એકવાર નારદજી ને અભિમાન આવી ગયું કે હું ભગવાન
વિષ્ણુની નિરંતર સાધના (ભક્તિ) કરું છું. તેથી મારા થી વિશેષ આ જગતમાં
ભગવાન વિષ્ણું નો કોઇ ભક્ત નથી. પરંતુ નારદજી ભગવાન વિષ્ણું ના મુખેથી
પોતાના પરમ ભક્ત હોવા વિષેના વખાણ સાંભળવા માંગતા
હતા. તેથી તેઓ ભગવાન નારાયણ પાસે જઇને તેમને કહ્યું કે હે પ્રભુ આ
દુનીયામાં આપનો સૌથી વિશેષ ભક્ત કોણ છે ? વિષ્ણુ ભગવાન પણ નારદજી નું
અભિમાન ઉતારવા માંગતા હતાં. તેમણે નારદજીને કહ્યુ હે નારદ, હું તમને આ
પ્રશ્નનો ઉત્તર આપું પરંતુ એ પહેલા તમારે મારું એક કાર્ય પુર્ણ કરવુ પડશે.
તેમણે નારદજીને કહ્યુ કે આ એક પાણીથી ભરેલુ પાત્ર છે. તમારે આ પાત્રની
હાથમાં રાખીને જગતની પરીક્રમાં કરવી પડશે. પરંતુ આ પાત્રમાં થી એક પણ ટીંપુ
પાણી નીચે ના પડે તેનું ધ્યાન રાખવું.
ભગવાન વિષ્ણુની આજ્ઞા લઇને નારદજી પાણી ભરેલા પાત્ર સાથે જગતની પરીક્રમાં કરી પાછા આવ્યા, ભગવાને નારદજીને કહ્યું કે શું થયું નારદજી ? કરી આવ્યા પ્રદક્ષીણા ? નારદજીએ ઉત્સાહ માં કહ્યું કે પ્રભું આપના કહેવા પ્રમાણે મે એકપણ પાણીનું ટીંપુ ઢોળ્યા વિના પ્રુથ્વીની પ્રદક્ષીણા કરી છે. હવેતો કહો કે આ જગતમાં આપનો પરમ ભક્ત કોણ છે ? ભગવાને નારદજીને કહ્યું કે નારદજી તમે જ્યારે પ્રુથ્વીની પ્રદક્ષીણા કરતા હતા તે વખતે તમે મારું સ્મરણ કેટલી વખત કર્યુ હતું ? નારદજીએ કહ્યું કે એકપણ વખત નહી પ્રભુ હું તો મારું ધ્યાન આ વાડકા ઉપર રાખીને પ્રદક્ષીણા કરતો હતો જેથી એકપણ ટીંપુ ઢોળાય નહી. ભગવાને કહ્યું કે તમે વાડકા ઉપર ધ્યાન હોવાને લીધે મારુ સ્મરણ કરવાનું ભુલી ગયા જ્યારે આ જગતમાં એવા કેટલાય મનુષ્યો છે કે તેઓ સંસારની આ મુશ્કેલીમાં પણ મારુ સ્મરણ કરવાનું ભુલતા નથી. તેથી તેઓ મારા પરમ ભક્ત છે. આ સાંભળી ને નારદજીનું અભીમાન ઉતરી ગયું અને તેમણે ભગવાન નારાયણની માફી માંગી ને પ્રભુના આશીર્વાદ લીધા.
આમા જે સાચો ભક્ત ગમે તેવી મુશ્કેલીઓમાં પણ પ્રભુમાંથી શ્રધ્ધા અને હીંમત ગુમાવતો નથી.

No comments:
Post a Comment