કરવા ચોથ એક નારી પર્વ છે. આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીયો તેમજ તે જ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે. આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. શિવ-કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે. આ વ્રતમાં વ્રત કથા સાંભળવાનું વિધાન છે. તમે કોઈ પણ કથાને સાંભળશો કે વાંચશો તો ફળ તો તમને એક જેવું જ મળશે.
વ્રત કથા
કરવા ચૌથની વ્રત કથા માટે જુઓ આ વીડિયો
Thursday, 5 October 2017
શરદ પૂનમનું પૌરાણિક મહત્વ
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ.
આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે.
પ્રાચીનકાળહી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. તેનું મહત્વ અને ઉલ્લાસના રીત-ભાતના સંબંધે જ્યોતિષાચાર્ય પ્રેમનારાયણ શાસ્ત્રીના મુજબશરદ પૂનમનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત છે.
એ બતાવે છે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે, જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે.
એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.
શરદ પૂનમને કોજાગરી લોક્ખી(દેવી લક્ષ્મી)ને પૂજા કરવામાં આવે છ. પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે. પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ, ધૂપ, દુર્વા, કમળનું ફૂલ, હતંકી, ધનસંપત્તિ, આરી(નાનૂ સૂંપડુ)અનાજ, સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે.
આપ કદાચ જાણતા હશો કે જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે. 16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઈટ કહેવામાં આવે છે.
આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે.
પ્રાચીનકાળહી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. તેનું મહત્વ અને ઉલ્લાસના રીત-ભાતના સંબંધે જ્યોતિષાચાર્ય પ્રેમનારાયણ શાસ્ત્રીના મુજબશરદ પૂનમનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત છે.
એ બતાવે છે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે, જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે.
એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.
શરદ પૂનમને કોજાગરી લોક્ખી(દેવી લક્ષ્મી)ને પૂજા કરવામાં આવે છ. પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે. પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ, ધૂપ, દુર્વા, કમળનું ફૂલ, હતંકી, ધનસંપત્તિ, આરી(નાનૂ સૂંપડુ)અનાજ, સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે.
આપ કદાચ જાણતા હશો કે જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે. 16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઈટ કહેવામાં આવે છે.
દશેરા પર શું કામ લોકો ખાય છે અને ખવડાવે છે ફાફડા-જલેબી? નહીં જાણતા હો આ કારણ
છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતના મહાનગરોમાં દશેરાને દિવસે સવારે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે પરંતુ આ પરંપરા શા માટે અને ક્યારથી શરૂ થઈ એ કદાચ ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને શાશ્કુલી કે જેને આજે આપણે જલેબી કહીએ છીએ, તે ખૂબ ભાવતી હતી. એમના પરમભક્ત હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાનગી વધુ ભાવતી હતી. આથી જ આજે પણ હનુમાનજીને બુંદીના લાડુનો પ્રસાદ ચડાવવામાં આવે છે.
ભગવાન શ્રીરામે દશેરાને દિવસે રાવણનો વધ કર્યો એની ખુશીમાં નગરજનોએ શાશ્કુલી (જલેબી) ખાઈને ખુશાલી મનાવી હતી. સૈકાઓ બાદ ગુજરાતના મહાનગરના લોકોએ દશેરાને દિવસે જલેબી ખાવાની પરંપરા શરૂ કરી દીધી. મીઠાઈની મજા તો ત્યારે જ આવે કે જ્યારે એની સાથે ફરસાણનો ચટાકો હોય! જો રામને પોતાની પ્રિય વાનગીની સાથે ફરસાણનો સાથ જોઈતો હોય તો રાવણ સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનારા હનુમાનજીને પ્રિય ચણાના લોટમાંથી બનેલા ફાફડા જ ઉત્તમ વિકલ્પ છે. આમ દશેરાને દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા શરૂ થઈ. જે આજ દિન સુધી યથાવત છે.
દશેરા પર ખવાતાં ફાફડા અને જલેબીમાં પોષક તત્વો તો દૂરની વાત છે, પણ નુકસાન કરતાં ટોક્સિન વધારે હોવાની પૂરેપુરી સંભાવના ફૂડ એન્ડ ન્યુટ્રિશનના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ફાફડા અને જલેબીને માત્ર સ્વાદની લિજજત માણવા માટે ટેસ્ટ કરાય તો વાંધો નથી, પણ લંચ અને ડિનરના ભોગે તો ખાવા હેલ્થ માટે જોખમી છે. વર્ષમાં એકાદ વાર ખાતા હોઇએ ત્યારે વધુમાં વધુ ૫૦ ગ્રામ ફાફડા અને ૨૫ ગ્રામ જલેબી ખાવી હિતાવહ છે. બ્લડપ્રેશર, હાર્ટ કે કોલેસ્ટેરોલના દર્દીઓએ ફાફડા-જલેબીથી દૂર જ રહેવું જોઈએ, ફાફડા ચણાના લોટમાંથી બનતા હોવાથી તેમાં થોડી માત્રામાં કેલરી અને પ્રોટિનનું પ્રમાણ હોય છે, જયારે વિટામિન અને મિનરલ્સ નહિંવત હોય છે. ફાફડા અને જલેબી ખાતા હોઇ ત્યારે તેનાંથી થતાં નુકસાનથી બચવા સાથે ફ્રેશ ફ્રૂટ ખાવું જોઇએ. ફાફડા વાસી તેલમાંથી બન્યાં હોય તો તેમાં ટોક્સિન તત્વ વધતાં તે નુકસાન કરવાનું શરુ કરે છે, જયારે જલેબીમાં તો કોઇ જાતનાં પોષક તત્વો હોતાં નથી, તેથી જલેબી ખાવાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર કંઇક અંશે ગ્લુકોઝ જતાં શક્તિ જેવું લાગે છે.
