અનેકવાર તમારી ગાડીઓની પાછળ કૂતરાઓ ભાગતા હોય છે. કૂતરાઓ કાર અને બાઈકની પાછળ એવા ભાગે છે કે, જો બેમાંથી કંઈ પણ હાથમાં આવી જાય તો શુ હાલ કરશે તે તો વિચારીને જ ડરી જવાય. પણ તમારા મનમાં જરૂર એવો પ્રશ્ન ઉભો થતો હશે કે, આખરે કેમ કૂતરા આવુ કરે છે. શુ કારણ છે કે તેઓ ગાડીઓની પાછળ હાથ ધોઈને પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે કૂતરાઓના આવા હુમલા વધી જતા હોય છે. તો ચાલો જાણીએ આ પાછળનું કારણ. તમને બધાને જ ખબર હશે કે, કુતરાઓ બાઈક અને કારના ટાયર પર ટોયલેટ કરે છે. કૂતરાઓ આવુ એટલા માટે કે છે કે, આવુ કરીને તેઓ પોતાનો વિસ્તાર બતાવી શકે. આવામાં એ ગાડીઓના ટાયર પણ આવી જાય છે, જેના પર તેઓ ટોયલેટનુ નિશાન કરે છે. જેમ કે ઉદાહરણના રીતે જોઈએ. તમે A નામના વિસ્તારમાં રહો છો અને B નામના વિસ્તારમાં તમારી ઓફિસ છે. તમારા A વિસ્તારનો કૂતરો તમારી ગાડીને ઓળખે છે, પરંતુ જો તમે તમારી ગાડી ઓફિસ એટલે કે B નામના વિસ્તારમાં લઈને જાઓ છો, તો ત્યાંનો કૂતરો તમારી ગાડી પર ટોયલેટ કરીને પોતાનુ નિશાન બનાવી લે છે. તમે ગાડી લઈને પાછા ઘરે આવો છો ત્યારે A વિસ્તારનો કૂતરો ઓળખી જાય છે કે, આના પર કોઈ અન્ય વિસ્તારના કૂતરાએ નિશાન કર્યું છે. આ પછી તમે જ્યારે પણ તમારી ગાડી ત્યાંથી લઈને પસાર થાઓ છો ત્યારે A વિસ્તારનો કૂતરો તમારી ગાડીની પાછળ ભાગવા લાગે છે. કેમ કે, તેને પોતાના વિસ્તારમાં બીજા કૂતરાની હાજરી પચતી નથી. તે એ પણ નથી જોઈ શક્તા કે કોઈ બીજા કૂતરાએ પોતાના વિસ્તારમા નિશાન લગાવ્યું છે. સામાન્ય રીતે તમે નોટિસ કર્યું છે કે, કૂતરાઓ પોતાના વિસ્તારને લઈને માણસ કરતા પણ વધુ વિચિત્ર હોય છે. બીજા વિસ્તારનો કૂતરો પોતાના વિસ્તારમાં દેખાય તો તરત ભોંકવા લાગે છે. ક્યારેક તો મારામારી પર ઉતરી આવે છે. ત્યારે આ જ કારણે તેઓ આપણી ગાડીઓ પાછળ ભાગવા લાગે છે. |
Saturday 11 June 2016
ચાલુ ગાડી પાછળ કૂતરાઓ કેમ ભાગે છે, આ છે તેનો જવાબ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment