દુનિયાના દરેક ધર્મમાં શાંતિપૂર્ણ મૃત્યુની કામના કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મૃત્યુ પરમ ઈચ્છનિય છે. તે ઈશ્વરના આશીર્વાદ સમાન ગણાય છે. આમછતાં એ વાસ્તવિકતા છે કે જ્યારે જીવાત્મા પૃથ્વી પર આવે છે ત્યારે અને તે જ્યારે પૃથ્વી પરથી જાય છે ત્યારે વ્યક્તિને પોતે અસહ્ય વેદના સહન કરવી પડે છે. આમછતાં હિંદુ શાસ્ત્રમાં કેટલાંક ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે કરવાથી મૃત્યુ વખતે વ્યક્તિ ઓછી પીડા કે વેદના ભોગવે છે. આવો જ એક ઉપાય છે દીવો.
જે વ્યક્તિ મૃત્યુની નજીક પહોંચી ગયો હોય અને તેનું ગણતરીની પળોમાં મૃત્યુ નિશ્રિત જ હોય ત્યારે હિંદુ ધર્મ પ્રમાણે અંતકાળે એક શુદ્ધ ધીનો દીવો કરવામાં આવે છે. આ દીવો શક્ય હોય ત્યાં સુધી મૃત પામતી વ્યક્તિની આસપાસ જ કરવામાં આવે છે. આ પાછળ એક મોટું કારણ છે. ઘીના દીવાથી એક ખાસ આભામંડળ બને છે. તેના લીધે મૃત્યુ પછીની અસ્થિરતા અને બેચેની કેટલાંક અંશે ઓછી થાય છે. એટલું જ નહિં જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે તે દીવો આત્માને રાહ બતાવવાનું કાર્ય કરે છે. મૃત્યુ પછી ભયંકર અંધકાર ભરી ગતિ મળી હોય તોય આ દીવો તેને પ્રકાશ આપે છે. જો શક્ય હોય તો મૃત વ્યક્તિ પાસે કોઈ ધર્મ કે જેમાં તે વિશેષ રૂચિ રાખતો હોય તેની કેસેટ કે સીડી મુકીને વગાડવાથી પણ આસપાસનું વાતાવરણ ઘણી હદ સુધી પવિત્ર બને છે. આથી મૃત પામનાર વ્યક્તિ ઓછી પીડા ભોગવે છે.
એવું કહેવાય છે કે મૃત વ્યક્તિ પાછળ 13-14 દિવસ દીવો કરવો જોઈએ. કેટલાંક કુંટુંબોમાં જ્યાં સાથરો તાણ્યો હોય ત્યાં જ આ દિવસો સુધી દીવો કરીને સંધ્યા પૂજા -ભજનો કરવામાં આવે છે. કેટલાંક કુંટુંબોમાં મૃત્યુ પછી એક ચોક્કસ દિવસે દીવાની 365 વાટો કરીને મંદિરે જઈ પ્રગટાવવામાં આવે છે. આ પાછળ પણ હેતુ એ જ છે કે મૃત વ્યક્તિને માત્ર એક દિવસ જ નહિ પણ 365 દિવસ તેજ મળતું રહે. મોટે ભાગે આ સમયગાળા દરમિયાન વ્યક્તિનો પુનઃજન્મ થઈ જતો હોય છે. દીવો અને મંત્રોચ્ચાર કે પૂજાપાઠ 13 થી 14 દિવસ કરવા પાછળ હિંદુ ધર્મ એવું માને છે કે વ્યક્તિ ભલે મેડિકલ ભાષામાં હૈયાત ન હોય પણ 13 થી 14 દિવસ વ્યક્તિ, પોતાના સુક્ષ્મ શરીરે પોતાના કુંટુબીજનોની આસપાસ રહે છે. અને તે લોકો તેની પાછળ જે કાંઈ કરે તેને તે પ્રાપ્ત કરે છે. મૃત વ્યક્તિ તેને જે કંઈ યોનિ મળી હોય તેમાં તે 13 કે 14 દિવસે પ્રવેશ કરે છે. ત્યાં સુધી તે બીજી દૂનિયામાં જતો નથી.
આથી જ કેટલાં કુટુંબોમાં મૃત્યુ પામનાર વ્યક્તિની વસ્તુઓને તેના મૃત્યુ પછી બે - ત્રણ દિવસમાંજ દાન -ધર્માદો કે લાગતાવળગતા અલગ અલગ લોકોને આપી વેરવિખેર કરી દેવામાં આવે છે. જેથી મૃતકનો આત્મા એ ચીજોમાં રહે નહિં.
હિંદુ ધર્મમાં આથી જ બારમું -તેરમું જેવી વિધિઓ કરવામાં આવે છે. આપણા માંથી કેટલાંક આ વિધિ હવે નથી કરતા. તો કેટલાંક કરે છે પણ એક રિવાજ માની ને કરે છે. તેની પાછળનું ચોક્કસ જ્ઞાન છે પણ આજે આ જ્ઞાન ધરાવતા માણસો પણ રહ્યા નથી. જ્ઞાની માણસો આ પાછળની વિધિ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવામાં સક્ષમ હોય છે. વ્યક્તિ ગમે તેવી સ્થિતિમાં જીવ્યો હોય કે મર્યો હોય પણ તેની ઉર્ધ્વગતિ કરાવી શકે છે. આજે વિદ્વાન લોકો નથી એવું નથી પણ તે બહું જ ઓછા બચ્યા છે તેને શોધવા પડે. મોટાભાગના લોકો આજીવિકા માટે મૃત્યુ પછીની વિધિ કરાવતી હોય છે પણ તેનું સચોટ જ્ઞાન ધરાવતી હોતી નથી.

No comments:
Post a Comment