Tuesday, 29 August 2017
ગણપતિ બાપા મોરયા’ શબ્દમાં છૂપાયું છે એક રહસ્ય, જાણી લો તમે પણ
દેશભરમાં અત્યારે ગણેશોત્સવની ધૂમ છે. ગણેશ ચતુર્થીના દિવસે ભકતો પોત-પોતાના ઘરોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે અને ભક્તિમાં તરબોળ રહે છે. મોટા-મોટા પૂજા પંડાલોમાં ગણપતિનો જયજયકાર સંભળાય છે. અત્યારે તો એક જ અવાજ ‘ગણપતિ બાપા મોરિયા’ પરંતુ શું તમે જાણો છે કે ગણપતિ બાપા મોરિયા કેમ બોલાય છે.
ગણપતિના જયકારની વાર્તા મહારાષ્ટ્રના ચિંચવાડ ગામ સાથે જોડાયેલ છે. આ ગામમાં એક સંતનો જન્મ થયો હતો જેનું નામ મોરયા ગોસાવી હતું. માનવામાં આવે છે કે ભગવાન ગણેશના આશીર્વાદ બાદ જ મોરયાનો જન્મ થયો હતો. તેઓ જન્મથી જ ભગવાન ગણેશજીની ભક્તિમાં લીન રહેવા લાગ્યા હતા.
જ્યારે ગણ ગણેશ ચતુર્થી આવતી હતી ત્યારે મોરયા ગોસાવી ચિંચવાડથી કેટલાંય કિલોમીટર ચાલીને મયુરેશ્વર મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવા જતા હતા. આ સિલસિલો 117 વર્ષ સુધી ચાલ્યો. મોટી ઉંમરના લીધે તેમણે મયુરેશ્વર મંદીર સુધી જવામાં ઘણી તકલીફ પડવા લાગી હતી. ત્યારે એક દિવસ ગણપતિ તેમના સપનામાં આવ્યા.
મોરયાના સપનામાં ભગવાન ગણેશ જી એ તેમને કહ્યું કે એક મૂર્તિ નદીમાં મળશે. ત્યારબાદ જેવું તેમને સપનોમાં જોયું હતું તેવું જ નદીમાં સ્નાન કર્યા બાદ તેમને ગણેશની મૂર્તિ મળી હતી. લોકોને જ્યારે આ ઘટનાની માહિતી મળી તો લોકો ચિંચવાડ ગામમાં મોરયા ગોસાવીના દર્શન માટે આવવા લાગ્યા.
ત્યારબાદથી આ સંતના ભક્ત પગે લાગીને તેમણે મોરયા કહેવા લાગ્યા અને સંત મોરયા ભકતોમાં મંગલમૂર્તિના નામથી બોલાવા લાગ્યા. આમ ગણેશોત્સવ દરમ્યાન ગણપતિ બાપા મોરયાનો જયકાર લગાવાની પરંપરા શરૂ થઇ ગઇ.
આરતી કરતી વખતે દીવો ઓલવાઇ જાય ત્યારે ધ્યાનમાં રાખો આ બાબતો, નહિં તો થશે નુકસાન
કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કારણે આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન થાય ત્યાં સુધી દીવો સળગતો રહેવો જોઈએ. અહી જાણો જો પુર્ણ સાવધાની રાખવા છતા પણ જો દીવો ઓલવાઇ જાય તો શું કરવુ જોઈએ..
- જો કોઈ કારણસર દીવો ઓલવાઇ જાય છે તો એવુ માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમાં કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે. સાથે એ પણ સંકેત હોઈ શકે કે તમારા દ્વારા પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય. તેથી ઈશ્વર પાસે પોતાની ક્ષમા યાચના કરવી જોઈએ.
- આરતી કરતી વખતે જો દીવો ઓલવાઇ જાય છે તો ભગવાન પાસે ક્ષમા માંગીને ફરીથી દીપક પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સાથે જ જે કાર્ય માટે પૂજા કરવામાં આવી રહી છે એ કાર્યને કરતી સમયે પુર્ણ સાવધાની રાખવી જોઈએ. નહી તો સફળતા પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ થઈ શકે છે.
