Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Friday 26 September 2014

    જય આદ્યા શક્તિ [આરતી]


    જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
    અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (૨) 
    પડવે પ્રકટ્યા મા, ૐ જયો જયો મા જગદંબે

    દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (૨)
    બ્રહ્મા ગણપતિ ગાવે (૨) 
    હર ગાયે હરમા, ૐ જયો જયો મા જગદંબે

    તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (૨)
    ત્રયા થકી તરવેણી (૨) 
    તું તરવેણી મા, ૐ જયો જયો મા જગદંબે

    ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (૨)
    ચાર ભુજા ચૌદિશા (૨)
    પ્રગટયાં દક્ષિણમાં, ૐ જયો જયો મા જગદંબે

    પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (૨)
    પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (૨) 
    પંચે તત્‍વોમાં, ૐ જયો જયો મા જગદંબે

    ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (૨)
    નર નારી ના રૂપે (૨)
    વ્‍યાપ્‍યાં સર્વેમા, ૐ જયો જયો મા જગદંબે

    સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (૨)
    ગૌ ગંગા ગાયત્રી (૨) 
    ગૌરી ગીતા મા, ૐ જયો જયો મા જગદંબે

    અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (૨)
    સુનીવર મુનીવર જનમ્‍યા (૨) 
    દેવ દૈત્‍યો મા, ૐ જયો જયો મા જગદંબે

    નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (૨)
    નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,કીધાં હર બ્રહ્મા, 
    ૐ જયો જયો મા જગદંબે
    દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (૨)
    રામે રામ રમાડયા, (૨) રાવણ રોળ્યો મા, ૐ જયો જયો મા જગદંબે

    એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (૨)
    કામદુર્ગા કાળીકા (૨) 
    શ્‍યામાને રામા, ૐ જયો જયો મા જગદંબે

    બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (૨)
    બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા, 
    ૐ જયો જયો મા જગદંબે

    તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (૨)
    બ્રહમા વિષ્‍ણુ સદાશિવ (૨) 
    ગુણતારા ગાતા ૐ જયો જયો મા જગદંબે

    ચૌદશે ચૌદ સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (૨)
    ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહ વાહિની માતા, 
    ૐ જયો જયો મા જગદંબે

    પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (૨)
    વસિષ્ઠ દેવે વખાણ્‍યાં મારકણ્ડ મુનિએ વખાણ્‍યાં, ગાઈ શુભ કવિતા, 
    ૐ જયો જયો મા જગદંબે

    સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (૨)
    સંવત સોળે પ્રગટ્યાં(૨) 
    રેવાને તીરે, માં ગંગાને તીરે, ૐ જયો જયો મા જગદંબે

    ત્રાંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
    સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (૨) 
    ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી,
    ૐ જયો જયો મા જગદંબે

    શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે મા જે ભાવે ગાશે
    ભણે શિવાનંદ સ્‍વામી (૨) સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે, 
    ૐ જયો જયો મા જગદંબે


    No comments:

    Post a Comment