ઘરમાં જ થિયેટરની મજા માણી શકાય એવું ટીવી જો મળી જાય અને એ ટીવી જોવા તેને મરજી મુજબ ગમે તેમ વાળી શકાય તો? સેમસંગ કંપની દ્વારા આવુ જ એક ટીવી લોન્ચ કરવામાં આવ્યું છે. આઈમેક્સ નામના સુપર સ્લિમ ટીવીને ઘરના ડાયમેન્શનના આધારે ગમે તે રીતે વાળી શકાશે. અને એ પણ ફક્ત એક રિમોટ કન્ટ્રોલના ઉપયોગથી.
આ પ્રકારની સિસ્ટમથી ટીવીને ઘરના ગમે તે ખુણામાં સારી રીતે સેટ કરી શકાશે. જેથી દર્શકો દરેક એન્ગલથી ટીવી જોવાની મજા માણી શકે. ફ્લેક્સિબલ ટીવી 77 ઈંચથી માંડીને 110 ઈંચ સુધીમાં મળી રહેશે. જો કે હજુ સુધી તેની કિંમત નથી આંકવામાં આવી. પરંતુ 85 ઈંચના ટીવીને 35 હજાર પાઉન્ડ (અંદાજે 30થી 35 લાખ રૂપિયા)માં ખરીદી શકાશે. આ ટીવી પર સૌ પ્રથમ બ્રાઝિલમાં યોજાનારા વર્લ્ડ કપનું સ્કિનિંગ કરવામાં આવશે. સેમસંગ ટીવીના લોન્ચ થયા બાદ એલજીએ પણ 77 ઈંચના ફ્લેક્સિબલ ટીવીની જાહેરાત કરી દીધી છે.

No comments:
Post a Comment