દીવો તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો
આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે દીવામાં પુરતુ ઘી કે તેલ હોય. દીવાની જ્યોત જે કપાસમાંથી બનાવવામાં આવે છે એ પણ સારી રીતે બનાવવી જોઈએ. આ સાથે જ પૂજા અર્ચના કરતી વખતે એ ક્ષેત્રમાં પંખો કે કુલર વગેરે પણ ન ચલાવવા જોઈએ કારણકે વધારે હવાથી દીવો ઓલવાઇ જાય છે. પૂજન કાર્યમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ભગવાનની આરાધના પહેલા પોતાને પણ પવિત્ર કરી લો.
આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે દીવામાં પુરતુ ઘી કે તેલ હોય. દીવાની જ્યોત જે કપાસમાંથી બનાવવામાં આવે છે એ પણ સારી રીતે બનાવવી જોઈએ. આ સાથે જ પૂજા અર્ચના કરતી વખતે એ ક્ષેત્રમાં પંખો કે કુલર વગેરે પણ ન ચલાવવા જોઈએ કારણકે વધારે હવાથી દીવો ઓલવાઇ જાય છે. પૂજન કાર્યમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ભગવાનની આરાધના પહેલા પોતાને પણ પવિત્ર કરી લો.
Monday, 19 September 2016
આદિ ગુરૂ શંકરાચાર્યજીની સંસારને ચેતવણી
” ભજ ગોવિંદમ્…ભજ ગોવિંદમ્…ભજ ગોવિંદમ્…મૂઢમતે…”
આ આદિ શંકરાચાર્યજી મહારાજનું પ્રસિધ્ધ
સ્ત્રોત છે.એકવાર એક વ્યક્તિ મૃત્યુથી બચવા માટે આ મંત્રનો જપ કરી રહ્યો
હતો.આચાર્યશ્રી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા..તો તેમને સમજાવ્યું કેઃ હે મુરખ
! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી. તું એક નિરાકાર પ્રભુ
પરમાત્મા બ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.
“મૃત્યુ નિકટ આવીને જ્યારે તારા પ્રાણને,
ડુકૃંજ કરણે ધાતુ ત્યાં તને ના બચાવી,
એટલે વ્યોમોહ છોડીને સુન આ રહસ્ય ગૂંઢ,
ભજ ગોવિન્દમ્ ભજ ગોવિન્દમ્ ભજ ગોવિન્દમ્…”
જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા
છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં
ભટકે છે. ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે, જે શિતલ જળથી પોતાની તરસ
છીપાવવાના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે, સ્વપ્નીમાં મસ્ત છે અને
મૃત્યુથી ત્રસ્ત છે..એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ
શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા
માનતા હતા.સંસારમાં આજસુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્ટાર સિધ્ધ
મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા.ભગવાન
શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણસ પણ પોતાના સમયના નિર્ગુણ નિરાકાર બ્રહ્મને
માનવાવાળા હતા,કારણ કેઃ રામાયણમાં કહ્યું છે કેઃ
સિયારામ મય સબ જગ જાની,કરહું પ્રણામ જોરી જુગ પાની…!!!
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ
પ્રકૃતિ અને પુરૂષનો સ્વામી પરબ્રહ્મ સર્વ તરફ હાથ-પગ ધરાવનાર,સર્વ તરફ આંખ,મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે,કેમકે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે.. (ગીતાઃ૧૩/૧૩) પરંતુ આદિ ગુરૂ શંકરાચાર્યજી તો ભગવાન વિષ્ણુયને માનતા હતા કેઃજેમના ચાર હાથ હતા.આ સબંધમાં તેમના જ આ સ્ત્રોતના ૨૪મા શ્ર્લોકનું અનુવાદ જોઇએ..“મારા તારા અને અન્યમાં વ્યાપ્તસ એક જ વિષ્ણુો,તેથી વૃથા તું ક્રોધિત થાય છે મુજ ૫ર અસહિષ્ણુમ.. આત્મરૂ૫ પરમેશ્વરને જ તૂં સૌ જીવોમાં જાણ,હવેથી તૂં સર્વત્ર ત્યાગી દે ભેદભાવનું જ્ઞાન..”
આનાથી સિધ્ધ થાય છે કેઃ જગતગુરૂ
શંકરાચાર્યજીએ આવશ્યકતાઓ ઉ૫ર ભાર મુક્યો છે.પરમાત્માને ફક્ત માનવાથી કામ
ચાલતું નથી.માનવું એ કલ્પના હોય છે.અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય
છે, વાસ્તવિકતા હોય છે.આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને
નહી,પરંતુ માનીને ચાલે છે.
જ્યારે તુલસીદાસજી જેવા મનિષીઓએ સ્પષ્ટ રૂ૫માં કહ્યું છે કેઃ-
“જાને બિનુ ન હોઇ પરતીતિ, બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ”
જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ
પ્રાપ્તા થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્તે થયા વિના ભક્તિમાં
દ્રઢતા થતી નથી. અથવા સિયારામ મય બસ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની… તેમને “જાની” ના બદલે “માની”
નથી લખ્યું.. કેમ? કારણ કેઃ તે જાણતા હતા કેઃ જાણવામાં અને માનવામાં
સત્ય-અસત્ય, દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે.શંકરાચાર્યજી પોતાના
સમયના બ્રહ્મજ્ઞાની હતા,પરંતુ આજે શંકરાચાર્યજીના નામધારી અનેક લોકો આપણને
મળશે,જે તમામને બ્રહ્મજ્ઞાની સમજી લેવાની ભૂલ ના કરીએ.
