શરૂ કરી દીધી. મીઠાઈની મજા તો ત્યારે જ આવે કે જ્યારે એની સાથે ફરસાણનો ચટાકો હોય! જો રામને પોતાની પ્રિય વાનગીની સાથે ફરસાણનો સાથ જોઈતો હોય તો રાવણ સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનારા હનુમાનજીને પ્રિય ચણાના લોટમાંથી બનેલા ફાફડા જ ઉત્તમ વિકલ્પ છે. આમ દશેરાને દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા શરૂ થઈ. જે આજ દિન સુધી યથાવત છે.
    દશેરા પર ખવાતાં ફાફડા અને જલેબીમાં પોષક તત્‍વો તો દૂરની વાત છે, પણ નુકસાન કરતાં ટોક્‍સિન વધારે હોવાની પૂરેપુરી સંભાવના ફૂડ એન્‍ડ ન્‍યુટ્રિશનના નિષ્‍ણાતોએ વ્‍યક્‍ત કરી છે. ફાફડા અને જલેબીને માત્ર સ્‍વાદની લિજજત માણવા માટે ટેસ્‍ટ કરાય તો વાંધો નથી, પણ લંચ અને ડિનરના ભોગે તો ખાવા હેલ્‍થ માટે જોખમી છે. વર્ષમાં એકાદ વાર ખાતા હોઇએ ત્‍યારે વધુમાં વધુ ૫૦ ગ્રામ ફાફડા અને ૨૫ ગ્રામ જલેબી ખાવી હિતાવહ છે. બ્‍લડપ્રેશર, હાર્ટ કે કોલેસ્‍ટેરોલના દર્દીઓએ ફાફડા-જલેબીથી દૂર જ રહેવું જોઈએ, ફાફડા ચણાના લોટમાંથી બનતા હોવાથી તેમાં થોડી માત્રામાં કેલરી અને પ્રોટિનનું પ્રમાણ હોય છે, જયારે વિટામિન અને મિનરલ્‍સ નહિંવત હોય છે. ફાફડા અને જલેબી ખાતા હોઇ ત્‍યારે તેનાંથી થતાં નુકસાનથી બચવા સાથે ફ્રેશ ફ્રૂટ ખાવું જોઇએ. ફાફડા વાસી તેલમાંથી બન્‍યાં હોય તો તેમાં ટોક્‍સિન તત્‍વ વધતાં તે નુકસાન કરવાનું શરુ કરે છે, જયારે જલેબીમાં તો કોઇ જાતનાં પોષક તત્‍વો હોતાં નથી, તેથી જલેબી ખાવાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર કંઇક અંશે ગ્‍લુકોઝ જતાં શક્‍તિ જેવું લાગે છે.

    Tuesday 29 August 2017

    ગણપતિ બાપા મોરયા’ શબ્દમાં છૂપાયું છે એક રહસ્ય, જાણી લો તમે પણ

    દેશભરમાં અત્યારે ગણેશોત્સવની ધૂમ છે. ગણેશ ચતુર્થીના દિવસે ભકતો પોત-પોતાના ઘરોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે અને ભક્તિમાં તરબોળ રહે છે. મોટા-મોટા પૂજા પંડાલોમાં ગણપતિનો જયજયકાર સંભળાય છે. અત્યારે તો એક જ અવાજ ‘ગણપતિ બાપા મોરિયા’ પરંતુ શું તમે જાણો છે કે ગણપતિ બાપા મોરિયા કેમ બોલાય છે.
    ગણપતિના જયકારની વાર્તા મહારાષ્ટ્રના ચિંચવાડ ગામ સાથે જોડાયેલ છે. આ ગામમાં એક સંતનો જન્મ થયો હતો જેનું નામ મોરયા ગોસાવી હતું. માનવામાં આવે છે કે ભગવાન ગણેશના આશીર્વાદ બાદ જ મોરયાનો જન્મ થયો હતો. તેઓ જન્મથી જ ભગવાન ગણેશજીની ભક્તિમાં લીન રહેવા લાગ્યા હતા.
    જ્યારે ગણ ગણેશ ચતુર્થી આવતી હતી ત્યારે મોરયા ગોસાવી ચિંચવાડથી કેટલાંય કિલોમીટર ચાલીને મયુરેશ્વર મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવા જતા હતા. આ સિલસિલો 117 વર્ષ સુધી ચાલ્યો. મોટી ઉંમરના લીધે તેમણે મયુરેશ્વર મંદીર સુધી જવામાં ઘણી તકલીફ પડવા લાગી હતી. ત્યારે એક દિવસ ગણપતિ તેમના સપનામાં આવ્યા.
    મોરયાના સપનામાં ભગવાન ગણેશ જી એ તેમને કહ્યું કે એક મૂર્તિ નદીમાં મળશે. ત્યારબાદ જેવું તેમને સપનોમાં જોયું હતું તેવું જ નદીમાં સ્નાન કર્યા બાદ તેમને ગણેશની મૂર્તિ મળી હતી. લોકોને જ્યારે આ ઘટનાની માહિતી મળી તો લોકો ચિંચવાડ ગામમાં મોરયા ગોસાવીના દર્શન માટે આવવા લાગ્યા.
    ત્યારબાદથી આ સંતના ભક્ત પગે લાગીને તેમણે મોરયા કહેવા લાગ્યા અને સંત મોરયા ભકતોમાં મંગલમૂર્તિના નામથી બોલાવા લાગ્યા. આમ ગણેશોત્સવ દરમ્યાન ગણપતિ બાપા મોરયાનો જયકાર લગાવાની પરંપરા શરૂ થઇ ગઇ.

    આરતી કરતી વખતે દીવો ઓલવાઇ જાય ત્યારે ધ્યાનમાં રાખો આ બાબતો, નહિં તો થશે નુકસાન

    કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કારણે આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન થાય ત્યાં સુધી દીવો સળગતો રહેવો જોઈએ. અહી જાણો જો પુર્ણ સાવધાની રાખવા છતા પણ જો દીવો ઓલવાઇ જાય તો શું કરવુ જોઈએ..
    • જો કોઈ કારણસર દીવો ઓલવાઇ જાય છે તો એવુ માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમાં કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે. સાથે એ પણ સંકેત હોઈ શકે કે તમારા દ્વારા પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય. તેથી ઈશ્વર પાસે પોતાની ક્ષમા યાચના કરવી જોઈએ.
    • આરતી કરતી વખતે જો દીવો ઓલવાઇ જાય છે તો ભગવાન પાસે ક્ષમા માંગીને ફરીથી દીપક પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સાથે જ જે કાર્ય માટે પૂજા કરવામાં આવી રહી છે એ કાર્યને કરતી સમયે પુર્ણ સાવધાની રાખવી જોઈએ. નહી તો સફળતા પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ થઈ શકે છે.
    દીવો તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો
    આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે દીવામાં પુરતુ ઘી કે તેલ હોય. દીવાની જ્યોત જે કપાસમાંથી બનાવવામાં આવે છે એ પણ સારી રીતે બનાવવી જોઈએ. આ સાથે જ પૂજા અર્ચના કરતી વખતે એ ક્ષેત્રમાં પંખો કે કુલર વગેરે પણ ન ચલાવવા જોઈએ કારણકે વધારે હવાથી દીવો ઓલવાઇ જાય છે. પૂજન કાર્યમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ભગવાનની આરાધના પહેલા પોતાને પણ પવિત્ર કરી લો.