Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Saturday 5 December 2015

    પ્રેરણા અને પ્રોત્સાહન

    એક નાનો બાળક નિયમિત શાળાએ જતો પણ અભ્યાસમાં નબળો હતો. શિક્ષકો એને સમજાવવાનો પ્રયાસ કરે પણ આ બાળક સમજવાને બદલે જાત જાતના સવાલો કરે. શિક્ષકો પણ આ વિદ્યાર્થીથી ખુબ કંટાળ્યા હતા.
    એકદિવસ આ વિદ્યાર્થીના વર્ગશિક્ષકે એની મમ્મી ઉપર એક ચીઠ્ઠી લખીને કવરમાં પેક ઘરે મોકલાવી. વિદ્યાર્થી આ ચીઠ્ઠી લઇને ઘરે આવ્યો અને મમ્મીને ચીઠ્ઠી આપી. ચીઠ્ઠીમાં શિક્ષકે શું લખ્યુ છે એની વિદ્યાર્થીને કંઇ જ ખબર નહોતી આથી એને જાણવાની તાલાવેલી હતી. એણે મમ્મીને ચીઠ્ઠીમાં શું લખ્યું છે એ જોવા માટે વિનંતી કરી.
    છોકરાની મમ્મીએ ચીઠ્ઠી ખોલી અને વાંચી. ચીઠ્ઠીમાં લખ્યુ હતુ ' આપનો દિકરો ગધેડો છે. એને કંઇ જ ખબર પડતી નથી. એને આ શાળામાંથી ઉઠાડી લો અને તમારી ઘરે જ રાખો ' દિકરા વિષે આવુ લખાણ વાંચીને માને ખુબ દુ:ખ થયુ. દિકરાએ પુછ્યુ, " મમ્મી શું લખ્યું છે મારા શિક્ષકે ? " મમ્મીએ એના દિકરાના માથા પર વહાલથી હાથ ફેરવતા કહ્યુ, " બેટા, તારા શિક્ષકે લખ્યુ છે કે તું ખુબ હોશીયાર છે અને તને કોઇ વધુ સારી શાળામાં અભ્યાસ માટે મુકવો જોઇએ."
    છોકરાને મમ્મીની વાત સાંભળીને પોતાની જાત પર ગૌરવ થયુ. આ છોકરાને શાળામાંથી ઉઠાડીને બીજી શાળામાં બેસાડવામાં આવ્યો. મમ્મી ઘરે રોજ બાળકને પ્રોત્સાહન આપે અને મોટા-મોટા સપનાઓ બતાવે. બાળકની પ્રતિભા ધીમે ધીમે ખીલવા લાગી અને બીજા બધા વિદ્યાર્થીઓ કરતા એ જુદો પડવા લાગ્યો.
    આ બાળક એટલે જેણે વિજળીના ગોળાની શોધ કરીને આપણને સૌને અંધારીયા યુગમાંથી મુક્તિ અપાવી એ મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસન. દુનિયામાં સૌથી વધુ વૈજ્ઞાનિક શોધો આ એડીસનના નામે નોંધાયેલી છે.
    મિત્રો, બાળકોને હતોત્સાહિત કરવાને બદલે જો એને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે તો એનું પરિણામ હંમેશા જુદુ જ મળતું હોય છે. સંતાનોને ઉતારી પાડવાને બદલે એની ક્ષમતાઓને ખીલવવા માટેનો પ્રયાસ કરવો જોઇએ.

    No comments:

    Post a Comment