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ “અવતારવાણી”માં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ
વિના દેખે મન ના માને, મન માન્યા વિના પ્રેમ નહી,
પ્રેમ વિના ના ભક્તિ થાયે, ભક્તિ વિના ઉધ્ધાર નહી..
ગુરૂ દેખાડે ગુરૂ મનાવે, ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,
ગુરૂ વિનાની ભક્તિ નકામી, જીવન વ્યર્થ ગુમાવે છે..
સદગુરૂના ચરણોમાં આવી, ઇશ્વરની ઓળખાણ કરો,
“અવતાર” ગુરૂની કૃપાળુ દ્રષ્ટ્રિા, જીવનનું કલ્યાણ કરે…(અવતારવાણી-૭૮)
લોકો માને છે કેઃ હું ગંગાજી…વગેરે તિર્થો
૫ર જઇને વ્રત કરૂં છું..જે ભક્તિ છે, પરંતુ આદિ ગુરૂ શંકરાચાર્યજીએ તેની
અનાવશ્યકતાઓનો ઉલ્લેખ કર્યો છે.તેમના મત અનુસાર જો આપણને જ્ઞાન ના થાય તો આ
તમામ નાટક વ્યર્થ છે.તેમને મોહ મુગદૃરના ૧૭મા શ્ર્લોકમાં લખ્યું છે કેઃ
કોઇ તો કરે ગંગાસાગર માટે જ પ્રસ્થાન,
કોઇ વ્રતનું પાલન કરે અથવા દે છે દાન..
છતાં સૌનો એક મત છે, જે રહે જ્ઞાન વિહીન,
સો જન્મમાં ૫ણ ના પામે મુક્તિ-૫દ વો દીન… (ભાવાનુવાદ)
એનો અર્થ એ થયો કેઃઆપણે આજદિન સુધી
વ્યર્થના કાર્યોમાં ફસાઇ રહ્યા ? હા..આપણે નદીના કિનારે ખૂંટે બાંધેલ નાવની
રસ્સી તો છોડી જ નહી અને નાવને ચલાવવા લાગ્યા, ખૂબ હલેસાં માર્યા, પરસેવે
રેઝબેઝ થઇ ગયા..!! અને પાછું જોયું તો નાવ ત્યાંની ત્યાં જ..!! જેમ ઘાંચીનો
બળદ સેંકડો મીલની મુસાફરી કરે છે છતાં ત્યાંનો ત્યાં જ..!! આવી જ હાલત
ફક્ત કર્મકાંડમાં ફસાયેલા રહે છે તે સૌની છે.
અવતારવાણી-માં કહ્યું છે કેઃ
ગંગા યમુના સરસ્વતીમાં, ન્હાવાથી જો જાતાં પાપ,
તો તો બધાં જ જળચર પ્રાણી, તરી જતાં એ આપોઆપ..
કર્મકાંડમાં ફસાઇ માનવ, પોતાનું જીવન ગુમાવે છે,
ગયો સમય પછી હાથ ના આવે, પછી એ નર પસ્તાયે છે..
સંતની સેવા સરખું ઉચું, કોઇ બીજું કર્મ નથી,
કહે “અવતાર” જ્ઞાનથી ઉંચો, કોઇ જગતમાં ધર્મ નથી..
જપ-તપથી ના જાણી શકાતો, કર્મ ધર્મથી ઘણો જ દૂર,
કહે “અવતાર” મળે જો સદગુરૂ, હટાવી પડદો દેખાડે નૂર..
હવે પ્રશ્ન થાય કેઃ તો પછી જ્ઞાન મળે
ક્યાંથી? આ વિષયમાં શંકરાચાર્યજી પોતાના ગ્રંથોમાં બતાવ્યું છે કેઃ કોઇ
શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપ સદગુરૂની શોધ કરો. એવા ગુરૂ કે જે આપણને વિનમ્રતા
શિખવાડીને પ્રભુ પરમાત્માનાં દર્શન કરાવે.ત્યારબાદ પોતાના ગુરૂના ચરણ
કમલોના ભક્ત બની જઇએ, કેમ કેઃ જ્ઞાનની પ્રાપ્તિન થયા બાદ જ ભક્તિનો ઉદય થાય
છે. બ્રહ્મની પ્રાપ્તિત થયા બાદ જ ભ્રમોની સમાપ્તિ્ થાય છે. કલ્યાણની પ્રાપ્તિિ માટે સંત સેવા અને પોતાના ગુરૂની આજ્ઞાનું પાલન પરમ આવશ્યક છે.
અવતારવાણી-માં કહ્યું છે કેઃ
પ્રભુ મળેના તિરથ ભ્રમણથી, મળેના ભસ્મ લગાવેથી,
જપ-તપ કરવાથી ના મળતો, મળે ના પાઠ કરાવ્યેથી,
પુરા ગુરૂના શરણમાં આવી, શીશ ઝુકાવે મળે છે નામ,
કહે “અવતાર” ગુરૂના શરણે, ક્ષણમાં મળે છે રમતો રામ..
ભગવાન શ્રી રામ અને ભગવાન
શ્રીકૃષ્ણુ..વગેરે પોતાના સમયના ગુરૂ જ હતા અને તેમની ભક્તિ કરવાથી જ
ભક્તોનું કલ્યાણ થયું હતું. આપણે પણ ગુરૂ પાસેથી જ્ઞાન લઇ પ્રભુ
પરમાત્માનાં કણકણમાં દર્શન કરવાના છે..જ્યાં સુધી ગુરૂના શાબ્દિક અર્થનો સબંધ છે.આ બે શબ્દો “ગુ” અને “રૂ”
ની સંધિ છે. “ગુ” નો અર્થ છે -અંધકાર અને “રૂ” નો અર્થ છેઃ પ્રકાશ.
અજ્ઞાનને નષ્ટઞ કરનાર જે બ્રહ્મરૂ૫ પ્રકાશ છે તે ગુરૂ છે.ગુરૂ એ આધ્યાત્મિક
અજ્ઞાન દૂર કરનાર આચાર્ય છે. જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે અથવા જે
આત્મિક અજ્ઞાનતાને દૂર કરી આત્મિક બોધ,સ્વંયમનું જ્ઞાન કરાવે તેમને ગુરૂ
કહેવામાં આવે છે..
વર્તમાન સમયમાં ગુરૂ માટે સદગુરૂનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે પુરાતન ગ્રંથોમાં ગુરૂ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવેલ છે,તેનું કારણ એ છે કેઃ જેમ અમારા પૂર્વજો દેશી ઘી ને જ ઘી કહેતા હતા, પરંતુ જ્યારથી બનાવટી ઘી બજારમાં આવ્યું છે ત્યારથી ઘી શબ્દની આગળ દેશી ઘી કહેવું આવશ્યક બન્યું છે.જેથી બનાવટી ઘી અને દેશી ઘી ની ઓળખાણ થઇ શકે.તેવી જ રીતે જ્યારથી બનાવટી પાખંડી ગુરૂઓ ફુટી નિકળ્યા છે ત્યારથી ગુરૂની આગળ સત્
શબ્દ લગાવવો આવશ્યક થઇ ગયું છે.સદગુરૂ એટલે સત્ (પરમાત્મા) ને જાણવાવાળા
હોય અને શરણે આવેલા જિજ્ઞાસુ ભક્તોને સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી
દે.સત્(પરમાત્મા) સાથે જોડે તે સદગુરૂ કહેવાય છે. જે ફક્ત
કોઇ મંત્ર,તિર્થ,હવન,પુસ્તક,સ્થાન,મૂર્તિ..વગેરે નાશવાન વસ્તુઓની સાથે
જોડે છે તેમને સદગુરૂ કહેવામાં આવતા નથી,તેમને તો ગુરૂ ઘંટાલ જ સમજવા જોઇએ..
હરિભજન દ્વારા ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ માનવ જીવનનો વાસ્તવિક ઉદેશ્ય છે. સંત કબીરજીએ સંસાર ને ચેતવણી આપી છે કેઃ આયે થે હરિમજનકો ઓટન લગે કપાસ…(કબીરવાણી)
ઇશ્વરે અમોને મનુષ્યય જન્મ પ્રભુ ભક્તિના
માટે જ આપ્યોલ છે,પરંતુ અમો આ સંસારમાં આવીને અહીના સાંસારીક કાર્યોમાં
પોતાને એટલા બધા લીન કરી બેઠા છીએ કેઃ જીવનના વાસ્તવિક ઉદેશ્ય
સેવા-સુમિરણ-સત્સંગ-ભજનના માધ્યમથી ઇશ્વરની પ્રાપ્તિ કરવાનું ભુલી ગયા
છીએ..
ઇશ્વરે મનુષ્યકને જીવ રચનાનો શિરોમણી
બનાવીને તેને બુધ્ધિ-વિવેક તથા અંતરાત્મા જેવી અનમોલ વસ્તુ પ્રદાન કરીને
ઇશ્વર તેની દ્રષ્ટ્રિ થી ઓજલ બની નિરાકાર રૂપમાં મનુષ્યવની અંદર બિરાજમાન
થયેલ છે, પરંતુ સદગુરૂ કૃપા તથા સહાયતા વિના પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર
થવો અસંભવ છે.
અવતારવાણી-માં કહ્યું છે કેઃ
પ્કરી પ્રયત્નો હજાર જોયા પણ દ્રષ્ટ્રિમમાં આવ્યો નહી,
પ્કહે “અવતાર” ગુરૂએ જ્યાં સુધી ભેદ અમોને સમજાવ્યો નહી,
પ્સદગુરૂ પુરાની એ જ નિશાની, પલમાં દેખાડે અંગસંગ રામ,
પ્કહે “અવતાર” એ બ્રહ્મજ્ઞાની છે જે દેખાડે બ્રહ્મનું ધામ…(અવતારવાણી)
સંત કબીરજી તો ગુરૂનું મહાત્મય બીજા જ ઢંગથી રજૂ કરતાં કહે છે કેઃ-
ગુરૂ ગોવિંદ દોનો ખડે કાકે લાગૂં પાય, બલિહારી ગુરૂ આપની, જિન ગોવિંદ દિયો બતાય…
ઇશ્વર અને સદગુરૂ બંન્ને મારી સમક્ષ
વિધમાન છે,પરંતુ મારા પ્રથમ નમન સદગુરૂના ચરણોમાં જ થશે,કે જેમની અપાર
કૃપાથી જ હું ઇશ્વરનો સાક્ષાત્કાર કરી શકવામાં સમર્થ બન્યો છું.સદગુરૂ આ
ધરતી ઉ૫ર ઇશ્વરનો દૈવી પ્રતિનિધિ હોય છે,કે જેના માધ્યમથી જ અમો જેવા
અજ્ઞાની જીવો અમારા આત્માને ઇશ્વરરૂપી સાગરમાં લીન કરી શકીએ છીએ.આધ્યાત્મિક
જ્ઞાનની પ્રાપ્તિજના માટે સમયના સદગુરૂના શરણમાં જવું અનિવાર્ય છે.મનુષ્ય
ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં સદગુરૂ કૃપા વિના આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન
પ્રાપ્તદ થતું નથી.
આ સંસારમાં ફક્ત ગુરૂ શિષ્યતનો સબંધ જ
પૂર્ણતયા નિઃસ્વાર્થ હોય છે.સદગુરૂ પોતે પૂર્ણ હોય છે તથા ડગલે ને પગલે
અમારી સહાયતા તથા માર્ગદર્શન સ્વાર્થ વિના જ કરતા હોય છે.સદગુરૂ અમારૂં
ઉત્તરદાયિત્વ પોતાના શિરે લઇ અમોને કાળના ક્રૂર પંજામાંથી છોડાવી અમારી
આત્માને પોતાનું નિરાકાર રૂ૫ પ્રદાન કરતા હોય છે.સદગુરૂ કૃપાથી પ્રભુ
પરમાત્માનાં દર્શન કરી માનવજીવનનો ઉદેશ્ય પ્રાપ્તય કરી આ અસાર
સંસાર(ભવસાગર)માં સદગુરૂ રૂપી કુશળ નાવિકની નૌકામાં અવતરણ કરી જન્મ-મરણના
આવાગમનથી છુટકારો મેળવી મોક્ષ પ્રાપ્તક કરી શકીએ છીએ.
આવા પરમગુરૂના ચરણોમાં લાગીને તુલસીદાસજીની જેમ ગાવાનું છે કેઃ- જાઉં કહાં તજી ચરણ તિહારો…જ્યાં ચરણની વાત આવે છે ત્યાં સમજી લેવાનું કેઃ તે વાત સદગુરૂના માટે જ કહેવામાં આવી છે, કારણ કેઃ રામ(બ્રહ્મ) તો…
બિનું ૫દ ચલઇ સુનઇ બિનું કાના, કર બિનુ કરમ કરઇ બિધિ નાના,
આનન રહિત સકલ રસ ભોગી, બિન બાની બક્તા બડ જોગી…!! (રામચરીત માનસઃ૧૧૭/૩)
આવું તેમનું સ્વરૂ૫ છે…!!
અવતારવાણીમાં કહ્યું છે કેઃ-
કાન વિના પ્રભુ સૌનું સાંભળે, હાથ વિના કારભાર કરે,
પગ વિના પ્રભુ હરતા ફરતા, અને પર્વતને પાર કરે..
નાક વિના પ્રભુ સૂઘીં શકતા, જીભ વિના રાગ ગાય છે,
આંખ વિના પ્રભુ દેખે સઘળું, મોઢા વિના ૫ણ ખાયે છે..
આમ તો આનું રૂ૫ નથી પણ, રૂ૫ લઇને આવે છે,
કહે “અવતાર” અલખની ઓળખ, સદગુરૂ પોતે કરાવે છે.. (અવતારવાણી-૨૫૬)
આ વાત શંકરાચાર્યજીએ ૩૨ મા શ્લોકમાં કહી છે કેઃ
ગુરૂ ચરણામ્બુજ નિર્ભર ભક્ત… તેનું ગુજરાતી ભાવાનુવાદ જોઇએ..
શ્રી ગુરૂદેવ ચરણ પંકજનો બની નિર્ભર ભક્ત,
આ અસાર સંસારથી તૂં બન અવિલંબ વિમુક્ત,
ઇન્દ્રિયયુત મનનું નિયમન કર આ પ્રકાર,
જોઇ શકીશ હ્ર્દય સ્થિત ઇશ્વરને અનિર્વાર..
ધર્મશાસ્ત્રમાં જ્ઞાન પ્રાપ્તિ્ના આઠ અંતરંગ સાધનોના માધ્યમથી જ્ઞાન પ્રાપ્તિતની પ્રચલિત પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલ છે.
1. વિવેકઃ સત્ અને અસત્ ને અલગ-અલગ જાણવા એ વિવેક છે.
2. વૈરાગ્યઃ સત્ અને અસત્ ને અલગ અલગ જાણીને અસત્ નો ત્યાગ કરવો,એટલે કેઃસંસારથી વિમુખ થવું એ વેરાગ્ય છે.
3. શમ..વગેરે ષટ્સંપત્તિ..શમ..દમ..શ્રધ્ધા..ઉ૫રતિ..તિતિક્ષા અને સમાધાન..
મન અને ઇન્દ્રિયોઓને વિષયોમાંથી હટાવવી એ દમ છે.
ઇશ્વર..શાસ્ત્ર..વગેરે ઉ૫ર પૂજ્ય ભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રધ્ધા છે.
વૃત્તિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉ૫રતિ છે..
શરદી-ગરમી,સુખ-દુઃખ,માન-અપમાન…વગેરે દ્રંન્દ્રોને સહન કરવાં તેમની
ઉપેક્ષા કરવી તે તિતિક્ષા છે.
અંતઃકરણમાં શંકાઓ ના રહેવી એ સમાધાન છે..
4. મુમુક્ષતાઃ સંસારથી છુટવાની ઇચ્છાને મુમુક્ષતા કહે છે.
5. શ્રવણઃ મુમુક્ષતા જાગૃત થાય બાદ
પદાર્થો અને કર્મોનો સ્વરૂ૫થી ત્યાગ કરીને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠક ગુરૂની
પાસે નિવાસ કરતા રહીને,શાસ્ત્રોને સાંભળીને તેના તાત્પર્યનો નિર્ણય કરવો
તથા તેને ધારણ કરવો તેને શ્રવણ કહે છે.શ્રવણથી પ્રમાણગત સંશય દુર થાય છે.
6. મનનઃ પરમાત્માનું યુક્તિ-પ્રયુક્તિઓથી ચિન્તન કરવું એ મનન છે.મનનથી પ્રમેયગત સંશય દૂર થાય છે.
7. નિદિધ્યાસનઃ સંસારની સત્તાને માનવી અને પરમાત્માની સત્તાને ના માનવી એ વિપરીત ભાવના કહેવાય છે.વિ૫રીત ભાવના હટાવવી એ નિદિધ્યાસન છે.
8. તત્વ પદાર્થ સંશોધનઃ પ્રાકૃત પદાર્થ માત્ર સાથે સબંધ વિચ્છેદ થઇ જાય અને ફક્ત એક ચિન્મય તત્વ શેષ રહી જાય એ તત્વપદાર્થ સંશોધન છે.
આ પરમતત્વને પ્રાપ્તશ કરવાની વિધિ બતાવતાં
ભગવાન શ્રી કૃષ્ણમજી ગીતા(૪/૩૪)માં કહે છે કેઃ તમામ કર્મો જ્ઞાનમાં
સમાપ્તિ ને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઇને જાણી
લે.એમને યોગ્ય રીતે દંડવત્ પ્રણામ કરવાથી,તેમની સેવા કરવાથી તેમજ કપટ
છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની
મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આપશે.જ્ઞાનના આ માધ્યમથી તૂં તમામ
ભૂતોમાં નિઃશેષ ભાવથી પહેલાં પોતાનામાં અને પછી મારા નિર્ગુણ નિરાકાર
સ્વરૂ૫માં જોઇશ.. (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ૪/૩૪)
સદગુરૂની કૃપાથી જ મનમાં વિધમાન
અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભ્રમો-સંશયો
દૂર થાય છે.સદગુરૂ વિના પરમાત્માનું જ્ઞાન પ્રાપ્તઞ થઇ શકતું નથી એ વાતનું
પ્રમાણ ધર્મગ્રંથોમાં મળે છેઃ નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા તો તેમને અંદર
જવાની પરવાનગી ના મળી,કારણ કેઃ નારદજીને કોઇ ગુરૂ ન હતા,જ્યારે તેમને ગુરૂ
ધારણ કર્યા ત્યારે તેમને વેકુંઠમાં પ્રવેશ મળ્યો. વેદ વ્યાસજીના પૂત્ર
શુકદેવજીને માતાના ગર્ભમાંથી જ બ્રહ્મજ્ઞાન હતું, એટલા માટે તેમને ગુરૂ
ધારણ કર્યા ન હતા,તેથી તેમને ૫ણ વૈકુંઠમાં જવાની પરવાનગી મળી ન હતી.પરમપિતા
પરમાત્માના રહસ્યની જાણકારીના માટે તેમને રાજા જનકને ગુરૂ ધારણ કર્યા
હતા.આમ, ગુરૂ તમામના માટે અત્યંત આવશ્યક છે.
ભગવાન વિષ્ણુણના અવતાર શ્રી રામચંદ્રજીએ
૫ણ બ્રહ્મર્ષિ વશિષ્ઠસજીને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા. પૂર્ણ પુરૂષોત્તમ
ભગવાન શ્રી કૃષ્ણતજીએ મહાત્મા સાંદિપનીજીને ગુરૂ તરીકે ધારણ કર્યા
હતા.અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણોજીએ..સ્વામી વિવેકાનંદજીને રામકૃષ્ણે
પરમહંસજીએ બ્રહ્મજ્ઞાન આપ્યુંગ હતું.
ગોસ્વામી તુલસીદાસજી રામચરીત માનસમાં લખે છે કેઃ
!! ગુરૂ બિન ભવનિધિ તરહિં ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ…!!
આ સંસાર એક તોફાની સાગર છે તેને પાર કરવા
માટે સદગુરૂ જહાજ છે તથા કપ્તા ન છે.સદગુરૂ વિના કોઇ ભવસાગર પાર ઉતરી શકતો
નથી.તેમની કૃપાથી જ અમે પરમાત્માનાં દર્શન કરી શકીએ છીએ.તમામ શાસ્ત્રો
આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરે છે પરંતુ સદગુરૂ વિના ધર્મશાસ્ત્રોનો
ઉ૫દેશ સમજમાં આવતો નથી. સદગુરૂ એ માતા-પિતા-સ્વામી તથા પરમેશ્વર છે.સુખ
પ્રદાન કરનાર સાચા મિત્ર છે.જે ક્યારેય સાથ છોડતા નથી.ગુરૂ તમામ પાપોનો નાશ
કરનાર પતિત પાવન છે.સદગુરૂનો મંત્ર હરિનો મંત્ર છે.જેના જપવાથી જીવનો
ઉધ્ધાર થાય છે.સદગુરૂ મળ્યા પછી તેમની આજ્ઞા અને ઇચ્છામાં ચાલવું શિષ્ય્ના
માટે અતિ આવશ્યક છે.ગુરૂની મહિમાનું પૂર્ણ વર્ણન વેદ..આદિ ધર્મશાસ્ત્રો પણ
કરી શકતા નથી.ગુરૂને વેદોમાં ઇશ્વરનું રૂ૫ માન્યું છે.
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ્ ગુરૂ દેવો મહેશ્વર,
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ !!
ગુરૂગીતામાં કહ્યું છે કેઃ
ગુરૂથી અધિક તત્વ અર્થાત્ ઇશ્વર
નથી,ગુરૂથી અધિક કોઇ તપ નથી અને ગુરૂથી અધિક કોઇ જ્ઞાની નથી. ગુરૂદેવના
કૃપા પ્રસાદથી બ્રહ્મની પ્રાપ્તિા થાય છે.જેવી રીતે સ્વેચ્છાચારી સ્ત્રી
પોતાના પ્રેમી પુરૂષનું ચિન્તન કરે છે તેવી રીતે હંમેશાં પોતાના ગુરૂદેવનું
ધ્યાન કરવું જોઇએ.
માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.
- સૂચક ગુરૂઃ ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.
- વાચક ગુરૂઃ વર્ણાશ્રમ..ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.
- બોધક ગુરૂઃ ફક્ત મંત્ર આપે છે.
- નિષિધ્ધ ગુરૂઃ સંમોહન..મારન..વશીકરણ..વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.
- વિહિત ગુરૂઃ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.
- કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.
- પરમ ગુરૂઃ પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા હોય છે.
આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્યમનું
કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે
છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.
આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કેઃ શું આપની
દ્રષ્ટ્રિહમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને
લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે,જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન
સાર્થક થાય ? જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો,આપે જિજ્ઞાસા અને
વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે.શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો
છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી
શકાય છે…..
જાણી લો શા માટે લોકો ડાબા હાથમાં પહેરે છે ઘડિયાળ
આજકાલ અનેક લોકોને ઘડિયાળ પહેરવાનો શોખ હોય છે. જો કે મોટાભાગના લોકો ઘડિયાળ પોતાના ડાબા હાથમાં પહેરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છે કે, લોકો શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરે છે? તો આજે અમે તમને જણાવીએ છીએ એ માટેનું કારણ.
પહેલાના સમયમાં ઘડિયાળ હાથમાં નહીં પરંતુ ખિસ્સામાં મુકવામાં આવતી હતી. તમે પણ જૂના જમાનાની ચેનવાળી ઘડિયાળો જોઇ હશે જેને ખિસ્સામાં રાખવામાં આવતી હતી. અને ખિસ્સામાંથી નિકાળીને તેમાં સમય જોવામાં આવતો હતો. પરંતુ કહેવાય છે કે કેટલાક લોકો આ ચેનવાળી ઘડિયાળ હાથમાં પહેરવા લાગ્યા અને આ હાથમાં ઘડિયાળ પહેરવાનું ચલણ શરૂ થવા લાગ્યું.
એક સર્વેના જણાવ્યા અનુસાર ડાબા હાથમાં ઘડિયાળ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે, મોટાભાગના લોકો પોતાના ડાબા હાથથી વધારે કામ નથી કરતા હોતા. જ્યારે તમારો જમણો હાથ વ્યસ્ત હોય છે તો તે દરમિયાન ડાબા હાથમાં સમય જોવો ઘણો સરળ રહે છે અને કામ પણ જમણા હાથથી ચાલતું રહે છે.
તમને જણાવી દઇએ કે, જમણાં હાથથી બીજા કામ કરવાથી તમારી ઘડિયાળ પણ સુરક્ષિત રહે છે અને તેનું ગંદુ થવું, સ્ક્રેચ લાગવા અને કામની જગ્યા જેમ કે ટેબલ પર અથડાવવાની સંભાવના પણ ઓછી રહેતી હોય છે.
Subscribe to:
Posts (Atom)





